Bhakti: સ્વયં સુતજીએ વર્ણવ્યો દેવી ભાગવતનો મહિમા, મોક્ષની પ્રાપ્તિ કરાવશે શ્રીમદ્ દેવી ભાગવતની કથા !

|

Oct 08, 2021 | 11:19 AM

માતાજીનું ચારિત્ર એ સુખ પણ આપે છે અને મોક્ષ પણ પ્રદાન કરે છે. જેવી રીતે ‘શ્રીમદ્ ભાગવતજી'થી પિતૃઓની મુક્તિ થાય એવી રીતે ‘શ્રીમદ્ દેવી ભાગવત' પણ પિતૃઓને મોક્ષ પ્રદાન કરવાવાળું છે!

Bhakti: સ્વયં સુતજીએ વર્ણવ્યો દેવી ભાગવતનો મહિમા, મોક્ષની પ્રાપ્તિ કરાવશે શ્રીમદ્ દેવી ભાગવતની કથા !
પિતૃઓને પણ ઉદ્ધારશે શ્રીમદ્ દેવી ભાગવતનું શ્રવણ !

Follow us on

લેખક : પ્રજ્ઞાચક્ષુ ડૉ. કૃણાલ જોષી, કથાકાર

આદ્યશક્તિ (aadhya shakti) જગદંબાની મહત્તાને વર્ણવતા સુતજી ઋષિમુનિઓને કહે છે કે, “હવે હું તમને જે કથા સંભળાવીશ એ કથા પવિત્રમાં પણ પવિત્ર છે એટલે કે આ કથા પવિત્ર કરવાવાળી અને મંગળ કરવાવાળી છે; ભૌતિક જગતનું સુખ પ્રદાન કરવાવાળી છે અને મોક્ષ પ્રદાન કરવાવાળી છે. એવી હું તમને કથા સંભળાવું છું કે જેનું નામ છે ‘શ્રીમદ્ દેવી ભાગવત.’ (Srimad Devi Bhagwat) એટલે આ પ્રસંગ દ્વારા એક વસ્તુનું સ્પષ્ટીકરણ થાય કે, માતાજીનું ચારિત્ર એ સુખ પણ આપે છે અને મોક્ષ પણ પ્રદાન કરે છે.

જેવી રીતે ‘શ્રીમદ્ ભાગવતજી’થી પિતૃઓની મુક્તિ થાય એવી રીતે ‘શ્રીમદ્ દેવી ભાગવત’ પણ પિતૃઓને મોક્ષ પ્રદાન કરવાવાળું છે. જે કોઈ વ્યક્તિ ‘શ્રીમદ્ દેવી ભાગવત’ની કથા શ્રવણ કરે અને શ્રવણ કર્યા પછી સંકલ્પ કરે કે “હે માં ! તમે મારા પિતૃઓનો ઉદ્ધાર કરો.” તો માતાજી એનાં સમસ્ત પિતૃઓનો ઉદ્ધાર કરી પોતાનું ધામ ‘મણિદ્વિપ ધામ’ પ્રદાન કરે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

શ્રીમદ્ દેવી ભાગવત નો મહિમા વર્ણવતાં સુતજી કહે છે કે, ‘શ્રીમદ્ દેવી ભાગવત’ એ ‘અગ્નિ’ સમાન છે. ‘પાપ’ એ ‘વન’ છે. પાપરૂપી વનને બાળનાર ‘શ્રીમદ્ દેવી ભાગવત’ એ અગ્નિ છે. બીજી ઉપમા ‘શ્રીમદ્ દેવી ભાગવત’ને આપી કે, એ ‘સૂર્ય’ સમાન છે. અંધારું કયાં સુધી રહે? તો જ્યાં સુધી સૂર્યનો ઉદય થાય ત્યાં સુધી. તો કહેવાનો અર્થ છે કે ‘શ્રીમદ્ દેવી ભાગવત’ રૂપી સૂર્યનો ઉદય થાય તો અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાય છે. અજ્ઞાનરૂપી અંધકારને હરવાવાળું જો શાસ્ત્ર હોય તો એ ‘શ્રીમદ્ દેવી ભાગવત’ છે. એ પછી ‘શ્રીમદ્ દેવી ભાગવત’ને ‘ફરસી’ ની ઉપમા આપી છે. પાપ એ વન છે. પાપરૂપી વનને બાળનાર શ્રીમદ્ દેવી ભાગવતએ ફરસી સમાન છે.

