Budget 2022 Share Market Updates : શેરબજારે બજેટને વધાવ્યું, Sensex 848 અને Nifty 264 અંક વધારા સાથે બંધ થયા

સપ્તાહના પ્રથમ દિવસે અને મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં સારી તેજી રહી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 814 પોઈન્ટ વધીને 58,014 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 231 પોઈન્ટ વધીને 17,339 પર બંધ થયો હતો.

Budget 2022 Share Market Updates : શેરબજારે બજેટને વધાવ્યું, Sensex  848 અને Nifty 264 અંક વધારા સાથે બંધ થયા
બજેટને લઈ બજાર આશાસ્પદ : પ્રારંભિક કારોબારમાં તેજી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2022 | 3:39 PM

Budget 2022 Share Market  : નાણામંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman) નાણાકીય વર્ષ 2022-23 માટે સામાન્ય બજેટ રજૂ કર્યુંછે.  બજેટને શેરબજારે વધાવ્યું હતું જે 1000 અંક સુધી વધ્યું હતું. કારોબારના અંતે શેરબજારમાં સેન્સેક્સ 1.46 ટકા અને નિફટી 1.52 ટકા વધારો દર્જ કરીને બંધ થયું છે.  ગઈકાલે આર્થિક સર્વેની રજૂઆત બાદ પણ  બજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. આજે શેરબજાર મજબૂત સ્થિતિમાં ખુલ્યું હતું. Sensex 58,672.86 ઉપર ખુલ્યો હતો જે ઉપલા સ્તરે 59,032.20 સુધી નજરે પડ્યો હતો. Nifty ની વાત કરીએ તો ઇન્ડેક્સ 17,622.40 સુધી ઉછળ્યો હતો. આ સૂચકઆંકએ આજે 17,529.45 ઉપર કારોબારની શરૂઆત કરી હતી. જોકે 1000 અંકની વૃદ્ધિ દેખાડનાર બજાર  બપોરે 1 વાગ્યા બાદ બપોરે 1.17 વાગે લાલ નિશાન નીચે સરકી ગયું હતું જોકે ફરી રિકવરી પણ થઇ હતી અને બજાર ફરી મજબૂત સ્થિતિમાં પહોંચ્યું હતું.

શેરબજારની છેલ્લી સ્થિતિ

SENSEX 58,862.57+848.40 
NIFTY 17,604.10+264.25 

સરકારી કંપનીઓનું વિનિવેશ

બજેટ 2022 ના ભાષણ દરમ્યાન નાણામંત્રી સીતારમણે કહ્યું કે એર ઈન્ડિયાનું ડિસઈન્વેસ્ટમેન્ટ પૂર્ણ થઈ ગયું છે અને એલઆઈસીનો આઈપીઓ ટૂંક સમયમાં આવશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

બજેટમાં ડિજિટલ પેમેન્ટ પર ફોકસનો ઉલ્લેખ

નાના મંત્રી નિર્મળા સીતારામણ દ્વારા બજેટ ભાષણમાં ડિજિટલ પેમેન્ટ પર ફોકસનો ઉલ્લેખ  કરતા Paytm નો  શેર 5% થી વધુ  ઉછળ્યો  છે. હાલ સ્ટોક  964.00 +47.15 (5.14%) પર ટ્રેડ થઇ રહ્યો છે.

Battery Swapping Policy થી આ સ્ટોક્સ ઉછળ્યા

બજેટમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ઇલેક્ટ્રિક વાહનો પર ખૂબ ભાર મૂક્યો હતો અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે બેટરી સ્વેપિંગ પોલિસી(Battery Swapping Policy) ની જાહેરાત કરી હતી. આ સિવાય નાણામંત્રીએ બજેટમાં સમજાવ્યું કે ઇલેક્ટ્રિક વાહનો માટે બેટરી સ્વેપિંગ પોલિસી જરૂરી છે અને ખાનગી ક્ષેત્રને ઇન્ફ્રા ડેવલપમેન્ટ માટે પ્રોત્સાહન આપવામાં આવશે. આ નિવેદન બાદ બેટરી કંપનીના શેર્સ ઉછળ્યા હતા.

Amara Raja Batteries Ltd 623.25 +4.05 (0.65%)

Open 624.15 High 633.80 Low 619.45

Exide Industries Ltd 175.10 +1.45 (0.84%)

Open 173.55 High 178.65 Low 173.25

SENSEX TOP GAINERS

Company Name High Low Last Price Prev Close % Gain
Sun Pharma 879.95 841.1 879.6 834.15 5.45
IndusInd Bank 906.75 880 902.05 871.85 3.46
ICICI Bank 812.2 800 810.35 789.25 2.67
Tata Steel 1,120.95 1,086.60 1,113.00 1,085.45 2.54
HDFC 2,579.80 2,535.60 2,574.10 2,521.00 2.11

30 પૈકી 28 શેરમાં વધારો

આજે સેન્સેક્સમાં માત્ર બે શેરો ઘટ્યા હતાજે ડૉ.રેડ્ડી અને આઈ.ટી.સી છે. સેન્સેક્સમાં અપર સર્કિટમાં 168 અને લોઅર સર્કિટમાં 183 શેર છે. આનો અર્થ એ છે કે એક દિવસમાં, આ શેર ન તો ઘટી શકે છે અને ન તો ચોક્કસ મર્યાદાથી વધી શકે છે.

