ભારતીય પરંપરા (Indian tradition)અનુસાર દીપક (Diya) પ્રગટાવવો એ ખૂબ જ શુભ મનાય છે. એવું મનાય છે કે ભગવાન (God) પ્રકાશ રૂપે આપણી સામે જ છે. એટલા માટે જ કોઈપણ શુભ કાર્ય કરતા સમયે દેવી (Goddess) દેવતા સામે દીપક પ્રગટાવવામાં આવે છે. દીપક પ્રગટાવવાનો અર્થ એ છે કે જ્યોતના રૂપમાં દેવી દેવતા ત્યાં હાજર હોય અને આપણે તેમની પૂજા કરી શકીએ. ઘર અથવા મંદિરમાં દેવી-દેવતાઓના નિમિત્તે દીવો પ્રગટાવવામાં આવે છે. આ સિવાય ઘરમાં સાંજે અને સવારે તુલસીના ક્યારે પણ દીવો પ્રગટાવવામાં આવે છે.
ધર્મ શાસ્ત્રના જાણકારોનું કહેવું છે કે જે લોકો વિધિપૂર્વક પૂજા કરી શકતા નથી તેઓ દેવી-દેવતાઓની સામે ફક્ત દીવો પ્રગટાવી પૂજા કરી શકે છે. કહે છે કે જ્યારે પણ ઘરમાં દીવો કરો ત્યારે દેશી ઘી અથવા તલના તેલનો જ દીવો કરવો જોઈએ. આ બંન્ને દીવાની આગવી જ મહત્તા છે. આવો તે વિશે વિગતે જાણીએ.
દીવાનો મહિમા
⦁ ઘી નો દીવો કરવાથી ઘરમાં ખૂબ જ લાંબા સમય સુધી સકારાત્મક ઊર્જા રહે છે. એટલું જ નહીં, દીવો વિરામ થયા બાદ પણ લગભગ ચાર કલાક સુધી તેની સકારાત્મક ઊર્જા અનુભવાતી જ રહે છે.
⦁ તેલનો દીવો કરવાથી થોડા સમય સુધી જ તેની અસર રહે છે. એટલું જ નહીં, દીવો વિરામ થઈ ગયા બાદ માત્ર અડધા કલાક સુધી જ તેની સકારાત્મક અસર વર્તાય છે.
⦁ અગ્નિપુરાણ અનુસાર ઘીનો દીવો આપણા મણિપુર અને અનાહાત ચક્રને જાગૃત કરે છે. તે વ્યક્તિની ચારે તરફ કવચ બનાવે છે અને નકારાત્મક ઊર્જાથી દૂર રાખે છે !
⦁ તેલનો દીવો મૂલાધાર અને સ્વાધિષ્ઠાન ચક્રને જાગ્રત કરે છે. તેનાથી શરીરની આસપાસ પાતળુ કવચ બને છે.
⦁ સરસવના તેલનો દીવો શનિવારે કરવો બાકીના દિવસોમાં તલના તેલનો દીવો કરવો જોઈએ.
⦁ હનુમાનજીને ચમેલીના તેલનો દીવો કરશો તો તરત કાર્યમાં સિદ્ધિ મળવાની માન્યતા છે.
⦁ દીવો માટી, સોના કે ચાંદીમાંથી નિર્મિત હોવો જોઇએ.
⦁ કહે છે કે સોનાના દીવામાં ઘીનો દીવો કરવાથી વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે. એકાગ્રતા વધે છે. રેડિયોએક્ટિવ કિરણોથી ઘર સુરક્ષિત રહે છે. ઘરમાં વાયરસ નથી આવતા. ઘરમાં દરિદ્રતા નથી રહેતી તેમજ ઘરની સુખ શાંતિમાં વધારો થાય છે.
⦁ દીવામાં ઉપરની તરફ લવિંગના ફૂલ જેવુ દેખાય તો તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ વધવાની માન્યતા છે.
⦁ અનાજના દીવા એ લોકોએ કરવા કે જે ઘરમાં શૈલદોષ કે આકસ્મિક મૃત્યુ થયું હોય.
⦁ એક દીવાથી બીજો દીવો પ્રજવલિત કરી શકાય નહીં.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)