AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જેડ પ્લાન્ટનાં પાંદડાં પીળાં પડી રહ્યાં છે? વાસ્તુ અને ફેંગશુઈ અનુસાર આ મોટા અશુભ સંકેત, જાણો બચાવના ઉપાયો

ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ધન આકર્ષિત કરવા માટે જેડ પ્લાન્ટ (મની મેગ્નેટ) સૌથી વધુ લોકપ્રિય છે. જોકે, તેનાં પાંદડાં અચાનક પીળાં પડવા માત્ર ગાર્ડનિંગની ખામી નથી, પરંતુ વાસ્તુ અને ફેંગશુઈ મુજબ નકારાત્મક ઊર્જા કે ધનહાનિનો સંકેત હોઈ શકે છે. જાણો તેના કારણો અને ઉપાયો.

જેડ પ્લાન્ટનાં પાંદડાં પીળાં પડી રહ્યાં છે? વાસ્તુ અને ફેંગશુઈ અનુસાર આ મોટા અશુભ સંકેત, જાણો બચાવના ઉપાયો
| Updated on: Sep 19, 2026 | 9:50 PM
Share

આજના સમયમાં ઘરને સુંદર અને સકારાત્મક રાખવા માટે વિવિધ ઇન્ડોર પ્લાન્ટ્સ લગાવવાનો ક્રેઝ ખૂબ વધ્યો છે, જેમાં જેડ પ્લાન્ટ (Jade Plant) મોખરે છે. ફેંગશુઈ અને વાસ્તુશાસ્ત્રમાં તેને ‘મની મેગ્નેટ’ કે ‘લકી પ્લાન્ટ’ માનવામાં આવે છે, જે ઘરમાં ધન, સુખ-સમૃદ્ધિ અને પોઝિટિવ એનર્જી આકર્ષિત કરે છે. પરંતુ જો તમારા ઘરમાં રહેલો જેડ પ્લાન્ટ અચાનક કરમાવા લાગે કે તેનાં લીલાંછમ પાંદડાં પીળાં પડી રહ્યાં હોય, તો તેને માત્ર સામાન્ય સમસ્યા ગણી નજરઅંદાજ ન કરવી જોઈએ. વાસ્તુ અને ફેંગશુઈ મુજબ તેના કેટલાક ગંભીર સંકેતો છે:

પીળા પડવાના મુખ્ય વાસ્તુ અને ફેંગશુઈ સંકેતો:

  • નકારાત્મક ઊર્જામાં વધારો: ઘરમાં સતત તણાવ કે ઝઘડાનું વાતાવરણ હોય તો તેની માઠી અસર છોડ પર પડે છે. જો કોઈપણ દેખીતા રોગ વિના પ્લાન્ટ સુકાઈ રહ્યો હોય, તો તે ઘરમાં પોઝિટિવિટી ઘટી રહ્યાનો સંકેત છે.
  • ખોટી દિશા (વાસ્તુ દોષ): વાસ્તુ મુજબ જેડ પ્લાન્ટને હંમેશાં પૂર્વ (East) કે ઉત્તર-પૂર્વ (North-East) દિશામાં જ રાખવો જોઈએ. ખોટી દિશામાં રાખવાથી છોડનો વિકાસ અટકે છે અને ઊર્જા પ્રભાવિત થાય છે.
  • સંબંધો અને સ્વાસ્થ્ય પર અસર: પૂર્વ દિશામાં મૂકેલો જેડ પ્લાન્ટ પીળો પડે તો તે પરિવારના સભ્યો વચ્ચે મનમુટાવ તેમજ કોઈ સભ્યની તબિયત લથડવાની શક્યતા દર્શાવે છે.
  • આર્થિક તંગી અને ધનહાનિ: આ છોડ સીધો સમૃદ્ધિ સાથે જોડાયેલો હોવાથી તેનું હર્યુંભર્યું રહેવું બરકતનું પ્રતીક છે, જ્યારે પીળાં પાંદડાં ભવિષ્યમાં આર્થિક સંકટ કે ધનહાનિનો ઈશારો કરે છે.

મુખ્ય દ્વાર પર રાખતી વખતે સાવચેતી:

જો તમે જેડ પ્લાન્ટને ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર મૂક્યો હોય, તો આસપાસ ગંદકી જમવા ન દો અને ભૂલથી પણ ત્યાં પગરખાં કે ચંપલ ન રાખો. સાથે જ તે જગ્યાએ પૂરતો કુદરતી પ્રકાશ અને તાજી હવા આવે તેની ખાતરી કરો.

જેડ પ્લાન્ટને સ્વસ્થ રાખવાના સરળ ઉપાય:

  • પીળાં પાંદડાં દૂર કરો: જે પાંદડાં પીળાં પડી ચૂક્યાં હોય તેને તાત્કાલિક કાપીને અલગ કરી દો, જેથી ચેપ આખા છોડમાં ન ફેલાય.
  • ઓવરવોટરિંગ ટાળો: જેડ પ્લાન્ટને વધુ પાણીની જરૂર હોતી નથી. કૂંડાની માટી ઉપરથી સૂકી દેખાય ત્યારે જ પાણી આપો, વધુ પડતા પાણીથી મૂળ સડી જાય છે.
  • પૂરતો સૂર્યપ્રકાશ: છોડને દરરોજ ઓછામાં ઓછો 3 થી 4 કલાકનો હળવો સૂર્યપ્રકાશ અથવા બ્રાઈટ ઇનડાયરેક્ટ લાઇટ મળે તેવી જગ્યાએ રાખો.
  • દિશા સુધારો: નિયમો અનુસાર છોડને તાત્કાલિક યોગ્ય દિશા એટલે કે પૂર્વ કે ઉત્તર-પૂર્વ દિશામાં સ્થાપિત કરો.

મૅગ્નેશિયમ સપ્લિમેન્ટ્સને ટૉફીની જેમ ખાવાનો નવો ટ્રેન્ડ કેટલો જોખમી? નિષ્ણાતો પાસેથી જાણો તેના ગંભીર ગેરફાયદા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">