લોકોને જ્યારે રૂપિયાની જરૂરિયાત હોય છે ત્યારે બેંકમાંથી લોન લે છે. તેમા ઘણી વખત એવું પણ બને છે કે બેંક દ્વારા લોનની અરજીને રિજેક્ટ કરવામાં આવે છે. તે સમયે શું કરવું તે સમજાતું નથી. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો ચિંતા કરવાની જરૂર નથી. આજે આપણે સરળ ઉપાય વિશે જાણીશું. જેના દ્વારા બેંક તમને સરળતાથી લોન આપશે.
જો તમારી લોન અરજી રિજેક્ટ થઈ રહી છે તો પહેલા કારણ જાણો અને સમજો. તેના માટે ઘણા કારણો હોઈ શકે છે જેમ કે ઓછો ક્રેડિટ સ્કોર, ઓછી આવક, લોન ડિફોલ્ટ વગેરે. તેથી તમારી લોન અરજી કેમ રિજેક્ટ કરવામાં આવી છે તે શોધો અને તેને યોગ્ય બનાવવા માટે કામ કરો.
જો ક્રેડિટ સ્કોર ખરાબ થયો હોય તો લોન મળવાની શક્યતા ઓછી થઈ જાય છે. ખરાબ ક્રેડિટ સ્કોર સમયસર લોનની ચુકવણી ન કરવાને કારણે થાય છે. 750 થી ઉપરનો ક્રેડિટ સ્કોર લોન મેળવવાનું સરળ બનાવે છે. તમારી લોનની સમયસર ચૂકવણી ક્રેડિટ સ્કોરમાં વધારો કરે છે. નીચા ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયો જાળવો અને તમારા સ્કોર પર પ્રતિકૂળ અસરોને રોકવા માટે હાલના ક્રેડિટ કાર્ડને બંધ કરવાનું કે નવા ક્રેડિટ કાર્ડ લેવાનું ટાળો.
બેંક પાસે તમારી ચાલી રહેલી લોનની બધી જ વિગતો છે. સામાન્ય રીતે બેંક આવકના 30 થી 40 ટકાથી વધારે લોન આપતી નથી. જો તમારી માસિક આવક 50,000 રૂપિયા છે તો બેંક તમને 20,000 રૂપિયાનો હપ્તો ભરી શકો તે મૂજબ લોન આપશે. તેથી લોન લેતા પહેલા લોન અને આવકના ગુણોત્તરનું મૂલ્યાંકન કરો.
આ પણ વાંચો : તમે IPO ભરો છો અને શેર નથી લાગતા? હવે આઈપીઓ ભરતી વખતે આ રીત અજમાવજો
બેંકમાંથી લોન લેવા માટે ઘણા ડોક્યુમેન્ટ્સની જરૂર રહે છે. તેથી લોન માટે અરજી કરતા પહેલા તે તપાસો. જો તમારી પાસે બધા જ ડોક્યુમેન્ટ્સ યોગ્ય હશે તો બેંક સરળતાથી લોન આપે છે. જો કંઈક ખોટું કરવામાં આવે તો લોન એપ્લિકેશન રિજેક્ટ કરવામાં આવે છે.