Budget 2023 : બજેટ વિશે લોકો ગૂગલ પર આ પ્રશ્નોના જવાબ શોધી રહ્યા છે, જાણો બજેટ શું છે અને તેની સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી
Budget 2023 : નાણા મંત્રાલયમાં આર્થિક બાબતોના વિભાગનો બજેટ વિભાગ એ બજેટની રચના માટે જવાબદાર નોડલ એજન્સી છે. બજેટ વિભાગ આગામી વર્ષ માટે અંદાજો તૈયાર કરવા માટે તમામ કેન્દ્રીય મંત્રાલયો, રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, સ્વાયત્ત સંસ્થાઓ, ડેપો અને સંરક્ષણ દળોને એક પરિપત્ર જાહેર કરે છે.

આગામી નાણાકીય વર્ષ 2023-24નું સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરી 2023ના રોજ રજૂ થવા જઈ રહ્યું છે. એક દિવસ પહેલા સરકાર સંસદમાં 2022-23નો આર્થિક સર્વે રજૂ કરવા જઈ રહી છે. બજેટમાં જ્યાં સરકાર આગામી વર્ષનો હિસાબ રજૂ કરે છે. બીજી તરફ ઇકોનોમિક સર્વે જણાવે છે કે ગત નાણાકીય વર્ષમાં અર્થવ્યવસ્થાની સ્થિતિ શું હતી.નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ આગામી નાણાકીય વર્ષ માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. કેન્દ્ર સરકારની હાલની ઇનિંગના છેલ્લા આ સંપૂર્ણ બજેટથી લોકોને ઘણી આશાઓ છે. કોરોના મહામારીને કારણે સર્જાયેલી આર્થિક મુશ્કેલીનો સામનો કરી ચૂકેલા ઓકો માટે સરકારે ઘણા પગલાં લીધા હતા પરંતુ હજુ પણ ઘણા મોટા પડકારો બાકી છે. એવું માનવામાં આવે છે કે નાણામંત્રી બજેટમાં આમ આદમીને લઈ આવકવેરામાં છૂટછાટથી લઈ ઘણાં અગત્યના પગલાંની જાહેરાત કરી શકે છે. જાણો સામાન્ય લોકો બજેટ વિશે ગૂગલ પર શું સર્ચ કરે છે.
બજેટનો અર્થ શું છે ?
બજેટ ફ્રેન્ચ શબ્દ બૌગેટ (Bougette) પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે ‘નાની બેગ’. સામાન્ય બજેટ એ નાણાકીય વર્ષના સમયગાળા દરમિયાન 1લી એપ્રિલથી 31મી માર્ચ સુધી સરકારની આવક અને ખર્ચના અંદાજોનું વિવરણ છે. બજેટમાં મુખ્યત્વે બે ભાગ હોય છે – આવક અને ખર્ચ. સરકારની તમામ આવક અને રાજસ્વને આવક કહેવાય છે અને સરકાર દ્વારા વાપરવામાં આવેલા તમામ રૂપિયાને ખર્ચ કહેવામાં આવે છે. ભારતના બંધારણના અનુચ્છેદ 112માં બજેટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યાં તેને બજેટ શબ્દનો ઉપયોગ ન કરતાં વાર્ષિક નાણાકીય વિવરણ કહેવામાં આવે છે.
બજેટના પ્રકાર કેટલા હોય છે ?
બજેટના ઘણા સ્વરૂપો છે. જેમાં સામાન્ય બજેટ , પરફોર્મન્સ બજેટ, આઉટકમ બજેટ, સંતુલિત બજેટ અને ઝીરો બેઝ્ડ બજેટનો સમાવેશ થાય છે. સામાન્ય બજેટ એ સામાન્ય પ્રકારનું બજેટ છે, જેમાં તમામ આવક અને ખર્ચનો હિસાબ રાખવામાં આવે છે.
બજેટ કોણ બજેટ બનાવે છે?
નાણા મંત્રાલયમાં આર્થિક બાબતોના વિભાગનો બજેટ વિભાગ એ બજેટની રચના માટે જવાબદાર નોડલ એજન્સી છે. બજેટ વિભાગ આગામી વર્ષ માટે અંદાજો તૈયાર કરવા માટે તમામ કેન્દ્રીય મંત્રાલયો, રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, સ્વાયત્ત સંસ્થાઓ, ડેપો અને સંરક્ષણ દળોને એક પરિપત્ર જાહેર કરે છે.