ઘણીવાર તમેં કોઈ પણ શોપિંગ મોલ્સ અથવા માર્કેટમાં જાઓ છો ત્યારે બેંકના પ્રતિનિધિઓ મળે છે જે તમને તમને ફ્રીમાં ક્રેડિટ કાર્ડ(Credit Card)ની ઓફર આપે છે. બેંકના એજન્ટો તમને ક્રેડિટ કાર્ડના ઘણા ફાયદા કહે છે પરંતુ ઘણી વાર તમને ક્રેડિટ કાર્ડ પરના તમામ શુલ્ક વિશે માહિતી આપતા નથી. વિવિધ બેન્કો ક્રેડિટ કાર્ડ્સ પર વિવિધ પ્રકારનો ચાર્જ લગાવે છે જે જાણવું અગત્યનું છે. આજે અમે તમને જણાવી રહ્યાં છીએ કે ક્રેડિટ કાર્ડ દ્વારા કેટલા પ્રકારના ચાર્જીસ લેવામાં આવે છે: –
વાર્ષિક ચાર્જની સ્થિતિ
>> દરેકે બેન્કની પોલિસી અલગ અલગ છે.
>> કેટલીક બેંકો આ ચાર્જ લેતી નથી.
>> ઘણી બેંક ક્રેડિટ કાર્ડના વધુ ઉપયોગ પર શુલ્ક લેતી નથી
બાકી રકમ પર વ્યાજ
>> તે ચાર્જ ફક્ત તે લોકો પાસે લેવાય છે જે સમયસર ક્રેડિટ કાર્ડનું બિલ ભરતા નથી.
>> મિનિમમ DUE પેમેન્ટ પણ તમને વ્યાજથી બચાવી શકશે નહીં.
>> હંમેશા નિયત તારીખ સુધી તમારા ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવો
રોકડ ઉપાડનો ચાર્જ
>>જો તમે ક્રેડિટ કાર્ડમાંથી રોકડ ઉપાડ કરો છો, તો પછી તે રોકડ ઉપાડના દિવસથી લેવામાં આવશે.
>> જ્યાં સુધી તમામ રસ્તા બંધ ન થાય ત્યાં સુધી ક્રેડિટ કાર્ડમાંથી રોકડ ઉપાડવાનું ટાળો
સરચાર્જ
>> બેંકોના ક્રેડિટ કાર્ડ પર સરચાર્જ વસૂલવામાં આવે છે
>> ક્રેડિટ કાર્ડ આપતી વખતે બેન્ક સ્પષ્ટ કરે છે કે સરચાર્જ રિફંડ થશે
>> મોટાભાગની બેંકો ફક્ત અમુક હદ સુધી સરચાર્જ રિફંડ પ્રદાન કરે છે.
>> ક્રેડિટ કાર્ડ લેતા પહેલા સરચાર્જ વિશેની બધી માહિતી લો
વિદેશી ટ્રાંઝેક્શન ચાર્જ
>> ઘણી બેંકોના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વિદેશમાં પણ થઈ શકે છે.
>> જો તમે વિદેશમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યાં છો તો ધ્યાનમાં રાખો કે તેના પર ભારે વ્યાજ લાગે છે.
>> વિદેશ મુસાફરી કરતા પહેલાં, બેંકમાંથી જાણી લો કે વિદેશમાં ક્રેડિટ કાર્ડના ઉપયોગ માટે કેટલું ચાર્જ લેવામાં આવશે