નામ બડે દર્શન છોટે જેવો ઘાટ આ 50 કંપનીનાં શેર રોકાણકારો માટે થયો, જાણો શું કહ્યુ નિષ્ણાંતોએ

25 જાન્યુઆરી, 2020 થી નિફ્ટીમાં 42.57 ટકાનો વધારો જોવા મળ્યો છે. 23 માર્ચ, 2020 થી ઇન્ડેક્સમાં 130 ટકાનો ઉછાળો આવ્યો છે.

નામ બડે દર્શન છોટે જેવો ઘાટ આ 50 કંપનીનાં શેર રોકાણકારો માટે થયો, જાણો શું કહ્યુ નિષ્ણાંતોએ
શેરબજાર ઘટાડા સાથે બંધ થયું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 6:30 AM

છેલ્લા બે વર્ષથી ઈક્વિટી માર્કેટમાં તેજી હોવા છતાં ટોપ-100 ડોમેસ્ટિક કંપનીઓના સ્ટોક્સમાં 50નું પ્રદર્શન માર્કેટ કેપની દૃષ્ટિએ નિફ્ટી બેન્ચમાર્ક કરતાં ઓછું રહ્યું છે. આ કંપનીઓના શેર બજારમાં તેજી છતાં નફો આપવામાં નિષ્ફળ રહી છે. વિશ્લેષકો માને છે કે રોકાણકારો નવા Public Issues, મિડ કેપ્સ અને સ્મોલ કેપ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. જેના કારણે આ બ્લુ ચિપ્સ કંપનીઓના શેરને લાઈમ લાઈટ મળી રહી નથી. રોકાણકારોનું ફોક્સ ન મળવાથી આમાંની કેટલીક કંપનીઓના શેરના મૂલ્યાંકન પર પણ અસર પડી શકે છે.

ઇક્વિનોમિક્સ રિસર્ચ એન્ડ એડવાઇઝરીના સીઇઓ જી. ચોકલિંગમ કહે છે કે માર્ચ 2020ની મહામારીથી 3-4 કરોડ નવા રિટેલ રોકાણકારો ઇક્વિટી માર્કેટમાં પોતાનું નશીબ અજમાવી રહ્યા છે. તેઓ ઉચ્ચ જોખમ ધરાવતા સ્ટોક્સ ખરીદી રહ્યા છે તેની અસર આ બ્લુ ચિપ કંપનીઓના શેર પર અસર પડી છે. આમાંથી માત્ર જૂજ શેરોએ સારું પ્રદર્શન કર્યું છે.

આ કંપનીઓએ રોકાણકારોને કમાણી આપી નથી

છેલ્લા બે વર્ષમાં સારી કામગીરી ન કરનાર 50 નિફ્ટી કંપનીઓમાં HDFC Bank , HUL, HDFC, Bharti Airtel, Kotak Bank, maruti , ONGC અને Nestleનો સમાવેશ થાય છે. ITC, Axis Bank, Coal India, BPCL, ICICI Lombard, Colgate, Petronet, Indraprastha Gas અને Federal Bank જેવી કંપનીઓના શેર છેલ્લા બે વર્ષથી તેમના ભાવથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

નિફ્ટીમાં 130 ટકાનો ઉછાળો આવ્યો

હકીકતમાં 25 જાન્યુઆરી, 2020 થી નિફ્ટીમાં 42.57 ટકાનો વધારો જોવા મળ્યો છે. 23 માર્ચ, 2020 થી ઇન્ડેક્સમાં 130 ટકાનો ઉછાળો આવ્યો છે. રોગચાળાને કારણે ઝડપી વેચાણને કારણે એક સમયે તે 7,511ની ચાર વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો.

ઓવર વેલ્યુએશને ડૂબાડયા

જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયર કહે છે કે આમાંના ઘણા બ્લુ ચિપ શેરોએ ખરાબ પ્રદર્શન કર્યું હતું કારણ કે તે વધુ પડતામૂલ્યાંકન ધરાવતા હતા. રોગચાળો ફાટી નીકળવાના કારણે રોકાણકારોનો વિશ્વાસ હાંસલ કરી શકાયો ન હતો. અર્થવ્યવસ્થાના નબળા પ્રદર્શન પછી તેની શરૂઆત થઈ હતો. આની અસર કંપનીઓની સંપત્તિની ગુણવત્તા, દેવામાં વધારો, કિંમતો અને નફાકારકતા પર પડી છે. આ ઉપરાંત વિદેશી રોકાણકારો દ્વારા વેચાણને કારણે ઓક્ટોબર 2021 થી બેંકોની સ્થિતિ બગડી છે. ઉંચા વેલ્યુએશનને કારણે ઘણી FMCG કંપનીઓના શેરનું પ્રદર્શન પણ ખરાબ રહ્યું હતું.

આ પણ વાંચો :  Budget 2022: RBIના ભૂતપૂર્વ ગવર્નર ડી સુબ્બારાવે કહ્યું- બજેટમાં અસમાનતાને દૂર કરવા અને રોજગાર પેદા કરવા પર ભાર મૂકવો જોઈએ

આ પણ વાંચો : Air India Handover: મહારાજાની ઘરવાપસી, Tata ગ્રૂપને સત્તાવાર રીતે સોંપાઈ એર ઈન્ડિયાની કમાન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">