વર્ષ 2023 વિશે શું કહી રહ્યું છે અંકશાસ્ત્ર ? જન્મના વર્ષના સરવાળા પરથી જાણો તમારું ભવિષ્ય !

|

Jan 03, 2023 | 6:22 AM

અંક ગણતરી મુજબ દેશમાં (Country) બેન્ક ક્ષેત્રમાં નવીન સુધારો, અંતરીક્ષ ક્ષેત્ર, શસ્ત્ર ક્ષેત્ર, વાયુ ક્ષેત્ર, પાવર, ગેસ, એનર્જી ક્ષેત્રમાં કોઈ નવીનકાર્ય થાય તેવું અનુમાન છે. રેલવે કે હવાઈ દુર્ઘટનાની સંભાવના બની શકે છે !

વર્ષ 2023 વિશે શું કહી રહ્યું છે અંકશાસ્ત્ર ? જન્મના વર્ષના સરવાળા પરથી જાણો તમારું ભવિષ્ય !

Follow us on

લેખક : ડો. હેમીલ પી લાઠીયા, જ્યોતિષાચાર્ય

વર્ષ 2023નો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે આપણે અંકોના આધારે પણ એ જાણી શકીએ છીએ કે આ વર્ષ વિવિધ મૂળાંક ધરાવતા લોકો માટે કહેવું રહેશે. સર્વ પ્રથમ આપણે અંકશાસ્ત્ર અનુસાર આ વર્ષનો જ મૂળાંક કાઢીને વર્ષ કેવું રહેશે તે વિશે જાણીએ.

વર્ષ 2023 એટલે, ૨ + ૦ + ૨ + ૩ = ૭ (આ વર્ષનો મૂળાંક 7 છે.)

આજનું રાશિફળ તારીખ : 08-01-2025
એફિલ ટાવરની ટોચ પર બનેલા સિક્રેટ રૂમની અંદર શું છે?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
નીમ કરોલી બાબાએ ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવા માટે જણાવ્યો મંત્ર
"ચાર લોગ કયા કહેંગે" આ વાક્ય પર કથાકાર જયા કિશોરીએ કહી મોટી વાત, જુઓ Video
Vastu Tips : મીઠાના ચમત્કારિક ઉપાયથી થશે રૂપિયાનો વરસાદ, જાણો

૭ આંક એ કેતુનો પ્રભાવ બતાવે છે, જે આકસ્મિક બાબત ઉપરાંત કોઈ વિષયને અંતિમ ચરણ સુધી લઈ જાય છે. નવી ઈચ્છા, જાગૃતિ, ધર્મ અધ્યાત્મ પણ બતાવે છે. તેના મિત્ર અંક ૪, ૫, ૬, ૮ છે. તો સમ અંક ૩ છે અને શત્રુ અંક ૧, ૨, ૯ છે. ભારત દેશનું આઝાદી વર્ષ ૧૯૪૭ છે. જે મુજબ ૧+ ૯+ ૪+ ૭= ૨૧ એટલે ૨ +૧= ૩ થાય છે. જે વર્ષ ૨૦૨૩ ના ૭ અંક મુજબ સમ છે. અંક ગણતરી મુજબ દેશમાં બેન્ક ક્ષેત્રમાં નવીન સુધારો, અંતરીક્ષ ક્ષેત્ર, શસ્ત્ર ક્ષેત્ર, વાયુ ક્ષેત્ર, પાવર, ગેસ, એનર્જી ક્ષેત્રમાં કોઈ નવીનકાર્ય થાય તેવું અનુમાન છે. ધાર્મિક મુદ્દે કોઈ બાબત બને, રાજકીય પક્ષમાં મોટા ફેરફાર થઈ શકે. કોઈ રાજ્યના મોટા પડતર પ્રશ્નનો ઉકેલ આવી શકે. રેલવે કે હવાઈ દુર્ઘટનાની સંભાવના બની શકે પણ એકંદરે સ્થિતિ નિયંત્રણમાં રહે. વર્ષ દરમિયાન એક સામાન્ય સુખાકારી વધુ રહે તેવું જણાય છે.
જન્મના વર્ષના સરવાળા મુજબ જે અંક આવે તે મુજબ એક સામાન્ય અંક ફળકથન વર્ષ ૨૦૨૩ માટે કરીએ તો તે નીચે અનુસાર જણાઈ રહ્યું છે.

૧. 

આત્મબળ ટકાવવું.

ઉતાવળ ન કરવી.

વ્યવહારુ બનવું.

૨. 

અતિ લાગણીશીલ ન થવું.

દરેક બાબતમાં માર્ગદર્શન લેવું.

ખર્ચ પર નિયંત્રણ રાખવો.

૩. 

નવા કાર્યના આયોજન બને.

પરિવર્તનના વિચાર રહે.

કામકાજમાં ફેરફાર થઈ શકે.

૪. 

અણધાર્યા નિર્ણય ન લેવા જોઇએ.

ઉશ્કેરાટથી દૂર રહેવું જોઇએ .

વર્ષ દરમિયાન લાભની શક્યતા !

૫. 

અતિ અપેક્ષા ન રાખવી.

વ્યવહારમાં તકેદારી રાખવી.

નવું શીખવા મળે.

૬. 

મનોરંજન પાછળ ખર્ચ થાય.

મુસાફરી સંભવિત બને.

દલીલ ન કરવી.

૭. 

ઉત્સાહ રહે.

નવીન કાર્ય થાય.

ધાર્મિક ભાવ રહે.

૮.

કામકાજમાં ધીરજ રાખવી.

ખોટી ઉતાવળ ટાળવી.

સહયોગ મળે.

દલીલબાજી ન કરવી.

કામમાં ચોકસાઈ રાખવી.

મુસાફરીમાં કાળજી રાખવી.

અંક મુજબ સાધારણ મુદ્દા જે કેટલીક સંભાવના મુજબ છે તેમાં પોતાના ઇષ્ટદેવની ભક્તિ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ પણ થાય છે.

(નોંધ- આ લેખમાં લખવામાં આવેલી વિગતો લેખકે પોતાના અધ્યયનના ધોરણે લખી છે, ટીવી 9 સંપૂર્ણપણે તમામ વિગતો સાથે સંમત જ છે તે હોવાને લઈ પુષ્ટી નથી કરતું.)

Next Article