Junagadh: લીલી પરિક્રમાનો આજથી વિધિવત પ્રારંભ, 4 લાખથી વધુ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી

બે વર્ષ બાદ આ વખતે સામાન્ય નાગરિકો ગિરનારની લીલી પરિક્રમામાં સામેલ થઈ રહ્યા છે. ગિરનારની (Girnar) 35 કિ.મી લાંબી લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ એટલે કે પાંચ દિવસની પગપાળા પરિક્રમા યોજાય છે.

Junagadh: લીલી પરિક્રમાનો આજથી વિધિવત પ્રારંભ, 4 લાખથી વધુ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી
લીલી પરિક્રમાનો પ્રારંભ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2022 | 9:48 AM

જૂનાગઢમાં લીલી પરિક્રમાનો વિધિવત આજથી પ્રારંભ થયો છે. દેવઉઠી એકાદશીએ મોડી રાત્રે 12 કલાકે લીલી પરિક્રમાનો પ્રારંભ થઇ ગયો છે. પરિક્રમાવાસીઓ મોટી સંખ્યામાં ઊમટી પડ્યા છે. જય ગિરનારી અને હર હર મહાદેવના નાદ સાથે હજારો ભક્તો લીલી પરિક્રમા શરૂ કરી છે. ગિરનાર મંડળના સાધુ-સંતોએ દીપ પ્રાગટ્ય કરીને આ પરિક્રમા શરુ કરાવી છે. 4 લાખથી વધુ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી છે. 8 નવેમ્બર સુધી આ લીલી પરિક્રમા ચાલશે. ભવનાથ તળેટીમાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા ઉમટી રહ્યા છે. ત્યારે વધતી ભીડને ધ્યાનમાં રાખીને આજથી ઈટવા ગેટ ખાતેથી યાત્રિકોને પ્રવેશ અપાશે. ઉપરાંત યાત્રિકોનો ધસારો વધતાં તંત્ર દ્વારા વાહનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે પરિક્રમાના અગાઉના દિવસથી જ પ્રમાણે ભવનાથ તળેટીમાં એક લાખ જેટલા શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા ઉમટી પડ્યા છે.

બે વર્ષ બાદ આ વખતે સામાન્ય નાગરિકો ગિરનારની લીલી પરિક્રમામાં સામેલ થઈ રહ્યા છે. ગિરનારની 35 કિ.મી લાંબી લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ એટલે કે પાંચ દિવસની પગપાળા પરિક્રમા યોજાય છે. નોંધનીય છે કે ગત વર્ષે ફકત સાધુ સંતોએ જ આ પરિક્રમા કરી હતી. ત્યારે આ વર્ષે બહોળી સંખ્યામાં લોકો જોડાય તેવી શક્યતા છે, ત્યારે આ તમામ લોકોને મેડિકલ સુવિધા મળી રહે તે માટે 10થી વધુ રાવટીઓ ઉભી કરવામાં આવી હતી.

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

નોંધનયી છે કે ગિરનારની ફરતે 35 કિ.મી લાંબી લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ એટલે કે પાંચ દિવસની પગપાળા પરિક્રમા યોજાય છે. આ દરમિયાન યાત્રિકો વન વિસ્તારમાં ચાર રાત્રિ અને પાંચ દિવસ પ્રકૃતિના ખોળે આરાધના કરે છે અને પોતાની ભક્તિનું ભાથું બાંધે છે. ગિરનાર પરિક્રમાના કુલ 36 કિ.મી.ના રૂટ ઉપર 16 જેટલી રાવટીઓ ઉભી કરવામાં આવી છે. જે એક પ્રકારે યાત્રિકો માટે હેલ્પ સેન્ટરનું પણ કામ કરશે. અહીંયા વાયરલેસ ટોકી સાથે કર્મચારી ગણ સેવારત રહેશે. ઉપરાંત પ્રાથમિક સારવાર માટેની કીટ અને જરૂરી દવાઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવશે. આ વર્ષે કોરોનાના કેસ ઓછા થઈ જતા તંત્ર દ્વારા આ વર્ષ લીલી પરિક્રમા યોજાય તે માટે તમામ તૈયારીઓ કરી લીધી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">