ઓફર હોય તો આવી…માત્ર 1 રૂપિયામાં બુક કરાવો ઇલેક્ટ્રિક સ્કૂટર, 31 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે

|

Aug 20, 2024 | 7:41 PM

જો તમે તહેવારોની સિઝનમાં નવું ઈલેક્ટ્રિક સ્કૂટર ઘરે લાવવા ઈચ્છો છો, તો બુકિંગ માત્ર 1 રૂપિયામાં થશે. સ્કૂટર ખરીદવા પર તમને 31 હજાર રૂપિયા સુધીનું અલગ ડિસ્કાઉન્ટ મળશે. સ્ટોક ચાલે ત્યાં સુધી તમે આ ઓફર્સનો લાભ મેળવી શકો છો.

ઓફર હોય તો આવી...માત્ર 1 રૂપિયામાં બુક કરાવો ઇલેક્ટ્રિક સ્કૂટર, 31 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે
Okaya Electric Scooter

Follow us on

જો તમે નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો Okaya ઇલેક્ટ્રિક તમારા માટે એક શાનદાર ડીલ લઈને આવ્યું છે. આ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની માત્ર 1 રૂપિયામાં ઇલેક્ટ્રિક સ્કૂટર બુક કરવાની તક આપી રહી છે. આ સિવાય 31 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. તમે ઘણા ઇલેક્ટ્રિક સ્કૂટર પર આ ડીલનો લાભ લઈ શકો છો. આ ઓફર્સ માત્ર ઓગસ્ટ સુધી જ છે, તેથી આ મહિના સુધી જ તમે Okayaના ઇલેક્ટ્રિક સ્કૂટરને સસ્તા ભાવે ખરીદી શકો છો.

જો તમે તહેવારોની સિઝનમાં નવું ઈલેક્ટ્રિક સ્કૂટર ઘરે લાવવા ઈચ્છો છો, તો બુકિંગ માત્ર 1 રૂપિયામાં થશે. સ્કૂટર ખરીદવા પર તમને 31 હજાર રૂપિયા સુધીનું અલગ ડિસ્કાઉન્ટ મળશે. સ્ટોક ચાલે ત્યાં સુધી તમે આ ઓફર્સનો લાભ મેળવી શકો છો. ઓકાયા પણ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમતો ઘટાડીને ભારતીય ઇલેક્ટ્રિક સ્કૂટર માર્કેટમાં વૃદ્ધિ કરવા માંગે છે.

23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો શું થાય છે લાભ
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા

ઓકાયા ઇલેક્ટ્રિક સ્કૂટર ઓફર્સ

ઓકાયા ઇલેક્ટ્રિક સ્કૂટરનું સૌથી સસ્તું મોડલ ફ્રીડમ છે. તેની નવી કિંમત 74,899 રૂપિયા છે. Motofast ઇલેક્ટ્રિક સ્કૂટરની નવી કિંમત 1.29 લાખ રૂપિયા થઈ ગઈ છે. આ તમામ કિંમતો એક્સ-શોરૂમ છે. કંપની તમને EMI વિકલ્પો પણ આપી રહી છે. તમે આ ઇલેક્ટ્રિક સ્કૂટરને 6.99 ટકાના પ્રારંભિક વ્યાજ દર અને રૂ. 2,999ના પ્રારંભિક EMI સાથે ખરીદી શકો છો.

આ મોડલ પર કોઈ ડિસ્કાઉન્ટ મળશે નહીં

Ferrato Disrupter ઈલેક્ટ્રિક બાઇક ખરીદવા પર કોઈ ઓફર આપવામાં આવશે નહીં. આ ઈ-બાઈક ઓકાયાની ઓફર્સમાં સામેલ નથી. તે આ વર્ષની શરૂઆતમાં રૂ. 1.6 લાખ (એક્સ-શોરૂમ, સબસિડી પહેલા) માં લોન્ચ કરવામાં આવી હતી. આ બેટરી ઓપરેટેડ બાઇકની ટોપ સ્પીડ 95 કિમી પ્રતિ કલાક છે. તેમાં ત્રણ રાઈડ મોડ છે – ઈકો, સિટી અને સ્પોર્ટ્સ. Ferrato Disruptor 3.97kWh બેટરી પેકમાંથી પાવર મેળવે છે. એકવાર ફુલ ચાર્જ થયા બાદ આ ઇલેક્ટ્રિક બાઇક 129 કિલોમીટર ચાલી શકે છે.

Next Article