ચૈત્રી નવરાત્રીમાં આ રીતે કરો દેવીની આરતી, તમામ આર્થિક સંકટોથી મળી જશે મુક્તિ !

જો તમે નોમની તિથિના દિવસે વિધિ વિધાન સાથે આંબાના વૃક્ષની લાકડીઓથી હવન (havan) કરો છો, તો તેના ધુમાડાની સાથે નકારાત્મક શક્તિઓ ઘરની બહાર નીકળી જાય છે. તેમજ આપના ઘરમાં સમૃદ્ધિનું આગમન થાય છે. એટલું જ નહીં હવન કરવાથી આપની આર્થિક સ્થિત પણ સદ્ધર બને છે.

ચૈત્રી નવરાત્રીમાં આ રીતે કરો દેવીની આરતી, તમામ આર્થિક સંકટોથી મળી જશે મુક્તિ !
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Mar 17, 2023 | 6:15 AM

જો આપના ધનનો ખોટા ખર્ચાઓમાં વ્યય થઇ રહ્યો હોય અને ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોય તો ચૈત્રી નવરાત્રીના નવ દિવસ આપના માટે સુવર્ણ તક લઇને આવ્યા છે. આ નવ દિવસો દરમ્યાન આપ કેટલાક અસરકારક ઉપાય અજમાવીને તમારી ધન સંબંધિત સમસ્યાઓને દૂર કરી શકો છો ! આ વખતે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ 22 માર્ચ, બુધવારથી થશે. કહે છે કે આ દરમ્યાન કેટલાક વિશેષ જ્યોતિષીય ઉપાય અજમાવીને આપ આપના ઘરની આર્થિક સ્થિતિ સદૈવ માટે સદ્ધર બનાવી શકશો. આવો, આજે કેટલાંક એવાં જ ઉપાયો વિશે વાત કરીએ.

લવિંગ-કપૂર પ્રજવલિત કરવા

કપૂરનો ઉપયોગ પૂજાપાઠમાં ઘણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પૂજા દરમ્યાન કપૂર પ્રજવલિત કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે. ત્યારે ચૈત્રી નવરાત્રી દરમ્યાન જો તમે નવ દિવસ સુધી માતાની કપૂર અને લવિંગથી કરો છો તો તે સવિશેષ ફળદાયી બની રહે છે. કહે છે કે તેનાથી આપના જીવનમાં આર્થિક લાભની પ્રાપ્તિ થાય છે.

માતાને લાલ સિંદૂર અર્પણ કરવું

નવરાત્રીમાં નવ દિવસ જ્યારે તમે માતા દુર્ગાની પૂજા કરો છો, ત્યારે તમારે તેમને લાલ રંગનું સિંદૂર જરૂરથી અર્પણ કરવું જોઈએ. કહે છે કે આ ઉપાય કરવાથી આપના જીવનમાં સદૈવ સમૃદ્ધિ બની રહેશે. જો આપ નવરાત્રીની નિત્ય પૂજા દરમ્યાન માતા દુર્ગાના અલગ અલગ નવ સ્વરૂપોની પૂજા કરો છો અને તેમને સિંદૂર અર્પણ કરો છો તો તેનાથી આપના જીવનમાં ધનપ્રાપ્તિના યોગ સર્જાય છે.

આજનું રાશિફળ તારીખ : 13-07-2024
ગુજરાતી દુલ્હન બની રાધિકા, ફર્સ્ટ લુક આવ્યો સામે, જુઓ તસવીર
Welcome Mommy, અનંત રાધિકાના લગ્ન માટે Jio સેન્ટર પહોંચી દીપિકા પાદુકોણ, જુઓ વીડિયો
આ મુસ્લિમ દેશમાં થયો હતો સૌથી ધનિક વ્યક્તિનો જન્મ
હાર્દિક પંડયાને નતાશા ભાભી નહીં, આ મહિલાનો છે સપોર્ટ
અનંત રાધિકાના લગ્નમાં ન ગયો મુંબઈ ઇન્ડિયન્સનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા, સામે આવ્યું કારણ

