Budget 2022 : કોરોનાકાળના બીજા બજેટમાં શેરબજારની કેવી રહેશે ચાલ? જાણો છેલ્લા 10 વર્ષના બજેટ સમયે શેરબજારનો કેવો હતો મૂડ
ચાલુ વર્ષે 5 રાજ્યમાં ચૂંટણીઓ છે. આ ચૂંટણીઓના પરિણામોની અસર આગામી લોકસભા ચૂંટણીમાં દેખાવાની છે.
આજે શેર માર્કેટ(Share Market) સારા બજેટની અપેક્ષાઓ સાથે ખુલશે. આજે 1 ફેબ્રુઆરીએ નિર્મલા સીતારમણ બજેટ(Budget 2022) રજૂ કરશે. બજેટ પહેલા શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. મોટાભાગના ટ્રેડિંગ સેશનમાં બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. આજે બજેટના દિવસે માર્કેટ પરફોર્મન્સ (Share market performance budget day) કેવું રહેશે તેના પર દરેક વ્યક્તિની નજર રહેશે.
બજેટના દિવસે મોટાભાગે શેર બજારમાં નરમાશ દેખાય છે. છેલ્લા 10 વર્ષનો ટ્રેંડ જોઈએ તો પ્રણવમુખોજીથી નિર્મલા સીતારમણ સુધી નાણાં પ્રધાનના બજેટમાં 6 બજેટ બાદ માર્કેટ લાલ નિશાન તરફ ધકેલાયું છે. બજેટના દિવસે શેર બજારનું રિએક્શન ક્યારેક નરમ તો ક્યારેક આશ્ચર્યજનક રહે છે. બજેટના દિવસે છેલ્લા 10 વર્ષમાં માત્ર 4 વાર જ સેન્સેક્સમાં આગળ વધતું જોવા મળ્યું હતું બાકી બજાર તૂટ્યું છે.
ચૂંટણીઓના કારણે બજેટ રાહત આપનારું મળી શકે છે
ચાલુ વર્ષે ૫ રાજ્યમાં ચૂંટણીઓ છે. આ ચૂંટણીઓના પરિણામોની અસર આગામી લોકસભા ચૂંટણીમાં દેખાવાની છે. સરકાર કૃષિ અને આમ આદમીનું દિલ જીતવા એડી ચોટીનું જોર લગાડી શકે છે. આશા છે કે નાણાં મંત્રી નિર્મળ સીતારામણમાં ટેબ્લેટમાંથી આ બજેટમાં રાહતો અને અપેક્ષા મુજબની યોજનાઓનો વર્ષા થઇ શકે છે.
છેલ્લા 10 વર્ષમાં શેરબજરની બજેટના દિવસે સ્થિતિ
બજેટ રજૂ થવાની તારીખ |
નાણાં મંત્રી |
સેન્સેક્સ |
26 ફેબ્રુઆરી 2010 | પ્રણવ મુખર્જી | -175 |
28 ફેબ્રુઆરી 2011 | પ્રણવ મુખર્જી | 123 |
16 માર્ચ 2012 | પ્રણવ મુખર્જી | -220 |
28 ફેબ્રુઆરી 2013 | ચિદમ્બરમ | -291 |
10 જુલાઈ 2014 | અરુણ જેટલી | -72 |
28 ફેબ્રુઆરી 2015 | અરુણ જેટલી | 141 |
29 ફેબ્રુઆરી 2016 | અરુણ જેટલી | -52 |
01 ફેબ્રુઆરી 2017 | અરુણ જેટલી | 476 |
01 ફેબ્રુઆરી 2018 | અરુણ જેટલી | -59 |
05 જુલાઈ 2019 | સીતારામન | -395 |
01 ફેબ્રુઆરી 2020 | સીતારામન | -900 |
01 ફેબ્રુઆરી 2021 | સીતારામન | 2314 |
મોદી સરકારમાં બજેટના દિવસોમાં બજેટની બજાર ઉપર અસર
- બજેટ 2021ના દિવસે સેન્સેક્સમાં 5 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો હતો
- બજેટ 2020ના દિવસે માર્કેટમાં 2.42 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
- બજેટ 2019 (સંપૂર્ણ) માં જ્યારે નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું ત્યારે સેન્સેક્સ 2.43 ટકા ઘટ્યો હતો.
- બજેટ 2019 (વાચવાળાના) માં પીયૂષ ગોયલે ફેબ્રુઆરી 2019માં બજેટ રજૂ કર્યું ત્યારે સેન્સેક્સ 0.59 ટકા વધ્યો હતો.
- બજેટ 2018માં સેન્સેક્સ 0.16 ટકા ઘટ્યો હતો
- બજેટ 2017માં સેન્સેક્સ 1.76 ટકા વધ્યો
- બજેટ 2016ના બજેટમાં 0.66 ટકા ઘટ્યો
- બજેટ 2015માં તે 0.48 ટકા વધ્યો
કોંગ્રેસના શાસન દરમિયાન બજેટના દિવસોમાં બજારનું પ્રદર્શન
- બજેટ 2014માં ચિદમ્બરમે બજેટ રજૂ કર્યું ત્યારે સેન્સેક્સ 0.28 ટકા ઘટ્યો હતો
- બજેટ 2013 સમયે સેન્સેક્સ 1.52 ટકા ઘટ્યો હતો
- બજેટ 2012 પ્રણવ મુખર્જીએ રજૂ બજેટના દિવસે બજારમાં 1.19 ટકા ઘટ્યું હતું.
- બજેટ 2011ના રોજ સેન્સેક્સ 0.69 ટકા વધ્યો હતો તે બજેટ પણ પ્રણવ મુખર્જીએ રજૂ કર્યું હતું.
આ પણ વાંચો : Budget 2022 : શેરબજારની કમાણી ઉપર કેટલો ટેક્સ લાગે છે? જાણો શું છે નાણાં મંત્રી તરફ રોકાણકારોની અપેક્ષાઓ