Amul Franchisee Registration: ફક્ત દૂધ વેચીને કરો અઢળક કમાણી, આ રીતે શરૂ કરો અમૂલ સાથે Business
Amul Franchisee અપાવવાને લઈને ફ્રોડ થયાના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે, કે કોઈ વ્યક્તિ ફ્રેન્ચાઈઝી લેવા ઈચ્છુક છે તો પહેલાં 022-68526666 નંબર પર કોલ કરો અને સંપૂર્ણ માહિતી અહીંથી મેળવો.
Amul Franchisee registration : ફ્રેન્ચાઈઝી(Franchisee) સિરીઝ હેઠળ આજે અમે તમને અમૂલ ડેરીની ફ્રેન્ચાઈઝી કેવી રીતે લેવી તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અમૂલ એક એવી ડેરી બ્રાન્ડ(brand) છે. જે ઘર – ઘરમાં જાણીતી છે. તેના ડઝનો ઉત્પાદનો છે અને બિઝનેસ મોડેલની દ્રષ્ટિએ આ એક એવું ક્ષેત્ર છે, જેમાં માંગ હંમેશા રહે છે. તેમાં રોકાણ પણ ખૂબ ઓછું છે અને તમારી આવક પહેલા દિવસથી જ શરૂ થઈ જાય છે.
અમૂલની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર દૂધ, બ્રેડ, ચીઝ, ચીઝ સોસ, પનીર, બેવરેજીસ, દહીં, આઈસ્ક્રીમ, ઘી, મિલ્ક પાવડર, ચોકલેટ, ફ્રેશ ક્રીમ, મીઠાઈઓ, હેપી ટ્રીટ, અમૂલ PRO, બેકરી પ્રોડક્ટ્સ જેવા કે ડઝનેક પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે.
જ્યારે તમે તેની વેબસાઇટની મુલાકાત લો છો, ત્યારે વેબસાઈટ ઉપર એક ફીચર આપેલું હોય છે. જેમાં જેમાં મોટા મોટા અક્ષરો હાઈલાઈટ થતાં હોય છે. જેમાં કંપની લોકોને સ્પષ્ટ જણાવે છે કે જો તમને તેની ફ્રેન્ચાઈઝી જોઈએ છે, તો 022-68526666 નંબર પર મેઈલ કરો અથવા કોલ કરો. આ સત્તાવાર કસ્ટમર કેર નંબર છે.
સવારે 10થી સાંજના 6 વાગ્યા સુધી કરી શકો છો કોલ
સોમવારથી શનિવાર સુધી આ નંબર સવારે 10થી સાંજના 6 વાગ્યા સુધી કોલ કરી શકાય છે. ફ્રેન્ચાઈઝી આપવા માટે કંપની 25,000 રૂપિયાની રીફંડેબલ સિક્યોરિટી ફી પણ લે છે. આ ચુકવણી ચેક અથવા ડ્રાફ્ટ દ્વારા કરી શકાય છે.
કંપની વારંવાર જણાવતી રહે છે કે ઘણી નકલી વેબસાઈટ્સ અમૂલના નામે લોકોને છેતરતી કરે છે, તેથી પેમેન્ટ ઓનલાઈન ટ્રાન્સફર ન કરો. કંપની તરફથી અહીં દરેક પ્રક્રિયા માટે કસ્ટમર કેરમાં કોલ કરવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે.
25 હજાર રુપિયા રિફંડેબલ સિક્યોરિટી ફી
અમૂલની મુખ્યત્વે બે પ્રકારની ફ્રેન્ચાઈઝી હોય છે. પ્રથમ પ્રેફર્ડ આઉટલેટ છે, જેને રેલ્વે પાર્લર અથવા કિઓસ્ક પણ કહેવામાં આવે છે. આ પાર્લર ખોલવા માટે 100-150 ચોરસ ફૂટ વિસ્તાર આવશ્યક છે. 25,000એ રિફંડેબલ સિક્યોરિટી ફીસ છે. આ ઉપરાંત ફર્નિચર અને વર્કિંગ કેપિટલ તરીકે વધુમાં વધુ 2 લાખ લેવામાં આવશે. ફ્રીઝર જેવા કેટલાક સાધનો ખરીદવાની પણ જરૂર રહેશે. આ પછી દુકાન શરૂ થઈ શકે છે. દૂધના દરેક પાઉચ પર 2.5 ટકાનું માર્જિન મળે છે. ચીઝ, માખણ, લસ્સી, ઘી, ક્રીમ જેવા ઉત્પાદનો પર 10 ટકા માર્જિન મળે છે. જ્યારે આઈસ્ક્રીમ જેવા ઉત્પાદનો પર 20 ટકા માર્જિન મળે છે.
સ્કુપિંગ પાર્લર માટે વધુ રોકાણની જરૂર છે
અમૂલનું બીજું ફ્રેન્ચાઈઝી મોડેલ માટે વધુ રોકાણ કરવાની જરુર પડે છે. તેને અમૂલ આઈસ્ક્રીમ સ્કૂપીંગ પાર્લર કહેવામાં આવે છે. આ માટે લઘુતમ ક્ષેત્ર પણ 300-350 ચોરસફૂટનું હોવું જોઈએ. 50 હજાર રૂપિયા સિક્યોરિટી ફી તરીકે જમા કરવાની રહેશે જે રિફંડેબલ છે. આ પાર્લર ખોલવા માટે ઓછામાં ઓછું 5-6 લાખનું રોકાણ કરવાનું રહે છે.
50% સુધી મળે છે માર્જિન
કમાણીની વાત કરીએ તો રેસિપિ આધારિત આઈસ્ક્રીમ, મિલ્કશેક, પિઝા, બર્ગર, સેન્ડવિચ જેવી વસ્તુઓ પર 50 ટકા સુધીનું માર્જીન મળે છે. સેલ્સ ટાર્ગેટ હાંસિલ કરવા પર કંપની તરફથી સ્પેશીયલ ઈન્સેટીવનો લાભ પણ મળે છે. એકંદરે જો કોઈ અમૂલ ફ્રેન્ચાઈઝી અથવા આઉટલેટ ખોલે છે, ત્યારે કમાણીનો આધાર વેચાણ પર રહેલો છે.
જો જગ્યા તમારી પોતાની છે તો ભાડુ લેવામાં આવશે નહીં. જો વેચાણ વધુ હશે તો કમાણી પણ વધુ થશે. દૂધના પેકેટ પર સૌથી ઓછું માર્જિન મળે છે. એક પેકેટ ટોન્ડ દૂધની કિંમત 49 રૂપિયા છે. આવી પરિસ્થિતિમાં એક દૂધ પેકેટના વેચાણ પર ફ્રેન્ચાઈઝી લેનારની આવક રૂપિયા 1.25 જેટલી હોય છે.
આ પણ વાંચો : Railway Privatisationને લઈ મોટા સમાચાર, ખાનગી ટ્રેન ચલાવવાને લઈ પ્રથમ દિવસે 7200 કરોડની બોલી લાગી