Solar Energy Budget 2022 : સોલર એનર્જી માટે 19500 કરોડની વધુ ફાળવણી
Solar Energy Budget 2022 : સોલર એનર્જી માટે 19500 કરોડની વધુ ફાળવણી કરવામાં આવી છે. કેન્દ્રીય નાણાપ્રધાન આજે નિર્મલા સિતારમણે 2022-2023નું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ બજેટ ઘણી રીતે ઐતિહાસિક છે કારણ કે કોરોનોનાના કારણે સતત બીજી વખત બજેટ પેપર પર છપાયું નથી.
Solar Energy Budget 2022 : સોલર એનર્જી માટે 19500 કરોડની વધુ ફાળવણી કરવામાં આવી છે.જેમાં વર્ષ 2030 સુધી સોલર એનર્જી ક્ષમતા 280 ગીગાવોટના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જોગવાઇ કરી છે. કેન્દ્રીય નાણાપ્રધાન આજે નિર્મલા સિતારમણે 2022-2023નું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ બજેટ ઘણી રીતે ઐતિહાસિક છે કારણ કે કોરોનોનાના કારણે સતત બીજી વખત બજેટ પેપર પર છપાયું નથી. કોરોના મહામારીના કારણે પાટા પરથી ઉતરી ગયેલી ઈકોનોમીને મજબૂત કરવા ઘણી મહત્વની જાહેરાત થઈ શકે છે. આ બજેટ એટલા માટે પણ ખાસ હશે કેમ કે, પાંચ રાજ્યની ચૂંટણી પહેલા બજેટમાં અનેક બુસ્ટર રાહત આપવામાં આવી શકે છે. આ વખતે ખેડૂતોમાં બુસ્ટર પેકેજ જાહેર કરવામાં આવી શકે છે. તો બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને લંબાવી શકે છે.
લોકસભામાં બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે દેશ હાલમાં કોરોનાની લહેરમાંથી પસાર થઈ રહ્યો છે, અમારું લક્ષ્ય સર્વાંગી કલ્યાણ છે. આ બજેટ 25 વર્ષ માટે પાયો નાખશે. ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આગામી નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિ 9.2% રહેવાની ધારણા છે. સાથે જ નાણામંત્રીએ કહ્યું કે, વર્તમાન વર્ષમાં ભારતની આર્થિક વૃદ્ધિ 9.2% રહેવાનો અંદાજ છે, જે મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધુ છે.
Budget 2022 : મુખ્ય હાઇલાઇટસ
કેન્દ્રીય નાણાપ્રધાન આજે નિર્મલા સિતારમણે 2022-2023નું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ બજેટ ઘણી રીતે ઐતિહાસિક છે કારણ કે કોરોનોનાના કારણે સતત બીજી વખત બજેટ પેપર પર છપાયું નથી.
- બે વર્ષમાં આવકવેરા રિટર્નની ભૂલોમાં સુધારો
- રાજકોષીય ખાધ 4 ટકા નીચે લાવવામાં આવશે.
- રાજકોષીય ખાધ ઘટાડીને 4.5 ટકા પર લાવવામાં આવશે
- આરબીઆઈ આ વર્ષે તેની ડિજિટલ કરન્સી લોન્ચ કરશે
- આરબીઆઈ 2022-23 માં ડિજિટલ ચલણ અમલમાં મૂકશે
- સંશોધનને પ્રોત્સાહન આપવા પર ભાર
- ઈલેક્ટ્રોનિક ચાર્જિંગ શહેરોમાં સ્ટેશનો વધારવામાં આવશે
- શહેરોમાં ઇલેક્ટ્રિક વાહનો વધારવામાં આવશે
- ઘઉં અને ડાંગરની ખરીદી માટે રૂ. 2.37 લાખ કરોડની MSP
- ચિપ ઇ-પાસપોર્ટ બનાવાશે
- મિશન વત્સલ 2022-2023માં ફૂડ એન્ડ ન્યુટ્રિશન 2.0 યોજના શરૂ કરાઈ
- 3 કરોડ 8 લાખ લોકોને નળના પાણીની યોજનાનો લાભ મળશે
- ગામડાઓ અને શહેરોમાં 80 લાખ નવા મકાનો બનાવવામાં આવશે
- 2 લાખ આધુનિક આંગણવાડીઓ બનાવવામાં આવશે
- પાણી યોજના પર 60 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ
- ખેડૂતોને MSP માટે 2.7 લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે
- નેશનલ ટેલિ-મેન્ટલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ શરૂ થશે
- શૈક્ષણિક ચેનલ 20 થી વધારીને 200 ચેનલ કરવામાં આવશે
- 400 વંદે ભારત ટ્રેનો દોડાવવામાં આવશે
- 100 ગતિશક્તિ કાર્ગોનું ઉત્પાદન થશે
- એક વર્ષમાં 25 હજાર કિલોમીટરનો નેશનલ હાઈવે બનાવશે
- આગામી પાંચ વર્ષમાં 60 લાખ નવી નોકરીઓ આપવામાં આવશે
- કોરોના સંકટ વચ્ચે પણ અર્થતંત્ર મજબૂત થઈ રહ્યું છે
આ પણ વાંચો : Railway Budget 2022 : 3 વર્ષમાં 400 વંદેભારત ટ્રેન ચલાવવામાં આવશે
આ પણ વાંચો : Railway Budget 2022 : દેશની લાઇફ લાઇન ગણાતી રેલ્વેના બજેટમાં આ જાહેરાતોની સંભાવના