Honda Motorcycle & Scooters Indiaનું ભારતીય માર્કેટમાં ઘણું વર્ચસ્વ છે, જ્યારે પણ સ્કૂટરની વાત આવે છે, ત્યારે સૌથી પહેલું નામ મનમાં Honda Activaનું આવે છે. Honda Activa છેલ્લા બે દાયકાથી કંપની માટે ખૂબ જ નસીબદાર છે કારણ કે તે કંપનીનું સૌથી વધુ વેચાતું સ્કૂટર છે. અલબત્ત એક્ટિવાની કિંમત થોડી વધારે છે, પરંતુ તેમ છતાં દરેક વ્યક્તિ એક્ટિવા ખરીદવા માંગે છે.
ઈલેક્ટ્રિક સ્કૂટરની માંગ ધીમે ધીમે માર્કેટમાં વધવા લાગી છે, જેના કારણે હવે હોન્ડાએ પણ આવતા વર્ષે ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં પ્રવેશવાની તૈયારી કરી લીધી છે. એક તરફ હોન્ડાની હરીફ કંપનીઓએ ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે, ત્યારે હોન્ડા આટલો સમય કેમ લઈ રહી છે ? હાલમાં આ વિશે કોઈ માહિતી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર હોન્ડા કંપનીનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર આવતા વર્ષે માર્કેટમાં લોન્ચ થઈ શકે છે. Honda Activaનું ઈલેક્ટ્રીક વર્ઝન એક્ટિવા ઈલેક્ટ્રીક નામથી લોન્ચ થવાની શક્યતા છે.
રિપોર્ટ્સ અનુસાર હોન્ડા કંપનીનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર આવતા વર્ષે માર્ચમાં ગ્રાહકો માટે લોન્ચ થઈ શકે છે. હાલમાં લોન્ચ તારીખ સંબંધિત કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. કંપની આ સ્કૂટરને બેટરી સ્વેપિંગ ટેક્નોલોજી Honda e:Swap સાથે લોન્ચ કરી શકે છે.
જો રિપોર્ટ્સનું માનીએ તો હોન્ડા એક્ટિવા ઈલેક્ટ્રીક ડ્રાઈવિંગ રેન્જમાં સુધારો અને કનેક્ટેડ ફીચર્સ, ઈન્ફોટેનમેન્ટ યુનિટ અને કીલેસ જેવા અદ્યતન ફીચર્સ સાથે આવી શકે છે. થોડા સમય પહેલા એક અહેવાલ સામે આવ્યો હતો જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે એક્ટિવાના ઇલેક્ટ્રિક અવતારનું ઉત્પાદન ડિસેમ્બર 2024 સુધીમાં કર્ણાટકમાં શરૂ થઈ શકે છે. જો બધુ પ્લાન મુજબ રહ્યું તો આ સ્કૂટર આવતા વર્ષે માર્ચ સુધીમાં લોન્ચ થઈ શકે છે.