અમરનાથ યાત્રા 2021: ભક્તો માટે ઓનલાઇન આરતી અને LIVE દર્શનની સુવિધા, જાણો ક્યારે અને કઈ રીતે જોવું

કોરોનાના કારણે આ વર્ષે પણ અમરનાથ યાત્રા રદ કરવામાં આવી છે. પરંતુ ચિંતા નહીં કરો આ વર્ષે લાખો ભક્તો ઘરે બેઠા બેઠા ભગવાનના દર્શનનો લાભ લઇ શકશે.

અમરનાથ યાત્રા 2021: ભક્તો માટે ઓનલાઇન આરતી અને LIVE  દર્શનની સુવિધા, જાણો ક્યારે અને કઈ રીતે જોવું
અમરનાથના થશે લાઈવ દર્શન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2021 | 10:43 AM

કોવિડને કારણે બાબા બર્ફાનીની શ્રી અમરનાથ યાત્રા આ વર્ષે રદ કરવામાં આવી છે પરંતુ તમે ઘરે બેઠા બાબા બર્ફાનીની પૂજા-આરતીનું લાઇવ ટેલિકાસ્ટ આજથી જ એટલે કે 28 જૂનથી જોઈ શકો છો.

વાર્ષિક અમરનાથ યાત્રા આ વર્ષે ફક્ત પ્રતીકાત્મક હશે, પરંતુ ગુફાની અંદરના મંદિરમાં બધી પરંપરાગત ધાર્મિક વિધિઓ કરવામાં આવશે. આ વર્ષે અમરનાથ યાત્રા 28 જૂનથી 22 અગસ્ટ 2021 સુધી યોજાવાની હતી, પરંતુ કોરોનાના વધતા જોખમને ધ્યાનમાં રાખીને, સુરક્ષાને ધ્યાનમાં રાખીને યાત્રા રદ કરવામાં આવી છે.

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

રોજ થશે જીવંત પ્રસારણ

જો તમે પણ દરરોજ આ આરતીનો લાભ લેવા માંગતા હોવ તો તમને જણાવી દઈએ કે 28 જૂનથી 22 ઓગસ્ટ સુધી દરરોજ આરતીનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. સમય હશે સવારે 6 વાગ્યે અને સાંજની આરતી થશે સાંજે 5 કલાક. જેનું જીવંત ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ 30-30 મિનિટનો કાર્યક્રમ હશે. તમારે પણ આ આરતીનો લાહવો લેવો હોય તો શ્રાઇન બોર્ડની વેબસાઇટ અને ભક્તો માટે બનાવેલી એક એપ્લિકેશન પર તમે જોઈ શકો છો.

જોવા માટે આ લિંક પર જાઓ

આરતીનું જીવંત પ્રસારણ જોવા માટે www.shriamarnathjishrine.com/AartiLive.html લિંક પર ક્લિક કરો. દરરોજ આરતીના સમયે આ લિંક થકી આપ બાબા બર્ફાનીના દર્શન કરી શકશો. એટલું જ નહીં આ જ લિંક દ્વારા તમે દાન પણ આપી શકશો. આ ઉપરાંત મોબાઈલ એપ્લીકેશનમાં પણ તમને આરતી જોવા મળશે. જેના માટે તમારે Google Play Store માંથી Shri Amarnathji Yatra એપ્લીકેશન ડાઉનલોડ કરવી પડશે. એપ્લીકેશન ડાઉનલોડ કરવામ માટે આ લિંક પર જાઓ – http://play.google.com/store/apps/details?id=com.ncog.shriamarnath

બાબા અમરનાથની પહેલી પૂજા જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે થઈ હતી

બાબા અમરનાથની ‘પ્રથમ પૂજા’ પવિત્ર ગુફામાં વૈશ્વિક મંત્રોચ્ચાર સાથે જ્યેષ્ઠ પૂર્ણિમા નિમિત્તે કરવામાં આવી હતી. આ દરમિયાન પૂજા દરમિયાન હવન પણ કરાયો હતો. આ પૂજા કરવામાં એટલા માટે કરવામાં આવે છે જેથી વાર્ષિક યાત્રા શાંતિપૂર્ણ રહે. ”

કોવિડને કારણે આ વર્ષે પણ અમરનાથ યાત્રા રદ થઈ હતી

ગયા વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક અમરનાથ યાત્રા રદ કરવામાં આવી છે. શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડે રોગચાળાને ધ્યાનમાં રાખીને આ વર્ષે યાત્રાને રદ કરવાનો નિર્ણય લીધો હતો. બોર્ડે કહ્યું હતું કે બધી પરંપરાગત ધાર્મિક વિધિઓ પહેલાની જેમ જ ચાલુ રહેશે અને ગુફા મંદિરમાંથી સવારે અને સાંજની આરતીનું જીવંત પ્રસારણ ચાલુ રહેશે.

Latest News Updates

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
g clip-path="url(#clip0_868_265)">