Hero અમેરિકન કંપની સાથે મળીને લાવી રહ્યું છે નવી ઇલેક્ટ્રિક બાઇક, ટેસ્ટિંગ શરૂ

|

Aug 21, 2024 | 5:53 PM

જો Hero MotoCorpની ભારતમાં સંપૂર્ણપણે ઝીરો બાઇકનું ઉત્પાદન કરવાની યોજના છે, તો પોસાય તેવા ભાવે Zero EV જોવા મળશે. ખાસ વાત એ છે કે આ બાઇકની વિગતો એવા સમયે સામે આવી છે જ્યારે ઓલા ઈલેક્ટ્રિક પણ 15 ઓગસ્ટે પોતાની પહેલી ઇલેક્ટ્રિક મોટરસાઈકલ લોન્ચ કરવા જઈ રહી છે.

Hero અમેરિકન કંપની સાથે મળીને લાવી રહ્યું છે નવી ઇલેક્ટ્રિક બાઇક, ટેસ્ટિંગ શરૂ
hero e bike

Follow us on

Hero MotoCorpની અમેરિકન ઈલેક્ટ્રિક વ્હીકલ પાર્ટનર Zero Motorcycles નવી ઈલેક્ટ્રિક મોટરસાઈકલ પર કામ કરી રહી છે. આ મિની બાઇક શહેરી બજાર માટે વિકસાવવામાં આવી રહી છે. લીક થયેલી પેટન્ટ ઈમેજીસ મુજબ, બાઈકનું એકંદર કદ Honda Grom જેવું જ છે. આ એક મિની મોટરસાઇકલ હશે.

તેની પેટન્ટ પરથી લાગી રહ્યું છે કે તેમાં રિમૂવેબલ બેટરી લગાવવામાં આવી શકે છે. હાલમાં, તમામ ઝીરો ઈલેક્ટ્રિક મોટરસાઈકલમાં ફિક્સ બેટરીઓ છે. Zero FXE બેંગલુરુમાં ટેસ્ટિંગ દરમિયાન જોવા મળ્યું છે. આ એક સ્ટ્રીટ બાઇક છે, જેનું પરફોર્મન્સ અને રાઇડિંગ રેન્જ સારી છે. તેના પ્રોટોટાઇપ પર ‘KA-01’ ટેસ્ટ નંબર પ્લેટ લગાવવામાં આવી હતી. Zero FXEની ટોપ સ્પીડ 136 kmph છે. સિંગલ ચાર્જ પર તેની રેન્જ લગભગ 170 kmph હોવાનો દાવો કરવામાં આવે છે. તેમાં 7.2kWhની બેટરી પેક છે.

FXE તેની અદભૂત ડિઝાઇન તેમજ તેની પ્રીમિયમ પોઝિસ્નિંગ માટે જાણીતું છે. અમેરિકામાં FXEની કિંમત 10 લાખ રૂપિયાથી વધુ છે. એટલે કે તે વિશ્વની સૌથી મોંઘી EVમાંની એક છે. Hero MotoCorp ભારતીય બજાર માટે ઝીરો બાઇકના સસ્તા વેરિઅન્ટ્સ લોન્ચ કરશે. જેમ કે, તેની કિંમત ઘટાડવા માટે નાની બેટરી પેક બનાવી શકાય છે. આમાં ફીચર્સ પણ ઘટાડી શકાય છે.

WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો

જો Hero MotoCorpની ભારતમાં સંપૂર્ણપણે ઝીરો બાઇકનું ઉત્પાદન કરવાની યોજના છે, તો પોસાય તેવા ભાવે Zero EV જોવા મળશે. ખાસ વાત એ છે કે આ બાઇકની વિગતો એવા સમયે સામે આવી છે જ્યારે ઓલા ઈલેક્ટ્રિક પણ 15 ઓગસ્ટે પોતાની પહેલી ઇલેક્ટ્રિક મોટરસાઈકલ લોન્ચ કરવા જઈ રહી છે. Ultraviolette F77, Oben Roar, Komaki Ranger, Torque Kratos જેવા મોડ્સ ભારતીય બજારમાં પહેલેથી જ છે.

Next Article