Closing Bell : શેરબજારની વૃદ્ધિ ઉપર લાગી બ્રેક, SENSEX 271 અને NIFTY 101 અંક તૂટ્યો

ભારતીય શેરબજાર(Stock Market)માં સતત 4 દિવસના વધારા ઉપર આજે બ્રેક લાગી છે. આજને શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ પૈકી સેન્સેક્સ(Sensex) 0.5 અને નિફટી(Nifty) 0.6 ટકાનો ઘટાડો દર્જ કરી બંધ(Closing Bell) થયા હતા.

Closing Bell : શેરબજારની વૃદ્ધિ ઉપર લાગી બ્રેક, SENSEX 271 અને NIFTY 101 અંક તૂટ્યો
શેરબજાર આજે ઘટાડા સાથે બંધ થયું હતું.
Follow Us:
| Updated on: Jun 16, 2021 | 5:42 PM

ભારતીય શેરબજાર(Stock Market)માં સતત 4 દિવસના વધારા ઉપર આજે બ્રેક લાગી છે. આજને શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ પૈકી સેન્સેક્સ(Sensex) 0.5 અને નિફટી(Nifty) 0.6 ટકાનો ઘટાડો દર્જ કરી બંધ(Closing Bell) થયા હતા. રોકાણકારોએ આજે મેટલ સેક્ટરના સૌથી વધુ શેર વેચ્યા છે. જેના પરિણામે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 2.85% ઘટીને 5,216 પર બંધ થયો હતો.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ  બજાર         સૂચકઆંક             વધારો સેન્સેક્સ     52,501.98       −271.07 (0.51%) નિફટી      15,767.55         −101.70 (0.64%)

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આજના કારોબારના અંતે સેન્સેક્સ 271 અંક તૂટીને 52,501 પર બંધ રહ્યો છે. બીજી તરફ નિફ્ટી ઈન્ડેક્સએ 101 પોઇન્ટ ઘટાડો દર્જ કરી 15,767 ની સપાટીએ કાર્પબા પૂર્ણ કર્યો હતો.આજના કારોબાર દરમ્યાન સરકારી બેંક અને રિયલ્ટી શેરોમાં વેચવાલીની અસર દેખાઈ હતી . જોકે એફએમસીજી અને આઈટી ક્ષેત્રે થોડી ખરીદી પણ થઇ હતી.

સેન્સેક્સમાં ૭૩ ટકા શેરમાં ઘટાડો નોંધાયો સેન્સેક્સના 30 માંથી 22 શેર લાલ નિશાન નીચે બંધ થયા છે. પાવર ગ્રીડ, ઈન્ડસઇન્ડ બેન્ક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં સૌથી વધુ નુકસાન થયું હતું. બજારના બીજા પાસ ઉપર નજર કરીએ તો ઇન્ડેક્સમાં નેસ્લે ઇન્ડિયાનોનો શેર સૌથી વધુ 1.48% વધીને રૂપિયા 17,941 પર બંધ રહ્યો છે.

એક્સચેંજમાં 1,797 શેરમાં ઘટાડો થયો BSE પર 3355 શેરમાં કારોબાર થયો હતો. આજે ૧૪૩૬ શેરમાં વધારો અને 1797 શેરમાં ઘટાડો દર્જ થયો છે. બજારમાં ઘટાડો હોવા છતાં 484 શેર એક વર્ષના ઊંચા સ્તરે પહોંચ્યા હતા. ભારે વેચવાલીએ એક્સચેન્જમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ મંગળવારના રૂ 231.58 લાખ કરોડના સ્તરથી ઘટાડીને રૂ 229.69 લાખ કરોડ સુધી પહોંચાડી છે.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ આજે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવા મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.12 ટકા સુધી લપસીને બંધ થયો છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.11 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.79 ટકા ઘટીને બંધ થયા છે. બેન્ક નિફ્ટી 0.74 ટકાના ઘટાડાની સાથે 34,985.30 ના સ્તર પર બંધ થયો છે.

આજે સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે વિશ્વભરના બજારોમાં મિશ્ર સંકેતો વચ્ચે સ્થાનિક શેર બજારો સપાટ શરૂ થયા છે.આજે બીએસઈ સેન્સેક્સ 9 પોઇન્ટની મજબૂતી સાથે ખુલ્યો જ્યારે એનએસઈ નિફ્ટી 22 પોઇન્ટના ઘટાડા સાથે કારોબાર શરૂ થયો હતો.

આ અગાઉ ગઈકાલે કારોબારના અંતે BSE સેન્સેક્સ 0.42% મુજબ 221 પોઇન્ટના ઉછાળા સાથે 52,773 પર બંધ રહ્યો હતો. બીજી તરફ NSE ના નિફ્ટીએ 57 અંક અથવા 0.36% ની મજબૂતી સાથે 15,869 પર કારોબાર સમાપ્ત કર્યો હતો.

આજના કારોબારની હાઈલાઈટ્સ

SENSEX Open     52,782.21 High     52,816.31 Low     52,425.57

NIFTY Open     15,847.50 High     15,880.85 Low       15,742.60

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">