AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પોકેટ મની બચાવવાનો બેસ્ટ રસ્તો, દેશની આ 5 મોટી બેંકો બાળકો માટે ખોલી રહી છે ખાસ ‘ઝીરો બેલેન્સ’ ખાતા

આજના ડિજિટલ યુગમાં બાળકોને પૈસાનું મૂલ્ય અને નાણાકીય શિસ્ત શીખવવા માટે બેંકોએ શાનદાર સુવિધા શરૂ કરી છે. ડેબિટ કાર્ડ અને વીમા કવચ જેવા આકર્ષક ફીચર્સ સાથેના આ બેંક એકાઉન્ટ્સ વિશે વિગતવાર જાણો.

પોકેટ મની બચાવવાનો બેસ્ટ રસ્તો, દેશની આ 5 મોટી બેંકો બાળકો માટે ખોલી રહી છે ખાસ 'ઝીરો બેલેન્સ' ખાતા
Image Credit source: AI
| Updated on: May 24, 2026 | 8:43 PM
Share

આજના સમયમાં દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમનું બાળક નાની ઉંમરથી જ પૈસાની કિંમત સમજે અને બચત કરવાની સારી ટેવ કેળવે. વાલીઓની આ જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દેશની કેટલીક મોટી અને પ્રતિષ્ઠિત બેંકો બાળકો તેમજ કિશોરો (ટીનેજર્સ) માટે ખાસ ‘ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ’ની સુવિધા આપી રહી છે. આ ખાતાઓની મદદથી બાળકો માત્ર પોતાની પોકેટ મની કે સંબંધીઓ તરફથી મળેલી ગિફ્ટની રકમને સુરક્ષિત રાખી શકતા નથી, પરંતુ ડિજિટલ બેંકિંગના આ યુગમાં નાણાકીય વ્યવહારોની શરૂઆતી સમજ પણ મેળવી શકે છે.

આ એકાઉન્ટ્સમાં વાલીઓ માટે પેરેન્ટલ કંટ્રોલ, ડેબિટ કાર્ડ, મોબાઇલ બેંકિંગ અને ખર્ચ કરવાની દૈનિક મર્યાદા જેવી શ્રેષ્ઠ સુવિધાઓ મળે છે, જેથી વાલીઓ બાળકોની આર્થિક પ્રવૃત્તિઓ પર સરળતાથી નજર રાખી શકે છે.

જો તમે પણ તમારા બાળકો માટે આવું ખાતું ખોલાવવા માંગો છો, તો આ 5 શ્રેષ્ઠ બેંકિંગ વિકલ્પો વિશે જાણી લો:

  • કોટક મહિંદ્રા બેંક (Kotak Mahindra Bank)

કોટક મહિંદ્રા બેંક બાળકો માટે ‘કોટક માય જુનિયર એકાઉન્ટ’ (Kotak My Junior Account) ની સુવિધા આપે છે. આ ખાતું 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં કોઈ લઘુત્તમ બેલેન્સ (મિનિમમ બેલેન્સ) રાખવાની માથાકૂટ હોતી નથી. બાળકોને આ ખાતા સાથે પર્સનલાઈઝ્ડ જુનિયર ડેબિટ કાર્ડ આપવામાં આવે છે, જેમાં એટીએમમાંથી પૈસા ઉપાડવાની લિમિટ નક્કી કરેલી હોય છે. આ ઉપરાંત આ ખાતામાં જમા રકમ પર વ્યાજની સાથે શોપિંગ, ફૂડ અને એજ્યુકેશન સાથે જોડાયેલી ઘણી ખાસ ઓફર્સ પણ મળે છે.

  • બેંક ઓફ બરોડા (Bank of Baroda)

બેંક ઓફ બરોડાનું ‘બરોડા ચેમ્પ એકાઉન્ટ’ (Baroda Champ Account) બાળકો માટે ખૂબ જ લોકપ્રિય છે. 18 વર્ષ સુધીના બાળકો માટેના આ ખાતામાં પણ ઝીરો બેલેન્સની સુવિધા મળે છે. આ ખાતાની ખાસિયત એ છે કે તેના દ્વારા સ્કૂલની ફી ભરવા પર કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવતો નથી અને ફી જમા કરાવવા માટે દર મહિને એક ફ્રી ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) પણ આપવામાં આવે છે. 10 વર્ષથી વધુ ઉંમરના બાળકોને આકર્ષક થીમ આધારિત રૂપે ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેંકિંગ અને મોબાઇલ બેંકિંગ મળે છે. આ ખાતામાં મહત્તમ 1 લાખ રૂપિયા સુધીની રકમ રાખી શકાય છે.

