આપણે દિવાળીના તહેવારમાં બક્ષિસ અને બોનસ સહિતના મળેલા લાભમાંથી સોનુ ખરીદવાનો આગ્રહ રાખીએ છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો આ સમયે સોનું ખરીદે છે. જો તમે સોનું ખરીદવાની તૈયારી કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે અગત્યના છે. એવું ન થવું જોઈએ કે તમે મોટા પ્રમાણમાં સોનું ખરીદ્યું હોય અને ઇન્કમટેક્સની નોટિસ તમારા ઘરે પહોંચી જાય.
જો તમારે સોનું ખરીદવું હોય તો તમે કહી શકો છો કે સોનું ક્યાંથી આવ્યું. તમે આનો વેલીડ સોર્સ અને પુરાવો આપી શકો છો, પછી તમે ઈચ્છો તેટલું સોનું ઘરે રાખી શકો છો, પરંતુ જો તમે કોઈ આવકનો સ્ત્રોત જાહેર કર્યા વિના ઘરમાં સોનું રાખવા માંગતા હોવ તો તેની મર્યાદા છે.
તમે કેટલું સોનું રાખી શકો છો?
નિયમો અનુસાર પરિણીત મહિલાઓ 500 ગ્રામ સોનું, અવિવાહિત મહિલાઓ 250 ગ્રામ અને પુરૂષો માત્ર 100 ગ્રામ સોનું આવકના પુરાવા આપ્યા વગર રાખી શકે છે. જો ત્રણેય કેટેગરીમાં નિયત મર્યાદામાં સોનું ઘરમાં રાખવામાં આવે તો આવકવેરા વિભાગ સોનાના દાગીના જપ્ત કરશે નહીં.
જો વિવિધ કેટેગરીના લોકો માટે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સોનું ઘરમાં રાખવામાં આવે છે તો તે વ્યક્તિને આવકનો દાખલો આપવો જરૂરી રહેશે. આમાં સોનું ક્યાંથી આવ્યું તેના પુરાવા આવકવેરા વિભાગને આપવા પડશે. CBDT એ 1 ડિસેમ્બર, 2016 ના રોજ એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં જણાવ્યું હતું કે જો નાગરિક પાસે વારસાગત સોના સહિત તેની પાસે સોનાનો માન્ય સ્ત્રોત ઉપલબ્ધ હોય અને તે તેને સાબિત કરી શકે તો નાગરિક ગમે તેટલા સોનાના દાગીના અને ઘરેણાં રાખી શકે છે.
ITR ફાઇલ કરતી વખતે માહિતી આપવી
જો કોઈ વ્યક્તિની વાર્ષિક આવક રૂ 50 લાખથી વધુ છે તો ઇન્કમ ટેક્સ રિટર્ન અથવા ITR ફાઇલમાં જ્વેલરીની જાહેર કરેલી કિંમત અને તેમની મૂળ કિંમત વચ્ચે કોઈ તફાવત હોવો જોઈએ નહીં. અન્યથા તમારે આનું કારણ સમજાવવું પડશે.
ટેક્સ નિયમ જાણો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિઝિકલ ગોલ્ડની ખરીદી પર 3 ટકા GST ચૂકવવો પડશે. બીજી તરફ જો આપણે ટેક્સ વિશે વાત કરીએ તો ગ્રાહક દ્વારા ફિઝિકલ ગોલ્ડ વેચવા પરની કર જવાબદારી તમે તેને કેટલા સમય સુધી તમારી પાસે રાખી છે તેના પર નિર્ભર કરે છે. જો સોનું ખરીદીની તારીખથી ત્રણ વર્ષની અંદર વેચવામાં આવે છે તો તેનાથી થતા કોઈપણ લાભને ટૂંકા ગાળાના મૂડી લાભ તરીકે ગણવામાં આવશે અને તે તમારી વાર્ષિક આવકમાં ઉમેરવામાં આવશે અને કર આવકવેરા સ્લેબ મુજબ ગણવામાં આવશે.
તેનાથી વિપરિત જો તમે ત્રણ વર્ષ પછી સોનું વેચવાનું નક્કી કરો છો, તો આ રકમને લાંબા ગાળાના મૂડી લાભ તરીકે ગણવામાં આવશે અને તેના પર 20 ટકાની કર જવાબદારી થશે. ઇન્ડેક્સેશન લાભો સાથે 4% સેસ અને સરચાર્જ પણ લાગુ થશે.
આ પણ વાંચો : આ Crypto Currency એ રોકાણકારોને 100 કલાકમાં કરોડપતિ અને પછી 10 મિનિટમાં રોડપતિ બનાવ્યાં, જાણો ચેતવણીરૂપ કિસ્સો