ગૌતમ અદાણીએ જાતે કર્યો ખુલાસો, 213 અબજ ડોલરનો વારસો કોને અને કેવી રીતે આપશે? જુઓ Video
ભારત અને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીએ નિવૃત્તિ લેવાનો સંકેત આપ્યો છે. એક ઈન્ટરવ્યુમાં તેણે પોતાની ઉત્તરાધિકારી પ્રણવ, કરણ, જીત કે સાગર... માટે વિશેષ ખુલાસો પણ કર્યો હતો. આ મુજબ અદાણી પરિવારના પારિવારિક ટ્રસ્ટમાં તેમના બે પુત્રો અને બે ભત્રીજાઓની સમાન ભાગીદારી હશે. આ સિવાય અન્ય બીજી માહિતી પણ તેમણે આ ઈન્ટરવ્યુમાં આપી હતી.
ગુજરાતી અને દિગ્ગજ બિઝનેસમેં ગૌતમ અદાણી જે ભારત અને એશિયાના અમીર વ્યક્તિઓમાં તેમનો સમાવેસ ગૌતમ અદાણીએ આગામી પેઢીને કમાન સોંપવાની તૈયારી કરી લીધી છે. અદાણીએ એક ઈન્ટરવ્યુમાં પોતાની ઉત્તરાધિકારી યોજનાનો ખુલાસો કર્યો હતો.
અદાણી ગ્રૂપ, દેશનું ત્રીજું સૌથી મોટું ઔદ્યોગિક ગૃહ, $213 બિલિયનનું બિઝનેસ ધરાવે છે અને તે ઘણા ક્ષેત્રોમાં ફેલાયેલું છે. ગૌતમ અદાણીએ તેમના વારસદારોને ટ્રસ્ટ દ્વારા નામાંકિત કર્યા છે. ગૌતમ અદાણીના પુત્રો કરણ અને જીત અદાણી અને ભત્રીજા પ્રણવ અને સાગરનો તેમાં સમાન હિસ્સો હશે. પ્રણવ તેના મોટા ભાઈ વિનોદ શાંતિલાલ અદાણીનો પુત્ર છે જ્યારે સાગર તેના બીજા ભાઈ રાજેશ અદાણીનો પુત્ર છે. અહીં અમે આ ચાર લોકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ અદાણી ગ્રુપનો વારસો સંભાળી રહ્યા છે.
હવે કંપનીએ અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીની નિવૃત્તિ યોજના અંગેની મૂંઝવણ દૂર કરી છે અને કહ્યું છે કે, વારસદારો અને પરિવારના ટ્રસ્ટમાં સમાન લાભકારી હિત વિશે ખોટી માહિતી આપવામાં આવી હતી. હાલમાં ગૌતમ અદાણીની નિવૃત્તિ અંગે કોઈ યોજના નથી. હાલમાં ગૌતમ અદાણીની ઉંમર 62 વર્ષ છે.
અદાણી ગ્રુપના ડિજિટલ બિઝનેસનું ધ્યાન રાખે છે જીત અદાણી
સૌ પ્રથમ વાત કરવામાં આવે ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીની તો તે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા-સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ એપ્લાઇડ સાયન્સમાં અભ્યાસ કર્યા બાદ 2019માં અદાણી ગ્રુપમાં જોડાયો હતો. જીત અદાણી દેશના સૌથી મોટા ખાનગી એરપોર્ટ નેટવર્ક અને અદાણી ગ્રુપના ડિજિટલ બિઝનેસનું ધ્યાન રાખે છે. તેઓ સંરક્ષણ અને ડિજિટલ ક્ષેત્રોમાં અદાણી જૂથ માટે ઘણી વૃદ્ધિની સંભાવના જુએ છે. અદાણી ડિજિટલ લેબ્સ એક સુપર એપ બનાવવાની તૈયારી કરી રહી છે જે અદાણી ગ્રુપના તમામ ગ્રાહકોની જરૂરિયાતોને પૂરી કરશે. શરૂઆતમાં, તેમણે ગ્રુપ CFO ઓફિસમાં પણ કામ કર્યું હતું જે વ્યૂહાત્મક ફાઇનાન્સ, મૂડી બજારો, જોખમ અને શાસન નીતિઓ સાથે કામ કરે છે.
