AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips : સોફાની પાછળ આ 4 તસવીર લગાવવાથી ચમકી શકે છે ભાગ્ય ?

ઘણા લોકો ડ્રોઇંગ રૂમમાં સોફા સેટની પાછળની દિવાલ પર સુંદર તસવીરો લગાવતા હોય છે. આ તસવીરો મનને શાંતિ આપે છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે અહીં કઈ તસવીર લગાવવી સૌથી શુભ માનવામાં આવે છે?

Vastu Tips : સોફાની પાછળ આ 4 તસવીર લગાવવાથી ચમકી શકે છે ભાગ્ય ?
Paintings Put Behind SofaImage Credit source: iStock
| Updated on: Jun 19, 2026 | 1:53 PM
Share

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, સોફાની પાછળ દિવાલ પર એવી તસવીર લગાવવી જોઈએ જે ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખે. એવું કહેવાય છે કે અહીં યોગ્ય તસવીર લગાવવાથી જીવનમાં સ્થિરતા અને પ્રગતિ થાય છે. જો કે જો આ જગ્યાએ ખોટી તસવીર લગાવવામાં આવે તો તે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારી શકે છે. શુભ તસવીરોનો સકારાત્મકતા, પ્રગતિ, આત્મવિશ્વાસ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. આવી તસવીરો પરિવારના સભ્યોમાં ઉત્સાહ જાળવી રાખી છે અને ઘરના વાતાવરણને ખુશહાલ બનાવે છે.

પર્વતોની તસવીર

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, સોફાની પાછળ દિવાલ પર સુંદર પર્વતોનું ચિત્ર લગાવવું અત્યંત શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આવી તસવીર કારકિર્દીમાં પ્રગતિના નવા માર્ગો ખોલે છે અને ભાગ્યને મજબૂત બનાવે છે. જો કે, ધ્યાનમાં રાખવું કે પર્વતનું ચિત્ર જોડે ધોધ કે નદીનું ચિત્ર ન હોવું જોઈએ. ફક્ત શાંત અને સુંદર પર્વતો જ દેખાવા જોઈએ.

ઉગતા સૂર્યની તસવીર

પર્વતોની તસવીર ઉપરાંત સોફા પાછળ ઉગતા સૂર્યનું ચિત્ર લગાવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ તસવીર ઘરમાં સકારાત્મક ઉર્જા વધારે છે અને પ્રગતિનો માર્ગ ખોલે છે. જો તમારા સોફા પાછળની દિવાલ પૂર્વ કે ઉત્તરપૂર્વ તરફ હોય, તો ત્યાં સૂર્યનું ચિત્ર લગાવવાથી વધુ ફાયદાકારક સાબિત થશે.

ઉડતા પક્ષીઓની તસવીર

ડ્રોઇંગ રૂમમાં આકાશમાં ઉડતા રંગબેરંગી પક્ષીઓનું ચિત્ર લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સોફા પાછળ દિવાલ પર આ ચિત્ર લગાવવાથી તમને તમારી કારકિર્દીમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવામાં મદદ મળી શકે છે. આ ચિત્ર સુખ અને સમૃદ્ધિમાં વધારો કરે છે અને સકારાત્મક ઉર્જા જાળવી રાખે છે.

હરિયાળા જંગલની તસવીર

ડ્રોઇંગ રૂમમાં સોફા પાછળ હરિયાળી અથવા શાંત, ગાઢ જંગલનું ચિત્ર લગાવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ તસવીર પ્રગતિનું પ્રતીક છે. તે ઘરમાં સકારાત્મક વાતાવરણ જાળવી રાખે છે અને સંપત્તિના સ્ત્રોત ખોલે છે. આવી તસવીર ઘરના બધા સભ્યો માટે પ્રગતિનો માર્ગ ખોલે છે.

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

આ પણ વાંચો, ક્યાંક પાપડ-નૂડલ્સ, તો ક્યાંક ફ્રૂટ જામ અને ચોકલેટનો ભોગ, આ મંદિરોમાં જોવા મળે છે પ્રસાદની અનોખી પરંપરા !

Follow Us
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">