AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ટેક્સપેયર્સ માટે ‘ગુડ ન્યૂઝ’! સરકાર નાના કરદાતાઓનો બોજ ઘટાડવા લાવશે ‘નવો પ્રસ્તાવ’

નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલ બજેટ 2026-27માં ઇન્કમ ટેક્સ ક્ષેત્રે મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં જૂના કાયદાના સ્થાને નવો 'ઇન્કમ ટેક્સ એક્ટ 2025' 1 એપ્રિલ 2026થી લાગુ થશે અને ટેક્સ ફોર્મ્સને સરળ બનાવવામાં આવશે.

Breaking News: ટેક્સપેયર્સ માટે 'ગુડ ન્યૂઝ'! સરકાર નાના કરદાતાઓનો બોજ ઘટાડવા લાવશે 'નવો પ્રસ્તાવ'
| Updated on: Feb 01, 2026 | 3:16 PM
Share

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ દરમિયાન નાના કરદાતાઓને (Small Taxpayers) મોટી રાહત આપી છે. સરકારે આ હેતુથી નવી ટેક્સ સ્કીમ લાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પગલાથી ટેક્સ ફાઇલિંગની પ્રક્રિયા સરળ બનશે અને પાલન (Compliance) નો બોજ ઘટાડવામાં મદદ મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

આ સાથે જ આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની સમયમર્યાદા અંગે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ITR-1 અને ITR-2 ફાઇલ કરવાની ડેડલાઇન હવે 31 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. અગાઉની નક્કી કરેલી સમયમર્યાદાની સરખામણીમાં આ વધારો લાખો કરદાતાઓને વધારાનો સમય અને રાહત આપશે.

સરકારે વિદેશમાં અભ્યાસ માટે મોકલવામાં આવતા નાણાં પર લાગતા TCS (Tax Collected at Source) માં પણ ઘટાડો કર્યો છે. હવે આના પર TCSનો દર 5% થી ઘટાડીને 2% કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણયથી વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો પર આર્થિક બોજ ઓછો થશે.

આ જાહેરાતથી એક તરફ નાના કરદાતાઓ અને પગારદાર વર્ગને રાહત મળશે, તો બીજી તરફ ટેક્સ સિસ્ટમને વધુ સરળ બનાવવાની દિશામાં આ એક મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. ITR ફાઇલિંગની લંબાવવામાં આવેલી સમયમર્યાદા અને TCSમાં ઘટાડાથી કરદાતાઓને વધારે સરસ નાણાકીય આયોજન કરવાની તક મળશે.

આ પણ વાંચો: Breaking News: ડ્રેગનને ટક્કર! ચીનની મોનોપોલીને તોડવા ભારતનો ‘માસ્ટરપ્લાન’ તૈયાર, ₹10,000 કરોડની મોટી જાહેરાત કરી

g clip-path="url(#clip0_868_265)">