કરણ અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડના MD
ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણ અદાણી તેણી ઉંમર 37 વર્ષ છે. પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડના MD છે. તે જૂથના સ્થાપિત વ્યવસાયો જેમ કે સિમેન્ટ, પોર્ટ અને લોજિસ્ટિક્સની દેખરેખ રાખે છે. અદાણી ગ્રૂપની વેબસાઈટ અનુસાર, કરણ APSEZ ને એક સંકલિત લોજિસ્ટિક્સ કંપનીમાં રૂપાંતરિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તેમનો ઉદ્દેશ્ય ભારતના પોર્ટ નેટવર્કને વિસ્તારવાનો છે. તેઓ 2030 સુધીમાં એક અબજ ટન વોલ્યુમ હેન્ડલ કરવાનું લક્ષ્ય ધરાવે છે.
મહત્વનું છે કે, કરણ અમેરિકાની પરડ્યુ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક છે. તેમણે APSEZની વિકાસ વ્યૂહરચના સફળતાપૂર્વક ચલાવી છે. આજે આ કંપની પાસે દસ પોર્ટ અને ટર્મિનલ છે.
અદાણી ગ્રુપના એગ્રો, ઓઈલ અને ગેસ બિઝનેસના એમડી પ્રણવ અદાણી
હવે વાત પ્રણવ અદાણીની કરવામાં આવે તો તે અદાણી ગ્રુપના એગ્રો, ઓઈલ અને ગેસ બિઝનેસના એમડી છે અને ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના ડિરેક્ટર પણ છે. 1999 થી, તેમણે અદાણી વિલ્મર લિમિટેડમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેની ફોર્ચ્યુન બ્રાન્ડ દેશના ખાદ્ય તેલ બજારમાં 20% થી વધુ હિસ્સો ધરાવે છે.
અદાણી ગ્રુપની વેબસાઈટમાં જણાવ્યા અનુસાર, અદાણી એગ્રી લોજિસ્ટિક્સ અને અદાણી એગ્રી ફ્રેશ જેવી પહેલ પ્રણવના મગજની ઉપજ છે. અદાણી ગેસ લિમિટેડ આજે દેશની સૌથી મોટી લિસ્ટેડ શહેર ગેસ વિતરણ કંપની છે. આનો શ્રેય પણ ઘણી હદ સુધી પ્રણવને જાય છે. તેણે અદાણી રિયલ્ટીમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. પ્રણવ અદાણી મુંબઈના હાઈ-પ્રોફાઈલ પ્રોજેક્ટ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું પણ નેતૃત્વ કરી રહ્યા છે. પ્રણવ બોસ્ટન યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં બેચલર ઓફ સાયન્સની ડિગ્રી ધરાવે છે. તેણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી ઓનર્સ/પ્રેસિડેન્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામનો અભ્યાસ પણ કર્યો છે.
સાગર અદાણી ગ્રુપના એનર્જી બિઝનેસ અને ફાઇનાન્સનું કરે છે સંચાલન
સાગર અદાણી 2015 માં બ્રાઉન યુનિવર્સિટી, યુએસએમાંથી અર્થશાસ્ત્રની ડિગ્રી પૂર્ણ કર્યા પછી અદાણી જૂથમાં જોડાયા હતા. સાગર અદાણી ગ્રુપના એનર્જી બિઝનેસ અને ફાઇનાન્સનું સંચાલન કરે છે. અદાણી ગ્રીન એનર્જીના સોલર અને વિન્ડ પોર્ટફોલિયોની સ્થાપનાનો શ્રેય તેમને જાય છે. તેઓ રિન્યુએબલ એનર્જી પર પણ ધ્યાન આપી રહ્યા છે અને 2030 સુધીમાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક બનાવવાની યોજના બનાવી રહ્યા છે. અદાણી ગ્રુપની વેબસાઈટ જણાવે છે કે સાગર અદાણી હાલમાં કંપની ઓર્ગેનાઈઝેશન બિલ્ડિંગ તેમજ અદાણી ગ્રીન એનર્જીની તમામ વ્યૂહાત્મક અને નાણાકીય બાબતોનું ધ્યાન રાખે છે.