બજેટના દિવસે રોકાણકારોને સારી કમાણી

ગઈકાલે માર્કેટ કેપ રૂ. 264.45 લાખ કરોડ હતું જે આજે રૂ. 267 લાખ કરોડથી વધુ છે. દરમિયાન નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 200 પોઈન્ટ વધીને 17,549.30 પર પહોંચ્યો હતો. સેન્સેક્સ આજે 658 પોઈન્ટ વધીને 58,672 પર ખુલ્યો હતો. પ્રથમ કલાકમાં તે 58,750 ના ઉપલા સ્તરે અને 58,493 ના નીચલા સ્તરે પહોંચ્યો હતો.

આ સ્ટોકમાં 10% થી વધુનો ઉછાળો

Company Prev Close (Rs) Current Price (Rs) % Gain 
Sumuka Agro Ind 23 27.6 20
Rajkumar Forge 52.55 60 14.18
Chemfab Alkalis 194.1 220.4 13.55
The Indian Wood Prod 36.3 40.05 10.33
Angel Fibers 26 28.6 10

મોદી સરકારનું  10મું બજેટ રજૂ થઇ રહ્યું છે

મોદી સરકારનું આ 10મું અને બીજા કાર્યકાળનું ચોથું બજેટ છે. શેરબજારને પણ આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. બજેટના એક દિવસ પહેલા ઇકોનોમિક સર્વે 2022માં માર્કેટમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં 1.4 ટકાથી વધુનો વધારો થયો છે. પ્રી-બજેટ સત્રની રેલીમાં રોકાણકારોએ લગભગ રૂ. 4 લાખ કરોડની કમાણી કરી હતી. આર્થિક સર્વે અનુસાર, આગામી નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ 8-8.5 ટકા અને 2021-22માં 9.2 ટકા રહેવાની ધારણા છે. આ અહેવાલ બાદ બજારનું સેન્ટિમેન્ટ વધુ મજબૂત બન્યું હતું.બજેટ પહેલા FIIએ જાન્યુઆરીમાં ભારતીય બજારોમાં 41,346.35 કરોડનું વેચાણ કર્યું હતુંજાન્યુઆરીમાં FII ની વેચવાલી કરી હતી.

Nifty 50  TOP GAINERS

Company Name High Low Last Price Prev Close % Gain
Sun Pharma 881.9 839.85 874.05 834.5 4.74
Britannia 3,710.00 3,545.05 3,674.80 3,535.30 3.95
IndusInd Bank 906.55 879 894.35 872.1 2.55
HDFC Life 638.55 626.25 635.5 622.45 2.1
ICICI Bank 812.45 802.05 803.7 788.8 1.89

વૈશ્વિક સંકેત મજબૂત

એશિયાઈ બજારોમાં પણ લીલા નિશાન સાથે કારોબારની શરૂઆત થઈ. SGX નિફ્ટી 150 પોઈન્ટ વધીને 17,500 પર પહોંચ્યો હતો, જ્યારે નિક્કી 270 પોઈન્ટથી વધુ વધ્યો હતો. બજેટના દિવસે ગ્લૉબલ બજારોથી સારા સંકેત છે. SGX નિફ્ટી મજબૂત સ્થિતિમાં છે. US INDICESમાં પણ જોરદાર તેજી છે. નાસ્ડેક 3 ટકાથી વધુ દોડ્યો છે. મોટા ભાગના એશિયાના બજારોમાં LUNAR NEW YEAR ની રજા  છે.

આર્થિક સર્વેક્ષણ બાદ બજારમાં મજબૂત કારોબાર રહ્યો હતો

સપ્તાહના પ્રથમ દિવસે અને મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં સારી તેજી રહી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 814 પોઈન્ટ વધીને 58,014 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 231 પોઈન્ટ વધીને 17,339 પર બંધ થયો હતો. આઈટી કંપનીઓના શેર સારા વધ્યા હતા. રોકાણકારોએ 3 લાખ કરોડથી વધુની કમાણી કરી હતી. સંસદમાં આર્થિક સર્વેની રજૂઆત બાદ બજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. બપોરના એક તબક્કે સેન્સેક્સ એક હજારથી વધુ પોઈન્ટ ઉછળ્યો હતો. સવારે 700 પોઈન્ટ ઉછળ્યો હતો. લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 264.45 લાખ કરોડ છે શુક્રવારે તે રૂ. 261.23 લાખ કરોડ હતો.

આ પણ વાંચો : Budget 2022 : કોરોનાકાળના બીજા બજેટમાં શેરબજારની કેવી રહેશે ચાલ? જાણો છેલ્લા 10 વર્ષના બજેટ સમયે શેરબજારનો કેવો હતો મૂડ

આ પણ વાંચો :  Budget 2022 : શેરબજારની કમાણી ઉપર કેટલો ટેક્સ લાગે છે? જાણો શું છે નાણાં મંત્રી તરફ રોકાણકારોની અપેક્ષાઓ

g clip-path="url(#clip0_868_265)">