ઋષિમુનિઓએ સુતજીને પૂછ્યું કે આ શ્રીમદ્ દેવી ભાગવતની રચના કોણે કરી ? તે ક્યારે સાંભળવું જોઈએ ? શ્રીમદ્ દેવી ભાગવતના શ્રવણનો વિધિ શું ? તેની કથા કોણે કોણે સાંભળી ? આ બધું અમને વિસ્તાર પૂર્વક જણાવવાની કૃપા કરો !
श्री सूत उवाच – विष्णुऔंश समुद्भूत सत्य वत्याम पराशरौ विभज्य वेदाश्चतुरा शिष्यम मध्यापय तथा ।।
આ શ્લોકનો ભાવાર્થ એવો છે કે ભગવાન વિષ્ણુ સ્વયં વ્યાસ સ્વરૂપે પ્રગટ્યા. પ્રત્યેક દ્વાપર યુગમાં ભગવાન વ્યાસજી વેદોને ક્રમબદ્ધ કરે છે, સ્વરબદ્ધ કરે છે. તો જ્યારે ૨૮ મો દ્વાપર યુગ આવ્યો ત્યારે સાક્ષાત હરિ ‘કૃષ્ણ દ્વૈપાયન’ વ્યાસ સ્વરૂપે પ્રગટ્યા. એમણે વેદોને વ્યવસ્થિત કર્યા. ૪ વેદ ૪ શિષ્યોને ભણાવ્યા. મહાભારત રૂપી ઇતિહાસ ગ્રંથ કહેતા ‘આર્ષ ગ્રંથ’નું સર્જન કર્યું. ૧૮ પુરાણોની એમણે રચના કરી. ભગવાન વેદ વ્યાસજીએ ‘શ્રીમદ્ દેવી ભાગવત’ની રચના કરી. સર્વ પ્રથમ ‘શ્રીમદ્ ભાગવત’ રચ્યું. જ્યારે આ ભાગવત રચ્યું ત્યારે ભગવાન વેદ વ્યાસજીના મનમાં થયું કે મેં ‘ભગવાન’ના ગુણ ગાયા પણ ‘ભગવતી’ના ગુણ ગાયા નહીં. મેં માતાજીના ગુણ ગાયા નહીં અને એટલે જ એમણે ‘શ્રીમદ્ દેવી ભાગવત’ની રચના કરી.

જેવી રીતે શ્રીમદ્ ભાગવતજીના ૧૨ સ્કંધ છે એવી રીતે શ્રીમદ્ દેવી ભાગવતમાં પણ ૧૨ સ્કંધ છે. શ્રીમદ્ ભાગવતજીમાં ૧૮ હજાર શ્લોકો છે એવી રીતે શ્રીમદ્ દેવી ભાગવતમાં પણ ૧૮ હજાર શ્લોકો છે. માત્ર અધ્યાયમાં થોડો ફેર-ભેદ છે. શ્રીમદ્ ભાગવતજીમાં ૩૩૫ અધ્યાય છે; તો શ્રીમદ્ દેવી ભાગવતમાં ૩૧૮ અધ્યાય છે. પણ શ્રીમદ્ દેવી ભાગવતમાં અમુક અધ્યાયો કે જેનાં શ્લોકો ૧૦૦ થી ૧૫૦ જેટલાં છે, એ ખુબ વિશાળ વિસ્તારવાળા છે.

આમ, સ્વયં વ્યાસજીએ જ આ પુરાણની રચના કરી. એ ‘શ્રીમદ્ દેવી ભાગવત’ની કથા ભગવાન વેદ વ્યાસજીએ હસ્તિનાપુરમાં શ્રીજન્મેજયને સંભળાવી. સુતજી કહે છે કે –
देवी भागवतम तत्र पूराणं भोग मोक्षदम स्वयंतु श्रावयामास जन्मेजय भुपते ।।
તો સુતજી કહે છે કે આ ‘શ્રીમદ્ દેવી ભાગવત’એ ભૌતિક જગતનું સુખ પ્રદાન કરવાવાળું છે અને મોક્ષ પ્રદાન કરવાવાળું છે. ભગવાન વેદ વ્યાસજીએ આ ‘શ્રીમદ્ દેવી ભાગવત’ની રચના કરી. શ્રીમદ્ દેવી ભાગવતની કથા એ વ્યાસજીએ રાજા જન્મેજયને સંભળાવી. રાજા જન્મેજયે પરિક્ષિત મહારાજના મોક્ષ માટે આ કથા શ્રવણ કરી. નવ-નવ દિવસ સુધી એમણે શ્રીમદ્ દેવી ભાગવતનું શ્રવણ કર્યું. એ શ્રવણથી પરિક્ષિત મહારાજનો મોક્ષ થયો. પરિક્ષિત મહારાજ દિવ્ય વિમાનમાં બેસી જગદંબાના મણિદ્વિપ ધામમાં પધર્યાં.

આ પણ વાંચોઃ કેવું છે જગદંબાનું સાચું સ્વરૂપ ? નિર્ગુણા કે સગુણા ? જાણો ‘દેવી ભાગવત’ની કથા

આ પણ વાંચોઃ દેવીને આ રીતે અર્પણ કરો પ્રસાદ, તો જીવનમાં વરસશે ખુશીઓનો વરસાદ !

Next Article