AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 0,0,0,0,0… જસપ્રીત બુમરાહ હીરોમાંથી ઝીરો કેમ બન્યો, આ છે સાચું કારણ

Jasprit Bumrah In IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ દુનિયાનો સૌથી ધાતક બોલર માનવામાં આવે છે. પરંતુ આ આઈપીએલ 2026માં તે એક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. તેને અત્યારસુધી એક પણ વિકેટ મળી નથી.

Breaking News : 0,0,0,0,0… જસપ્રીત બુમરાહ હીરોમાંથી ઝીરો કેમ બન્યો, આ છે સાચું કારણ
| Updated on: Apr 17, 2026 | 12:04 PM
Share

મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આઈપીએલ 2026માં વિકેટ શોધી રહ્યો છે. ટૂર્નામેન્ટની 5 મેચ રમી ચૂકેલા બુમરાહનું વિકેટનું ખાતું હજુ સુધી ખુલ્યું નથી. આ તેના કરિયરનું સૌથી લાંબો વિકેટલેસ સિલસિલો છે. જે ચાહકોને વધુ પરેશાન કરી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સનો સૌથી મોટો હીરો માનવામાં આવતો જસપ્રીત બુમરાહ આ સીઝનમાં ટીમ માટે ઝીરો સોબિત થયો છે. ના વિકેટ લઈ શક્યો છે તેમજ રનન પર રોકી શક્યો નથી. જે મેનેજમેન્ટ માટે સૌથી ચિંતાજનક વાત છે.

જસપ્રીત બુમરાહની હાલત ખરાબ

આઈપીએલ 2026માં જસપ્રીત બુમરાહે અત્યારસુધી પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ, રાજસ્થાન રોયલ્સ,દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ બોલિંગ કરી છે. આ મેચમાં તેમણે કુલ 164 રન બનાવ્યા છે. તેમજ તેનો ઈકોનોમી રેટ 8.63નો રહ્યો છે.જે હાઈ સ્કોરિંગ આઈપીએલમાં ખરાબ માની શકાય પરંતુ બુમરાહ જેવા સ્ટ્રાઈક બોલર પાસે વિકેટોની આશા હંમેશા વધારે રહે છે.

બુમરાહનું આ પ્રદર્શન આઈપીએલમાં તેના શાનદાર કરિયર મુકાબલે બિલકુલ અલગ છે. સામાન્ય રીતે તેને મેચ બદલનાર બોલર માનવામાં આવે છે, પરંતુ આ વખતે બેટ્સમેન તેને સરળતાથી શોધી રહ્યા છે. બુમરાહના ફોર્મ છતાં મુંબઈ ઈન્ડિયન્સ પણ સંઘર્ષ કરી રહી છે. ટીમ સતત ચાર હારનો સામનો કરી ચૂકી છે અને પોઈન્ટ ટેબલ પર નવમા સ્થાને છે.

જસપ્રીત બુમરાહ કેમ ફ્લોપ રહ્યો?

બેટ્સમેન હવે જસપ્રીત બુમરાહની સામે પહેલાથી વધારે આક્રમક અને આત્મવિશ્વાસ સાથે રમી રહ્યા છે. પહેલા જ્યાં બુમરાહનું નામ સાંભળતા બેટ્સમેન સતર્ક રહી જતાં હતા. હવે મોટા શોર્ટસ લગાવવાથી પણ ડરે છે. હવે આ કોઈ પણ ડર વગર શોર્ટ રમી રહ્યા છે. તેના બોલનો સામનો કરવાની બેટિંગ અપ્રોચમાં સ્પષ્ટ બદલાવ જોવા મળી રહ્યો છે. જે બુમરાહની વિકેટ લેવાની ક્ષમતા પર અસર નાંખે છે.

આ સિવાય તેના બોલિંગ પ્લાનમાં પણ એક મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. બુમરાહના ફોર્મમાં મોટી સમસ્યા નથી.પરંતુ તેની બોલિંગમાં સ્લોઅર ડિલીવરીનો ઉપયોગ વધારે થઈ રહ્યો છે. આ સીઝનમાં તે પોતાની 44 ટકા બોલ સ્લોઅર નાંખી રહ્યો છે. જેમાં તેની ગતિ ઘટી અંદાજે 130 કિલોમીટર પ્રતિ કલાકની થઈ છે. આટલી વધારે સ્લોઅર બોલ હોવાથી બેટ્સમેન સરળતાથી રમવા માટે તૈયાર હોય છે. જો બુમરાહ ફાસ્ટ બોલિંગ કરે છે, તો તેના ધીમા બોલ વધુ અસરકારક બની શકે છે.

ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહનો ચાલ્યો જાદુ, આવો છે ક્રિકેટરનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video
સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video
અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો
અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો
અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા
અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા
મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી
Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી
g clip-path="url(#clip0_868_265)">