  • ઇન્ડસઇન્ડ બેંક (IndusInd Bank)

ઇન્ડસઇન્ડ બેંક બાળકોમાં સેવિંગ્સની આદત વધારવા માટે ‘ઇન્ડસ યંગ સેવર એકાઉન્ટ’ (Indus Young Saver Account) ઓફર કરે છે. આ એકાઉન્ટ 10 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે ઉપલબ્ધ છે. બાળક પોતે અથવા વાલીની દેખરેખ હેઠળ આ ખાતું ઓપરેટ કરી શકે છે. આ એકાઉન્ટ સાથે કસ્ટમાઇઝ્ડ ડેબિટ કાર્ડ, ઓનલાઇન શોપિંગની સુવિધા અને પર્સનલાઇઝ્ડ ચેકબુક જેવી સુવિધાઓ આપવામાં આવે છે.

  • એચડીએફસી બેંક (HDFC Bank)

એચડીએફસી બેંકનું ‘કિડ્સ એડવાન્ટેજ એકાઉન્ટ’ (Kids Advantage Account) પણ એક આકર્ષક વિકલ્પ છે. આમાં મજબૂત પેરેન્ટલ કંટ્રોલ સાથે ડેબિટ કાર્ડ અને ચેકબુક મળે છે. વાલીઓ બાળકના રોજિંદા ખર્ચની મર્યાદા જાતે નક્કી કરી શકે છે અને તમામ ટ્રાન્ઝેક્શનને ટ્રેક કરી શકે છે. એટીએમ ઉપાડ, એસએમએસ એલર્ટ અને નેટ બેંકિંગ સિવાય આ ખાતા સાથે બેંક દ્વારા એજ્યુકેશન ઇન્સ્યોરન્સ કવર (શિક્ષણ વીમો) પણ આપવામાં આવે છે, જેથી કોઈ અણધારી દુર્ઘટનાના સમયે બાળકના ભણતર પર આર્થિક સંકટ ન આવે.

  • આઈડીબીઆઈ બેંક (IDBI Bank)

આઈડીબીઆઈ બેંકનું ‘કિડ્સ સેવિંગ એકાઉન્ટ’ (Kids Saving Account) બાળકો માટે ખાસ ડિઝાઇન કરેલા એટીએમ કાર્ડ, ચેકબુક અને અન્ય બેંકિંગ સુવિધાઓ સાથે આવે છે. જો કે આ ખાતામાં સરેરાશ લઘુત્તમ બેલેન્સ (મિનિમમ એવરેજ બેલેન્સ) રાખવાની શરત લાગુ પડે છે, પરંતુ બાળકોને બેંકિંગ સિસ્ટમ અને બચતના પાઠ શીખવવા માટે આ એક ઘણો ઉપયોગી વિકલ્પ સાબિત થઈ શકે છે. બાળકો બિનજરૂરી ખર્ચ ન કરે તે માટે આમાં પણ એટીએમ વિથડ્રોઅલની લિમિટ નક્કી હોય છે.

નાણાકીય નિષ્ણાતોના મતે, બાળકોને નાની ઉંમરથી જ બેંકિંગ વ્યવહારો અને બચતની આદત શીખવવી તેમને ભવિષ્યમાં આર્થિક રીતે જવાબદાર અને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરે છે. ડિજિટલ યુગમાં આવા સેવિંગ એકાઉન્ટ્સ બાળકોને સુરક્ષિત રીતે નાણાંનું સંચાલન શીખવવાની સુવર્ણ તક પૂરી પાડે છે.

પોસ્ટ ઓફિસની આ સરકારી સ્કીમમાં રોકાણ કરો અને ગણતરીના મહિનાઓમાં મેળવો બમણા રૂપિયા!

Follow Us
ભાલ પંથકમાં બે- બે મહિનાથી પાણી નથી આવતુ , છતા તંત્ર નીંદ્રાધીન- Video
ભાલ પંથકમાં બે- બે મહિનાથી પાણી નથી આવતુ , છતા તંત્ર નીંદ્રાધીન- Video
મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત!
મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત!
મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા દેખાયા મંત્રી 'મનસુખ માંડવિયા'
મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા દેખાયા મંત્રી 'મનસુખ માંડવિયા'
અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત
અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત
છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?
છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?
દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત! જુઓ Video
દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત! જુઓ Video
CNG, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ?
CNG, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ?
વાલીઓને મોટો ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધવાની શક્યતા-Video
વાલીઓને મોટો ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધવાની શક્યતા-Video
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, આજે તમારો આત્મવિશ્વાસ વધશે
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, આજે તમારો આત્મવિશ્વાસ વધશે
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
g clip-path="url(#clip0_868_265)">