AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ઘરમાં આ ચમત્કારી છોડને લગાવવાથી ધન-ધાન્યમાં વૃદ્ધિ થશે, બીમારીઓ પણ દૂર રહેશે

આ એક લોકપ્રિય ઘરનો છોડ છે. તે હવાને શુદ્ધ કરે છે. જેના કારણે ઘરનું વાતાવરણ સ્વચ્છ અને સુંદર રહે છે. તમે બોટલ અથવા માટીના પાત્રમાં મની પ્લાન્ટ લગાવી શકો છો.

Vastu Tips: ઘરમાં આ ચમત્કારી છોડને લગાવવાથી ધન-ધાન્યમાં વૃદ્ધિ થશે, બીમારીઓ પણ દૂર રહેશે
Money Plant
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2022 | 6:20 PM
Share

ઘરમાં હાજર છોડ (Plants) ઘરની સુંદરતા વધારવા અને હવાને શુદ્ધ કરવાનું કામ કરે છે. રિફ્રેશિંગ મની પ્લાન્ટને ગોલ્ડન પોથોસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક લોકપ્રિય ઘરનો છોડ છે. તે હવાને શુદ્ધ કરે છે. જેના કારણે ઘરનું વાતાવરણ સ્વચ્છ અને સુંદર રહે છે. તમે બોટલ અથવા માટીના પાત્રમાં મની પ્લાન્ટ લગાવી શકો છો. વાસ્તુ (Vastu Tips) અને ફેંગશુઈ અનુસાર મની પ્લાન્ટને (Money Plant) ઘર માટે લકી પ્લાન્ટ માનવામાં આવે છે. તે આર્થિક સ્થિતિમાં સુધારો કરે છે. મની પ્લાન્ટ શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે. ઘરમાં મની પ્લાન્ટ રાખવાના ઘણા ફાયદા છે.

હવાને શુદ્ધ કરે છે

મની પ્લાન્ટ કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી વાયુઓને દૂર કરીને શુદ્ધ ઓક્સિજન આપે છે. તે ઘરની હવાને શુદ્ધ કરે છે.

તણાવ અને ચિંતા ઘટાડે છે

ઘરમાં મની પ્લાન્ટ રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે. તેનાથી ઘરમાં તણાવ ઓછો થાય છે. તેનાથી ચિંતા અને ઊંઘની સમસ્યા દૂર થાય છે.

એન્ટિ-રેડિએટર તરીકે કામ કરે છે

મની પ્લાન્ટ્સ આપણા ઘરો અને ઓફિસની જગ્યાઓમાં એન્ટિ-રેડિએટર તરીકે કામ કરે છે. તે કમ્પ્યુટર, મોબાઈલ ફોન અને લેપટોપ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી નીકળતા હાનિકારક કિરણોને શોષી લે છે.

આરોગ્ય લાભો પ્રદાન કરે છે

મની પ્લાન્ટ રાખવાથી ઘરના બાળકોને બીમાર થવાથી અને પરિવારના મોટા સભ્યોને હૃદયની બીમારીઓથી બચી શકાય છે.

વૈવાહિક સમસ્યાઓ દૂર રાખે છે

વાસ્તુ અને ફેંગશુઈ અનુસાર મની પ્લાન્ટ ઘરની અંદર દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવો જોઈએ. તેનાથી ઘરમાં શાંતિ અને સ્વસ્થ વાતાવરણ જળવાઈ રહે છે. તેનાથી વૈવાહિક સમસ્યાઓ દૂર રહે છે. તે દુર્ભાગ્યને દૂર કરવા માટે પણ જાણીતું છે.

સંબંધો સુધારે છે

મની પ્લાન્ટના પાંદડા હૃદયના આકારના હોય છે. આથી તે પરિવારમાં પ્રેમ, હાસ્ય અને ખુશી લાવે છે. તે તૂટેલા સંબંધોને સુધારવામાં પણ મદદ કરે છે. ઘરના પરિવારના સભ્યો વચ્ચેના સંબંધો સુધરે છે.

સકારાત્મકતા ફેલાવે છે

ગ્રીન મની પ્લાન્ટ ઘરની આસપાસ સારી ઉર્જા ફેલાવે છે. તે રોગોને દૂર રાખવામાં મદદ કરે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Gaur Purnima Mahotsav: હરેકૃષ્ણ મંદિર ભાડજમાં થશે ભવ્ય ઉજવણી, ઉજવાશે ગૌર પૂર્ણિમા મહોત્સવ

આ પણ વાંચો : જો આ સમયે કરશો ગાયત્રી મંત્રનો જાપ તો પૂર્ણ થશે સઘળી અભિલાષ!

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">