Breaking News : રેપો રેટ જાહેર, શું તમારી હોમ લોનનો EMI વધશે કે ઘટશે તે જાણો
ડિસેમ્બર 2025માં છેલ્લી વખત રેપો રેટમાં ફેરફાર થયો હતો. ત્યારથી 3 પોલિસીની જાહેરાત થઈ ચૂકી છે, અને વ્યાજ દરો યથાવત રહ્યા છે. એવી આશા હતી છે કે સતત ચોથી વખત વ્યાજ દરમાં કોઈ ફેરફાર થશે નહીં.

ભારતીય રિઝર્વ બેન્કની (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની 3 દિવસની પોલિસી મીટિંગ સોમવારે શરુ થઈ હતી. જેવી લોકોને આશા હતી એવું જ થયું છે. ભારતીય રિઝર્વ બેન્કે સતત ચોથી વખત પોલિસીમાં કોઈ ફેરફાર કર્યો નથી. છેલ્લી વખત પોલિસી રેટમાં ફેરફાર 2005માં થયો હતો. ત્યારબાદ RBI MPC એ રેપો રેટમાં 0.25% ઘટાડો કર્યો હતો. ત્યારથી, રેપો રેટ 5.25% પર રહ્યો છે. ગયા વર્ષે વ્યાજ દરમાં 1.25% ઘટાડો કરવામાં આવ્યો હતો.
આ વર્ષે ચાર નીતિ બેઠકો યોજાઈ છે, પરંતુ વ્યાજ દરમાં કોઈ ફેરફાર થયો નથી. નોંધપાત્ર રીતે, વિશ્વભરની ઘણી કેન્દ્રીય બેંકોએ ફુગાવાના પ્રતિભાવમાં વ્યાજ દરમાં વધારો કર્યો છે. દરમિયાન, RBI એ ભવિષ્ય માટે તટસ્થ વલણ જાળવવાનું નક્કી કર્યું છે.
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ 5 ઓગ્સ્ટ આજે બધુવારના રોજ નવી પોલિસી જાહેર કરતા કહ્યું કે, જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયાથી પશ્ચિમ એશિયામાં ફરી એકવાર સંઘર્ષ શરૂ થવાથી ઊર્જાના ભાવમાં અસ્થિરતા અને પુરવઠા શૃંખલાની અનિશ્ચિતતામાં વધારો થયો છે. સતત વૈશ્વિક અનિશ્ચિતતા હોવા છતાં, સ્થાનિક આર્થિક પ્રવૃત્તિ મજબૂત રહી છે, જે પ્રથમ ત્રિમાસિક ગાળા (Q1) માટે ઉપલબ્ધ ઉચ્ચ-આવર્તન સૂચકાંકો દ્વારા પુરાવા મળે છે.
#WATCH | RBI Governor Sanjay Malhotra says, “The re-escalation of the West Asia conflict since the first week of July has amplified volatility in energy prices and renewed uncertainty about supply chains. Amidst persistent global uncertainty, domestic economic activity has… pic.twitter.com/ficMOtoPzW
— ANI (@ANI) August 5, 2026
ફુગાવાનો અંદાજ ઓછો થયો
આરબીઆઈએ ફુગાવાના મોરચે જનતાને નોંધપાત્ર રાહત આપી છે. આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે આ વર્ષ માટે સીપીઆઈ ફુગાવાનો દર હવે 5 ટકા રહેવાનો અંદાજ છે, જે અમારા અગાઉના અંદાજ કરતાં 10 બેસિસ પોઈન્ટ ઓછો છે જે પહેલા ક્વાર્ટરમાં 5.3 ટકા, બીજા ક્વાર્ટરમાં 4.7 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 5.9 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 5.5 ટકા હતો. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, અપેક્ષા મુજબ, મુખ્ય ફુગાવો લક્ષ્ય કરતાં થોડો વધી ગયો છે. ફુગાવામાં આ વધારો ઈંધણ અને ખાદ્ય પદાર્થોના ભાવને કારણે છે.
RBI Governor Sanjay Malhotra says, “The headline inflation has edged up above target, as expected. The rise in inflation is due to fuel and food prices.” pic.twitter.com/KzvvfhI66u
— ANI (@ANI) August 5, 2026
જીડીપી વૃદ્ધિમાં વધારો
આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ નાંણાકિય વર્ષ 2027ના રિયલ જીડીપી ગ્રોથનું અનુમાન વધારી 6.7 ટકા કર્યું છે. જે ગત્ત અનુમાન થી 10 બેસિસ પોઈન્ટ વધારે છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રથમ ક્વાર્ટરમાં દેશનો વિકાસ દર 7 ટકા રહેવાની ધારણા છે, જ્યારે બીજા ક્વાર્ટરમાં 6.4 ટકા રહેવાની ધારણા છે. ત્રીજા ક્વાર્ટરમાં વૃદ્ધિ દર 6.5 ટકા રહેવાની ધારણા છે. ચોથા ક્વાર્ટરમાં વૃદ્ધિ દર 6.8 ટકા રહેવાનો અંદાજ છે.
