86 આંતરરાષ્ટ્રીય, 350 ડોમેસ્ટીક, કુલ 4500 મુસાફરો… અનંત અંબાણી અને રાધિકાના પ્રી-વેડિંગ સેરેમના કારણે જામનગર એરપોર્ટના તૂટ્યા તમામ રેકોર્ડ

ગુજરાતનું જામનગર એરપોર્ટ એક નાનું એરપોર્ટ છે. પરંતુ અનંત અંબાણી અને રાધિકાના લગ્ન પહેલાના સમારોહને કારણે, AAIએ આ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરવાની મંજૂરી આપી હતી.

86 આંતરરાષ્ટ્રીય, 350 ડોમેસ્ટીક, કુલ 4500 મુસાફરો... અનંત અંબાણી અને રાધિકાના પ્રી-વેડિંગ સેરેમના કારણે જામનગર એરપોર્ટના તૂટ્યા તમામ રેકોર્ડ
Anant Ambani-Radhika Merchant pre wedding
Follow Us:
| Updated on: Mar 04, 2024 | 1:11 PM

દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની ચર્ચામાં છે. ગુજરાતના જામનગરમાં આ ત્રિ-દિવસીય સમારોહમાં રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રખ્યાત હસ્તીઓએ ભાગ લીધો હતો. આવી સ્થિતિમાં જામનગર એરપોર્ટ પર મુસાફરોની અવરજવરમાં ભારે વધારો થયો છે.

આવી સ્થિતિમાં જામનગર એરપોર્ટના ડાયરેક્ટર ડી.કે.સિંઘે જણાવ્યું હતું કે 26 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધીમાં જામનગર એરપોર્ટ પર કુલ 4500 મુસાફરોની અવરજવર હતી. આ સમયગાળા દરમિયાન 350 ડોમેસ્ટિક અને 86 ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સની અવરજવર હતી. આ દિવસોમાં અત્યાર સુધીમાં 164 વિદેશી પ્રવાસીઓ જામનગર પહોંચ્યા છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ જામનગર એરપોર્ટ પર 26 ફેબ્રુઆરીથી 6 માર્ચ દરમિયાન આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનું સંચાલન કરવાની મંજૂરી આપી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જામનગર એરપોર્ટને ખાસ પરવાનગી આપવામાં આવી હતી

ગુજરાતનું જામનગર એરપોર્ટ એક નાનું એરપોર્ટ છે. પરંતુ અનંત અંબાણી અને રાધિકાના લગ્ન પહેલાના સમારોહને કારણે, AAIએ આ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરવાની મંજૂરી આપી હતી.

રિપોર્ટ અનુસાર જામનગર એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે આ એરપોર્ટ પર દિવસમાં માત્ર ત્રણ ફ્લાઈટની અવરજવર રહે છે. આ સિવાય રિલાયન્સની પાંચ ફ્લાઈટ્સ છે. પરંતુ લગ્ન પહેલાના સમારોહના કારણે 1 માર્ચના રોજ જામનગર એરપોર્ટ પર ફ્લાઈટની અવરજવરના તમામ રેકોર્ડ તૂટી ગયા હતા. 1 માર્ચના રોજ જામનગર એરપોર્ટ પર 160 ફ્લાઈટ્સની અવરજવર હતી, જેમાંથી 30 ફ્લાઈટ્સ ઈન્ટરનેશનલ હતી.

આ સમયગાળા દરમિયાન, વધતા જતા ટ્રાફિકનું સંચાલન કરવા માટે, જામનગર એરપોર્ટ ઓથોરિટીએ ભારત સરકારની પરવાનગીથી પાસપોર્ટ, વિઝા અને ઈમિગ્રેશન માટે એક્સ-રે મશીનોની સંખ્યામાં વધારો કર્યો હતો. આ સાથે કાઉન્ટરો પણ વધારવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પ્રસ્થાનનો નાનો વિસ્તાર પણ વિસ્તૃત કરવામાં આવ્યો હતો. ઉપરાંત મેનપાવર પણ વધારવામાં આવ્યું હતું અને એરપોર્ટ માટે વધારાના સાધનો પણ મંગાવવામાં આવ્યા હતા.

અંબાણી પરિવારનું જામનગર સાથે જોડાણ

ગુજરાતનું જામગનાર અંબાણી પરિવાર માટે ખૂબ જ ખાસ છે. અનંત અંબાણીના દાદી અને મુકેશ અંબાણીના માતા કોકિલાબેનનો જન્મ જામનગરમાં થયો હતો. ધીરુભાઈ અંબાણીએ પોતાના બિઝનેસની શરૂઆત જામનગરથી જ કરી હતી. બાદમાં મુકેશ અંબાણીએ પણ જામનગરથી જ બિઝનેસ સંભાળ્યો હતો.

નીતા અંબાણીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમના ત્રણ બાળકો ઈશા, આકાશ અને અનંતનું બાળપણ જામનગરમાં જ વીત્યું હતું. તે પોતાના બાળકોને પરિવારના મૂળ સાથે જોડાયેલા રાખવા માંગે છે.

મુકેશ અંબાણીના ત્રણ બાળકોમાં સૌથી નાના 28 વર્ષીય અનંત અંબાણી રિલાયન્સની ઘણી કંપનીઓના બોર્ડમાં ડિરેક્ટર છે. તેઓ રિલાયન્સની ન્યૂ એનર્જી લિમિટેડ, ન્યૂ સોલર એનર્જી લિમિટેડ અને રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર છે. રાધિકા એનકોર હેલ્થકેરના બોર્ડની ડિરેક્ટર છે.

Latest News Updates

સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">