AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો દત્તાત્રેય ભગવાને જીણાબાવાને આપેલ વરદાનની રસપ્રદ કથા

દત્તાત્રેયજીએ (Dattatreyaji) આપેલાં વરદાનને લીધે જ ભક્તો સર્વ પ્રથમ જીણાબાવાની મઢીએ દર્શનાર્થે આવે છે. જીણાબાવાની મઢીએ રામનાથ મહાદેવનું પણ સ્થાનક આવેલું છે. જ્યાં ભક્તો આસ્થા સાથે મહેશ્વરના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરે છે.

જાણો દત્તાત્રેય ભગવાને જીણાબાવાને આપેલ વરદાનની રસપ્રદ કથા
Jinabawa ni madhi
TV9 Bhakti
| Edited By: | Updated on: Nov 06, 2022 | 6:20 AM
Share

લીલુડી પરકમ્મા. ગિરનાર પરિક્રમાનો રૂડો અવસર ચાલી રહ્યો છે. દર વર્ષની જેમ આ વખતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આ યાત્રામાં ભાગ લીધો છે. ગિરનાર પરિક્રમા સાથે જોડાયેલી અનેકવિધ કથાઓનું સ્મરણ કરીને પણ શ્રદ્ધાળુઓ ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે. ત્યારે અમારે પણ આજે એક આવી જ કથાની વાત કરવી છે.

માન્યતા એવી છે કે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ચાલનારી આ યાત્રામાં ક્યાંય પણ ઝેરી જીવજંતુઓ જોવા નથી મળતા. લોકો ગાઢ વનમાંથી પસાર થાય તો પણ આ પાંચ દિવસ દરમિયાન કીડી જેવો જીવ પણ નજરે નથી પડતો. ક્યારેય કોઈ ભક્તને ઝેરી જંતુ કરડ્યું હોય તેવું ક્યારેય નથી બન્યું. કહેવાય છે કે આ શ્રેય જાય છે જીણાબાવાને. જી હાં જીણાબાવા કે જેમને દત્તાત્રેય ભગવાને આ આશીર્વાદ આપ્યા હતા. 36 કિલોમીટર લાંબી ગિરનાર પરિક્રમાની યાત્રા દરમિયાન કુલ ચાર પડાવ આવે છે. પહેલો પડાવ જીણાબાવાની મઢી. બીજો પડાવ માળવેલા. ત્રીજો પડાવ બોરદેવી. અને ચોથો તેમજ અંતિમ પડાવ ભવનાથ મહાદેવ. કહે છે કે ભક્તો સર્વ પ્રથમ દર્શન જીણાબાવાની મઢીએ જ કરે છે. ત્યારબાદ જ આગળની યાત્રાનો શુભારંભ કરે છે.

જીણાબાવાની મઢીએ જીણાબાવાનું સમાધિસ્થાન આવેલું છે. શ્રદ્ધાળુઓ આસ્થા સાથે અહીં દર્શન કરે છે. યાત્રાના ચાર દિવસ દરમિયાન અહીં એક ખાસ ચલમને દર્શનાર્થે મુકવામાં આવે છે. ભક્તો એ ચલમના પણ દર્શન કરે છે. અને સાથે જ ચલમ સાથે જોડાયેલી એ કથાને પણ યાદ કરે છે કે જેના લીધે આ યાત્રા વધુ સુખરૂપ બની. લોકવાયકા અનુસાર જીણાબાવા ભગવાન દત્તાત્રેયના પરમ ભક્ત હતા. કહે છે કે દત્તાત્રેય અને ગોરખનાથજી અઘોરીનું રૂપ ધરી તેમની પાસે બેસવા આવતા. અને એકવાર તેમણે જીણાબાવાને મજાકમાં પૂછી લીધું કે, “અરે જીણા, તારી કાયા તો આટલી મોટી છે. તો, લોકો તને જીણા કેમ કહે છે ?”

અઘોરીની વાત સાંભળી જીણાબાવાએ જવાબ આપ્યો. “મારું નામ જ નહીં, શરીર પણ જીણું જ છે. જુઓ તો ખરાં…” કહે છે કે આમ બોલતાની સાથે જ જીણાબાવાએ અતિ નાનું કદ ધારણ કર્યું. અને ચલમની અંદરથી પસાર થઈ ગયા. તેમનું આ રૂપ જોઈ સૌ કોઈ દંગ રહી ગયા. લોકવાયકા અનુસાર તેમની પરીક્ષા લેનાર તે બીજું કોઈ નહીં, પરંતુ, ભગવાન દત્તાત્રેય જ હતા. તેમણે પ્રસન્ન થઈ જીણાબાવાને વરદાન માંગવા કહ્યું. ત્યારે જીણાબાવાએ કહ્યું કે, “અહીં જે ભક્ત પરિક્રમાએ આવે તેને કોઈ જીવજંતુ ક્યારેય સતાવે નહીં, યાત્રાના પાંચ દિવસ દરમિયાન અહીં એકપણ જીવજંતુ ન દેખાય !”

લોકવાયકા અનુસાર જીણાબાવાએ સ્વયંની માટે કંઈ માંગવાને બદલે લોકોની માટે માંગ્યું. ત્યારે દત્તાત્રેયજીએ પ્રસન્ન થઈને તેમને કહ્યું, “હે જીણાબાવા ! હું તમારી સાધના અને ભાવનાથી પ્રસન્ન થયો છું. હું તમને વરદાન આપું છું, કે યાત્રાના પાંચ દિવસ દરમિયાન ભક્તોને કોઈ જીવજંતુ પરેશાન નહીં કરે. તેમજ આ લીલી પરકમ્મામાં ભક્તો સર્વ પ્રથમ તમારાં જ દર્શન કરશે.”

કહે છે કે દત્તાત્રેયજીએ આપેલાં વરદાનને લીધે જ ભક્તો સર્વ પ્રથમ જીણાબાવાની મઢીએ દર્શનાર્થે આવે છે. જીણાબાવાની મઢીએ રામનાથ મહાદેવનું પણ સ્થાનક આવેલું છે. જ્યાં ભક્તો આસ્થા સાથે મહેશ્વરના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">