Bhakti: પૌરાણિક કથાઓમાં પણ સિંદૂરનો ઉલ્લેખ, જાણો સિંદૂર સાથે જોડાયેલી રસપ્રદ માન્યતા

Bhakti: પૌરાણિક કથાઓમાં પણ સિંદૂરનો ઉલ્લેખ, જાણો સિંદૂર સાથે જોડાયેલી રસપ્રદ માન્યતા
Sindoor (Symbolic Image)

માન્યતા અનુસાર લક્ષ્મીમાતા પૃથ્વીના 5 સ્થાનો પર વાસ કરે છે. તેમાંથી એક સ્થળ છે મસ્તક. એટલે જ વિવાહિત મહિલાઓ સેંથામાં સિંદૂર ભરે છે. કહે છે કે તેનાથી ઘરમાં માતા લક્ષ્મીનો તેમજ સુખ સમૃદ્ધિનો વાસ થાય છે.

TV9 Bhakti

| Edited By: Pinak Shukla

Jan 22, 2022 | 6:37 AM

હિંદુ ધર્મમાં (hindu religion) સિંદૂરનું (sindoor) એક આગવું જ મહત્વ છે. સામાન્ય રીતે સિંદૂરને મહિલાઓ લગ્ન બાદ તેમના સેંથામાં લગાવતી હોય છે. સિંદૂર એક સ્ત્રી માટે સૌભાગ્યની નિશાની છે. તેમજ પરણેલી સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્યની કામના માટે સિંદૂર લગાવતી હોય છે. ત્યારે આવો, આ સિંદૂર શા માટે લગાવવામાં આવે છે તે સંબંધી રોચક માન્યતાઓ વિશે જાણીએ. અને પણ જાણીએ કે તેની સાથે કઈ કથાઓ જોડાયેલી છે.

સિંદૂર શેનું પ્રતિક ?

સિંદૂરનું મહત્વ હિંદુ પૌરાણિક કથાઓમાં છુપાયેલું છે. એક પ્રચલિત માન્યતા એવી છે કે આદ્યશક્તિએ સતી અવતારમાં તેમના પતિના સન્માન માટે તેમના જીવનની આહુતિ આપી દીધી. કહે છે કે સિંદૂર દેવીની તે જ ઊર્જાનું પ્રતિક છે. જે સ્ત્રીઓને અખંડ સૌભાગ્યના આશિષ પ્રદાન કરે છે. માન્યતા અનુસાર જે સ્ત્રી તેના સેંથામાં સિંદૂર પૂરે છે તેના પર સદૈવ દેવી પાર્વતીની કૃપા રહે છે. તેમજ દેવી હંમેશા જ તે સ્ત્રીના પતિની રક્ષા કરે છે. આ સિવાય પણ સિંદૂર સાથે અનેક માન્યતાઓ જોડાયેલી છે.

સિંદૂર સાથે જોડાયેલી માન્યતા

⦁ જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેષ રાશિનું સ્થાન મસ્તક પર હોય છે. મંગળ મેષ રાશિનો સ્વામી ગ્રહ છે. મંગળ ગ્રહનો રંગ લાલ હોય છે. જેને શુભ માનવામાં આવે છે. એટલે જ સિંદૂરને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે.

⦁ સિંદૂર એ સ્ત્રીની શક્તિનું પ્રતિક મનાય છે. આ શક્તિ એક પત્નીને કોઇપણ પ્રકારની મુશ્કેલીની સ્થિતિમાં પોતાના પતિની રક્ષા કરવામાં મદદ કરે છે.

⦁ ઉત્તરભારતમાં નવરાત્રિ તેમજ સંક્રાંતિના તહેવારમાં પરણેલી સ્ત્રીઓ માટે સિંદૂર લગાવવું અત્યંત અનિવાર્ય માનવામાં આવે છે. તેનાથી એ જાણવા મળશે કે સિંદૂર ધાર્મિક કારણોના કારણે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.હિન્દુ પરંપરાઓ પાછળ ઘણાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ જોડાયેલા છે.

⦁ સિંદૂરનો લાલ રંગ એક સ્ત્રીની ખુશીઓ, તાકત, સ્વાસ્થ્ય, સુંદરતા સાથે જોડાયેલ છે. આદિ અનાદિ કાળથી આ રંગ પરણેલી સ્ત્રીઓની ઓળખ અને સામાજિક રૂઆબનો પર્યાય બની ગયો છે.

⦁ એક માન્યતા એવી પણ છે કે વિવાહિત સ્ત્રીઓ જેટલો વધુ લાંબો સેંથો પૂરે એટલું વધુ તેમના પતિનું આયુષ્ય રહે છે. એટલે મોટાભાગની સ્ત્રીઓ માંગમાં સિંદૂર ભરે છે. સિંદૂરનો સંબંધ જીવનસાથીના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલ છે. પત્નીના શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય સાથે પણ તેનો સીધો સંબંધ છે,

પૌરાણિક કથાઓમાં સિંદૂર !

સિંદૂર લગાવવું કે સિંદૂરનું દાન કરવું તેનો ઇતિહાસ લગભગ 5000 વર્ષ પહેલાનો માનવામાં આવે છે. ધાર્મિક અને પૌરાણિક કથાઓમાં તેનું વર્ણન જોવા મળે છે. એવું કહેવામાં આવે છે કે માતા પાર્વતી પોતાના પતિ શિવજીને ખરાબ શક્તિઓથી બચાવવા માટે સિંદૂર લગાવતા હતા. માતા સીતા પણ પોતાના પતિ શ્રીરામની લાંબી ઉંમરની કામના માટે તથા મનની ખુશીઓ માટે સિંદૂર લગાવતા હતા. મહાભારત મહાકાવ્યમાં પણ દ્રોપદી નફરત અને નિરાશામાં પોતાના માથેથી સિંદૂર લૂછી દેતી હતી.

એક અન્ય માન્યતા એવી પણ છે કે લક્ષ્મીમાતા પૃથ્વીના 5 સ્થાનો પર વાસ કરે છે. તેમાંથી એક સ્થળ છે મસ્તક. એટલે જ વિવાહિત મહિલાઓ સેંથામાં સિંદૂર ભરે છે. જેના કારણે તેમના ઘરમાં માતા લક્ષ્મીનો તેમજ સુખ સમૃદ્ધિનો વાસ થાય. સિંદૂરની પ્રથા ભલે પૌરાણિક સમયથી ચાલી રહી હોય, પરંતુ આજના આધુનિક યુગમાં પણ તેનું મહત્વ ખૂબ જ છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ સપનામાં જો પોતાની જાતને કૂવામાં પડી જતાં જુઓ, તો જાણો શું હોય છે તેનો અર્થ ?

આ પણ વાંચોઃ સાત જન્મોના પાપનો નાશ કરી દેશે આ એક પાઠનો જાપ ! જાણો વિષ્ણુ સહસ્ત્રનામની મહત્તા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati