કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે 1 ફેબ્રુઆરીને બુધવારે સંસદમાં નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પાંચમું બજેટ છે. આ બજેટમાં દેશના આર્થિક વિકાસ અને અર્થવ્યવસ્થાને લગતા વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે પ્રાચીન ગ્રંથોને લઈને મોટી જાહેરાત કરી હતી. જેમાં દેશના બધા જ પ્રાચીન ગ્રંથોને જાળવવા માટેની કામગીરી કરવામાં આવશે.
આ પણ વાંચો : Budget 2023 : બિઝનેસ શરૂ કરવા માટે હવે માત્ર પાન કાર્ડ જ જરૂરી, કારોબારીઓને નાણામંત્રીની મોટી ગીફ્ટ
એક સમયે બિહારના મુઘલ શાસક બખ્તિયાર ખિલજી ખૂબ જ બીમાર પડી ગયા હતા. પરંતુ તે ભારતીય વૈદ્ય પાસે દવા કરવાની મનાઈ કરી રહ્યાં હતા. ત્યારે આચાર્ય રાહુલ શ્રીભદ્રજી તેમની પાસે કુરાન લઈ ગયા અને કહ્યું કે કુરાનના પાના આનાથી આટલા વાંચવાથી તમારી તબીયત ઠીક થઈ જશે. તેમણે વાંચ્યું અને સારું થયું. છતા પણ તે ખુશ થયો ન હતો, જેથી તે ખૂબ જ ગુસ્સો આવ્યો કે આ ભારતીય વૈદ્યનું જ્ઞાન તેના ડૉક્ટરો કરતાં કેમ સારું છે. બૌદ્ધ ધર્મ અને આયુર્વેદની તરફેણ સ્વીકારવાને બદલે, તેમણે 1199 માં નાલંદા યુનિવર્સિટીમાં જ આગ લગાવી દીધી. એટલા બધા પુસ્તકો હતા કે આગ લાગી તો પણ ત્રણ મહિના સુધી પુસ્તકો સળગતા રહ્યા હતાં.જેના કારણે આપણે આપણા પ્રાચીન ગ્રંથોની સુરક્ષા અને જતન કરવું અત્યંત મહત્વ છે.
ડિજિટલ લાઇબ્રેરી એ એક પુસ્તકાલય છે. જેમાં પુસ્તકોના ડિજિટલ સંસ્કરણો ઉપલબ્ધ છે. તેમાં ઇલેક્ટ્રોનિક અથવા ડિજિટલ ફોર્મેટમાં ટેક્સ્ટ, ફોટો, વિડિયો અથવા ઑડિયો પણ શામેલ છે. ડિજિટલ લાઇબ્રેરીને ગમે ત્યાંથી એક્સેસ કરી શકાય છે, જેથી દેશના દરેક ખૂણે રહેતા લોકોને તેનો લાભ મળશે. ડિજિટલ લાઇબ્રેરીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હાઇ સ્પીડ લોકલ નેટવર્ક, રિલેશનલ ડેટાબેસેસ, વિવિધ સર્વર્સ અને ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે.
ડિજિટલ લાઇબ્રેરી કોઈપણ ઇન્ટરનેટ સક્ષમ ઉપકરણ પર ઍક્સેસ કરી શકાય છે. ડેટાબેઝની દ્રષ્ટિએ તે કોઈપણ ભૌતિક પુસ્તકાલય કરતાં મોટી હશે. તેની સ્ટોરેજ સ્પેસ લગભગ અમર્યાદિત હશે, જે વિશ્વભરના પુસ્તકો સુધી બાળકોની પહોંચ વધારશે. આ સિવાય ડિજિટલ લાઇબ્રેરીમાં 24×7 એક્સેસ કરી શકાય છે. લાઇબ્રેરીને ગમે ત્યાંથી અને ગમે ત્યારે એક્સેસ કરી શકાય છે અને તેનો ડેટા સતત વધતો રહેશે. ડિજિટલ લાઇબ્રેરીનો એક ફાયદો એ છે કે ઘણા વિદ્યાર્થીઓ એક સાથે એક જ પુસ્તકનો ઉપયોગ કરી શકશે.