Agriculture Budget 2022: નાણામંત્રીએ ખેડૂતોને આપી મોટી ભેટ, સરકાર MSP હેઠળ ખેડૂતોને આપશે 2.70 લાખ કરોડ

|

Feb 01, 2022 | 3:22 PM

Agriculture Budget 2022: નાણા મંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટમાં ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે તે માટે કૃષિ ક્ષેત્રમાં જુદી-જુદી જાહેરાત કરવામાં આવી છે.

Agriculture Budget 2022: નાણામંત્રીએ ખેડૂતોને આપી મોટી ભેટ, સરકાર MSP હેઠળ ખેડૂતોને આપશે 2.70 લાખ કરોડ
Agriculture Budget 2022

Follow us on

બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ (Union Finance Minister Nirmala Sitharaman)એ ખેડૂતોને મોટી ભેટ આપી છે. નાણામંત્રીએ આજે ​​રજૂ કરેલા બજેટમાં જાહેરાત કરી હતી કે સરકાર આગામી નાણાકીય વર્ષમાં MSP હેઠળ ખેડૂતોને 2.7 લાખ કરોડ રૂપિયા આપશે. કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સરકારે આ પગલું ભર્યું છે. સરકારના આ પગલાથી ખેડૂતોને આર્થિક લાભ થશે. પંજાબમાંથી સૌથી વધુ ડાંગરની ખરીદી કરવામાં આવી છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં લગભગ 77 લાખ ખેડૂતોને રૂ. 1,18,812.56 કરોડના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)નો લાભ મળ્યો છે.

ચાલુ નાણાકીય વર્ષમાં કૃષિનું સ્થિર પ્રદર્શન

ગઈકાલે રજૂ કરાયેલા આર્થિક સર્વે 2021-22માં જણાવાયું હતું કે કૃષિ ક્ષેત્રે કોવિડ-19ના આંચકાને સહન કરવાની ક્ષમતા દર્શાવી છે અને ચાલુ નાણાકીય વર્ષમાં 3.9 ટકાના દરે વૃદ્ધિ થવાની અપેક્ષા છે. સર્વેમાં સરકારને પાક વૈવિધ્યકરણ, સંલગ્ન કૃષિ ક્ષેત્રો અને નેનો યુરિયા જેવા વૈકલ્પિક ખાતરોને પ્રાધાન્ય આપવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. કૃષિને વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

કૃષિ અને સંલગ્ન ક્ષેત્રે કોવિડ-19ના આંચકા સામે સ્થિતિસ્થાપકતા દર્શાવી છે. પશુધન, ડેરી અને મત્સ્યઉદ્યોગ સહિતના સંલગ્ન ક્ષેત્રોમાં વૃદ્ધિ આ ક્ષેત્રની એકંદર વૃદ્ધિના ચાવીરૂપ પ્રેરક રહ્યા છે. સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2021-22 દરમિયાન, તે 3.9 ટકાના દરે વૃદ્ધિની અપેક્ષા છે, જે અગાઉના નાણાકીય વર્ષમાં 3.6 ટકા હતી.

નિર્મલા સીતારમણે બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે કરેલી જાહેરાતો

1. નાણા મંત્રીએ કહ્યું કે, 2021-22માં રવિ સિઝન અને ખરીફ સિઝનમાં ડાંગર અને ઘઉંની ખરીદી 1208 લાખ મેટ્રિક ટન થઈ છે, જે 163 લાખ ખેડૂતો પાસેથી ખરીદવામાં આવી હતી.

2. MSP આધારિત 2.37 લાખ કરોડની સીધી ચુકવણી સરકાર દ્વારા કરવામાં આવી છે.

3. નાણામંત્રીએ કહ્યું કે, આગામી વર્ષોમાં સમગ્ર દેશમાં કેમિકલ મુક્ત ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે.

4. આ દરમિયાન ગંગાના કિનારે રહેતા ખેડૂતોની જમીન પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ માટે 5 કિલોમીટર પહોળો કોરિડોર બનાવવામાં આવશે.

5. તેલીબિયાના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન અપાશે.

6. તેલીબિયાની આયાત પર આધાર ઘટાડાશે.

7. ડ્રોન મારફતે કૃષિ પર ભાર આપવામાં આવશે.

8. કેમિકલ ફ્રી નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપીશું.

9. રેલ્વે નાના ખેડૂતો તેમજ નાના અને મધ્યમ ઉદ્યોગો માટે નવા ઉત્પાદનો અને કાર્યક્ષમ લોજિસ્ટિક્સ સેવા બનાવશે.

10. ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપીશું.

11. રાજ્ય સરકારોને પ્રોત્સાહિત કરવામાં આવશે કે તેઓ પોતાના સિલેબસમાં ફાર્મિંગ કોર્સનો ઉમેરો કરે.

12. વર્ષ 2023ને મેગા અનાજ વર્ષ જાહેર કરવામાં આવશે.

13. 5 નદીઓને પરસ્પર જોડવામાં આવશે.

14. સિંચાઇ અને પીવાના પાણીની યોજનાઓમાં વધારો કરાશે.

15. ફળ અને શાકભાજીના ખેડૂતોને પેકેજ મળશે.

16. એગ્રી યુનિવર્સિટીને પ્રોત્સાહન આપવા પર ફોકસ.

17. કૃષિ સ્ટાર્ટઅપને NABARDથી ફન્ડિંગ કરાશે.

18. નાણામંત્રીએ કહ્યું કે ખેડૂતોને ડિજિટલ સેવાઓ પૂરી પાડવામાં આવશે અને ભારતમાં ગરીબી નાબૂદીના લક્ષ્ય પર જોરશોરથી કામ કરવામાં આવશે. ડ્રોન દ્વારા કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપશે. 100 ગતિ શક્તિ કાર્ગો ટર્મિનસ બનાવવામાં આવશે.

19. સીતારમણે કહ્યું કે બજેટથી ખેડૂતો, યુવાનોને ફાયદો થશે. આત્મનિર્ભર ભારતમાંથી 16 લાખ યુવાનોને નોકરી આપવામાં આવશે.

20. કૃષિ ક્ષેત્ર અને ખેતી સાથે સંકાળાયેલા સાધનોના ભાવમાં ઘટાડો થશે.

 

આ પણ વાંચો : Real Estate Budget 2022: PM આવાસ યોજના હેઠળ 80 લાખ નવા મકાનો બાંધવામાં આવશે

આ પણ વાંચો : Solar Energy Budget 2022 : સોલર એનર્જી માટે 19500 કરોડની વધુ ફાળવણી

Published On - 11:39 am, Tue, 1 February 22

Next Article