માતા લક્ષ્મીને ખીરનો પ્રસાદ અર્પણ કરવો

માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. અને શુક્રવાર એ દેવી લક્ષ્મીનો વાર મનાય છે. ત્યારે નવરાત્રીમાં શુક્રવારના દિવસે આપે માતા લક્ષ્મીને ચોખાની ખીરનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ. માન્યતા અનુસાર તેનાથી આપના ઘરમાં સમૃદ્ધિનું આગમન થશે. આપના જીવનમાં ખુશહાલી હંમેશા અકબંધ રહેશે. કહે છે કે આ ઉપાય ધનલાભ તો કરાવે જ છે, સાથે જ વ્યક્તિ પર જો કોઈ મોટું દેવું હોય તો એ પણ આ ઉપાયથી દૂર થઈ જાય છે. તમે આ દિવસે કોઈ ગરીબ કે જરૂરિયાતમંદને ભોજન ગ્રહણ કરાવો છો તો તે પણ આપના માટે વિશેષ ફળદાયી બની રહે છે.

આંબાના કાષ્ઠથી હવન કરો

નવરાત્રીના નવ દિવસોમાં દેવી ઉપાસના કર્યા બાદ હવન કરવાનું વિશેષ મહત્વ હોય છે. એવું માનવામાં આવે છે કે આપ નોમની તિથિના દિવસે વિધિ વિધાન સાથે આંબાના વૃક્ષની લાકડીથી હવન કરો છો, તો તેના ધુમાડાની સાથે નકારાત્મક શક્તિઓ તમારા ઘરની બહાર નીકળી જાય છે. અને આપના ઘરમાં સમૃદ્ધિનું આગમન થાય છે. એટલું જ નહીં, હવન કરવાથી આપના ઘરની આર્થિક સ્થિત પણ સારી બની રહે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Latest News Updates

ચાઈનીઝ સાયબર ચાંચીયાઓ સાથે મળીને છેતરપિંડી આચરવાનો કેસ, 13ની ધરપકડ
ચાઈનીઝ સાયબર ચાંચીયાઓ સાથે મળીને છેતરપિંડી આચરવાનો કેસ, 13ની ધરપકડ
MLA અમૃતજી ઠાકોરે અધિકારીઓને સરકારના એજન્ટ કહ્યા, જુઓ વીડિયો
MLA અમૃતજી ઠાકોરે અધિકારીઓને સરકારના એજન્ટ કહ્યા, જુઓ વીડિયો
અરવલ્લીઃ બેફામ બન્યા અસામાજીક તત્વો, યુવકને માર મારી રિવર્સ કાર ચડાવી
અરવલ્લીઃ બેફામ બન્યા અસામાજીક તત્વો, યુવકને માર મારી રિવર્સ કાર ચડાવી
વિવાદોના ઘેરામાં આવેલી IAS પૂજા ખેડકરની માતાનો જૂનો વીડિયો થયો વાયરલ
વિવાદોના ઘેરામાં આવેલી IAS પૂજા ખેડકરની માતાનો જૂનો વીડિયો થયો વાયરલ
કોમી એક્તાના દર્શન, મુસ્લિમ યુવકે પ્રચંડ પૂરમાંથી બચાવ્યો પૂજારીનો જીવ
કોમી એક્તાના દર્શન, મુસ્લિમ યુવકે પ્રચંડ પૂરમાંથી બચાવ્યો પૂજારીનો જીવ
કામરેજમાં NH 48 પરની સમસ્યાના મુદ્દાને સાંસદની હાજરીમાં મળી બેઠક
કામરેજમાં NH 48 પરની સમસ્યાના મુદ્દાને સાંસદની હાજરીમાં મળી બેઠક
ખાંભાના હનુમાનગાળા મંદિરને ખાલી કરાવવાના નિર્ણયનો ચોમેરથી વિરોધ- Video
ખાંભાના હનુમાનગાળા મંદિરને ખાલી કરાવવાના નિર્ણયનો ચોમેરથી વિરોધ- Video
વડોદરાના વાઘોડિયા રોડ પર પડ્યો મસમોટો ભૂવો
વડોદરાના વાઘોડિયા રોડ પર પડ્યો મસમોટો ભૂવો
છેલ્લા 8 કલાકમાં રાજ્યના 76 તાલુકામાં વરસાદ ખાબક્યો
છેલ્લા 8 કલાકમાં રાજ્યના 76 તાલુકામાં વરસાદ ખાબક્યો
શાંતિ એશિયાટિકમાં સ્કૂલમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનો ચોંકાવનારો ખૂલાસો
શાંતિ એશિયાટિકમાં સ્કૂલમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનો ચોંકાવનારો ખૂલાસો
g clip-path="url(#clip0_868_265)">