હનુમાનજીની પૂજા કરવાનું આ રહસ્ય તમે નહીં જાણતા હોવ ! બસ આટલું કરી લો મહાબલી થઈ જશે પ્રસન્ન
હનુમાનજીની તસવીર લગાવવાથી કોઈપણ પ્રકારની દુષ્ટ શક્તિઓ દૂર રહે છે. તો જુઓ વાસ્તુ અનુસાર ઘરમાં હનુમાનજીનું કેવું ચિત્ર લગાવવું જોઈએ.
secret of worshiping Hanumanji
Follow us on
હનુમાનજી કળિયુગના સૌથી પ્રભાવશાળી દેવતાઓમાં અગ્રણી દેવતા છે. કહેવાય છે કે કલયુગમાં જો તમે કોઈને જલદી પ્રસન્ન કરી શકો છો તો તે હનુમાનજી છે. મંગળવાર અને શનિવાર ભગવાન હનુમાનની પૂજા માટે શ્રેષ્ઠ દિવસો માનવામાં આવે છે. લોકો પોતાના ઘરમાં હનુમાનજીની તસવીર અથવા મૂર્તિ લગાવીને પૂજા કરે છે.
વાસ્તુ અનુસાર ઘરમાં હનુમાનજીની તસવીર લગાવવાથી તમારા ઘરમાંથી દરેક પ્રકારની પરેશાનીઓ અને બાધાઓ દૂર થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજીની તસવીર લગાવવાથી કોઈપણ પ્રકારની દુષ્ટ શક્તિઓ દૂર રહે છે. તો જુઓ વાસ્તુ અનુસાર ઘરમાં હનુમાનજીનું કેવું ચિત્ર લગાવવું જોઈએ.