AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Closing Bell : સેન્સેક્સ 610 પોઈન્ટ ઘટ્યો,નિફ્ટી 19,550 ની નીચે બંધ રહ્યું, બર્જર પેઈન્ટ્સ 5% અને ટેકએમ 4% ઘટ્યા

Closing Bell : ગુરુવારે દિવસના કારોબાર બાદ સેન્સેક્સ 610 પોઈન્ટ ઘટીને 65,508 પર અને નિફ્ટી 193 પોઈન્ટ ઘટીને 19,524 પર બંધ થયું હતું. નિફ્ટી બેંક 287 પોઈન્ટના ઘટાડા સાથે 44,301ના સ્તરે બંધ રહ્યો હતું. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 537 પોઈન્ટ ઘટીને 40,104 પર બંધ રહ્યું હતું.પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટના આધારે L&T આજે વધારા સાથે બંધ રહ્યો હતો. બજારના ઘટાડા વચ્ચે આજે આ શેર રેકોર્ડ ઊંચા સ્તરે બંધ થયો હતો. 3 ઓક્ટોબરના રોજ નવા પ્લેટફોર્મ પર શિફ્ટ થવાના સમાચાર પછી, MCX આજે 10%ની ઉપલી સર્કિટ પર બંધ થયો.

Closing Bell : સેન્સેક્સ 610 પોઈન્ટ ઘટ્યો,નિફ્ટી 19,550 ની નીચે બંધ રહ્યું, બર્જર પેઈન્ટ્સ 5% અને ટેકએમ 4% ઘટ્યા
Closing Bell
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2023 | 4:43 PM
Share

સપ્ટેમ્બર એક્સપાયરીના દિવસે સ્થાનિક શેરબજારમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી 6 સપ્ટેમ્બર પછી પ્રથમ વખત 19,500ની નીચે સરક્યું છે. આજે કેપિટલ ગુડ્સ સિવાય બીએસઈના તમામ સેક્ટર ઘટાડા સાથે બંધ થયા હતા. આજે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. આઈટી, એફએમસીજી અને ઓટો શેરોમાં આજે દબાણ જોવા મળ્યું હતું. રિયલ્ટી, પીએસઈ, ઈન્ફ્રા અને બેન્કિંગ શેર્સમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

આજે શેરબજારની શરૂઆત લીલા નિશાન પર થઈ હતી પરંતુ બજાર તેને ટકાવી શક્યું નહીં. નિફ્ટીના 50માંથી 43 શેર લાલ નિશાનમાં બંધ થયા છે. આ સાથે આજે સેન્સેક્સ અને નિફ્ટી 1 મહિનાના નીચલા સ્તર પર બંધ થયા છે.

આ પણ વાંચો : Stock Tips : 1 મહિનામાં 24% સુધી રિટર્ન આપનાર આ 5 સ્ટોક્સ ઉપર રાખજો નજર,તાજેતરમાં 52 સપ્તાહની ઉપલી સપાટીને સ્પર્શ્યા છે

આજે બજાર કયા સ્તરે બંધ થયું?

ગુરુવારે દિવસના કારોબાર બાદ સેન્સેક્સ 610 પોઈન્ટ ઘટીને 65,508 પર અને નિફ્ટી 193 પોઈન્ટ ઘટીને 19,524 પર બંધ થયું હતું. નિફ્ટી બેંક 287 પોઈન્ટના ઘટાડા સાથે 44,301ના સ્તરે બંધ રહ્યો હતું. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 537 પોઈન્ટ ઘટીને 40,104 પર બંધ રહ્યું હતું.

ટેક મહિન્દ્રા, LTIMindtree અને વિપ્રો જેવા IT શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. પેઇન્ટ શેર્સની વાત કરીએ તો મોંઘા ક્રૂડ ઓઇલના કારણે દબાણ જોવા મળ્યું હતું. એશિયન પેઈન્ટ્સ અને બર્જર પેઈન્ટ્સ લગભગ 4-5%ના ઘટાડા સાથે બંધ થયા છે.

પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટના આધારે L&T આજે વધારા સાથે બંધ રહ્યો હતો. બજારના ઘટાડા વચ્ચે આજે આ શેર રેકોર્ડ ઊંચા સ્તરે બંધ થયો હતો. 3 ઓક્ટોબરના રોજ નવા પ્લેટફોર્મ પર શિફ્ટ થવાના સમાચાર પછી, MCX આજે 10%ની ઉપલી સર્કિટ પર બંધ થયો.

Cholamandalam Investment આજે 4% ના વધારા સાથે રેકોર્ડ હાઈ પર બંધ થયું. આ કંપની QIP દ્વારા રૂ. 2,000 કરોડ એકત્ર કરી રહી છે. ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 97 ડોલરને પાર થતાં ઓએનજીસી, ઓઈલ ઈન્ડિયામાં ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી મિડકેપના નબળા શેરોની યાદીમાં બર્જર પેઇન્ટ્સ, હનીવેલ ઓટોમેશન, મેરિકો અને એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્કના શેરોનો સમાવેશ થાય છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">