AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉત્તર ગુજરાતમાં પોસ્ટ વિભાગે 4.50 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલ્યા, 487 ગામોને સુકન્યા સમૃદ્ધિ ગ્રામ બનાવ્યા

Sukanya Samriddhi Yojana : 'બેટી બચાવો, બેટી પઢાવો' અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ 'સુકન્યા સમૃદ્ધિ યોજના' હેઠળ, ઉત્તર ગુજરાતના 487 ગામને સુકન્યા સમૃદ્ધિ ગ્રામમાં પરિવર્તિત કરાયા છે. ઉત્તર ગુજરાતની વિવિધ પોસ્ટ ઓફિસ મારફતે દીકરીઓના 4.50 લાખ ખાતાઓ ખોલવામાં આવ્યા છે.

ઉત્તર ગુજરાતમાં પોસ્ટ વિભાગે 4.50 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલ્યા, 487 ગામોને સુકન્યા સમૃદ્ધિ ગ્રામ બનાવ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2024 | 5:44 PM
Share

ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં, 10 વર્ષ સુધીની દીકરીઓના ઘણા ખાતા પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવ્યા છે, તો ઘણા ગામોમાં તમામ પાત્રતા ધરાવતી દીકરીઓના ખાતા ખોલવામાં આવ્યા છે અને તેમને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ બનાવવામાં આવ્યા છે. આજે ‘રાષ્ટ્રીય દીકરી દિવસ’ નિમિત્તે ઉત્તર ગુજરાત ક્ષેત્ર, અમદાવાદના પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાત ક્ષેત્રના લગભગ 500 ગામડાઓ સુકન્યા સમૃદ્ધિ ગ્રામમાં પરિવર્તિત થયા છે.

આ ગામોમાં દસ વર્ષ સુધીની તમામ પાત્રતા ધરાવતી છોકરીઓના સુકન્યા ખાતા પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવ્યા છે. આટલું જ નહીં આ ગામડાઓમાં જો કોઈ ઘરમાં દીકરીના જન્મની જાહેરાત થાય છે તો પોસ્ટમેન તરત જ તેનું સુકન્યા ખાતું ખોલાવવા ત્યાં પહોંચી જાય છે.

પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે દીકરીઓના આર્થિક સશક્તિકરણ તરફ લેવાયેલા આ પગલા અંતર્ગત ઉત્તર ગુજરાત પ્રદેશની પોસ્ટ ઓફિસોમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાના 4.50 લાખથી વધુ ખાતા ખોલવામાં આવ્યા છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં 15.22 લાખ ખાતા ખોલવામાં આવ્યા છે. ગામડાઓમાં ડાક ચૌપાલથી લઈને વિવિધ શાળાઓ સુધી ઝુંબેશ ચલાવીને તમામ પાત્રતા ધરાવતી દીકરીઓને તેની સાથે જોડવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી 2015 માં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન હેઠળ સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી. આ હેઠળ, સુકન્યા સમૃદ્ધિ ખાતું કોઈપણ પોસ્ટ ઓફિસમાં દસ વર્ષ સુધીની છોકરીઓ માટે ઓછામાં ઓછા રૂ. 250 માં ખોલી શકાય છે.

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા રૂ. 250 અને વધુમાં વધુ રૂ. 1.5 લાખ જમા કરી શકાય છે. આ સ્કીમમાં ખાતું ખોલાવ્યા ના 15 વર્ષ સુધી જ પૈસા જમા કરાવવાના રહેશે. જ્યારે દીકરી 18 વર્ષની થાય ત્યારે જમા રકમના 50 ટકા ઉપાડી શકાય છે અને ખાતું ખોલાવ્યાની તારીખથી 21 વર્ષ થાય પછી આખી રકમ ઉપાડી શકાય છે.. હાલમાં વ્યાજ દર 8.2 ટકા છે અને જમા રકમ પર આવકવેરા મુક્તિની પણ જોગવાઈ છે.

પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે સુકન્યા સમૃદ્ધિ યોજના માત્ર રોકાણનું માધ્યમ નથી, પરંતુ તે દીકરીઓના ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્ય સાથે પણ જોડાયેલી છે. આ યોજનાના આર્થિક, સામાજિક પરિમાણો પણ મહત્વપૂર્ણ છે. આમાં જમા રકમ ફક્ત દીકરીઓ માટે જ હશે, જે તેમના શિક્ષણ, કારકિર્દી અને લગ્નમાં ઉપયોગી થશે. આ યોજના દીકરીઓના સશક્તિકરણ દ્વારા ભવિષ્યમાં મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતને પણ પ્રોત્સાહન આપશે.

Follow Us
અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ
અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ
આણંદના સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટના નિવેદન અંગેનો વિવાદ વકર્યો
આણંદના સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટના નિવેદન અંગેનો વિવાદ વકર્યો
વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું : બોઘાવાલા
વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું : બોઘાવાલા
BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો
BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો
અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો
અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો
બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!
બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!
નાણાકીય સ્થિતિ મજબૂત થશે, સામાજિક પ્રવૃત્તિ ખુશી અપાવશે
નાણાકીય સ્થિતિ મજબૂત થશે, સામાજિક પ્રવૃત્તિ ખુશી અપાવશે
ભરૂચમાં ‘કામ નહીં તો વોટ નહીં’: પાયાની સુવિધા મુદ્દે ચૂંટણી બહિષ્કાર
ભરૂચમાં ‘કામ નહીં તો વોટ નહીં’: પાયાની સુવિધા મુદ્દે ચૂંટણી બહિષ્કાર
શિક્ષણ જગત માટે કંલક! શાળામાં નશામાં ધૂત શિક્ષક પકડાયો, જુઓ વીડિયો
શિક્ષણ જગત માટે કંલક! શાળામાં નશામાં ધૂત શિક્ષક પકડાયો, જુઓ વીડિયો
ભાજપનું એડી ચોટીનું જોર અને કોંગ્રેસના 'ધમકી'ના આરોપ - જુઓ Video
ભાજપનું એડી ચોટીનું જોર અને કોંગ્રેસના 'ધમકી'ના આરોપ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">