Second Hand Car Price : શું તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદવા જઈ રહ્યા છો? જૂની કારની સાચી કિંમત આ રીતે કરો ચેક
Second Hand Car Price : યોગ્ય કિંમતે સારી સેકન્ડ હેન્ડ કાર ખરીદવામાં એક અલગ જ વાત છે. પરંતુ જૂની કારની સાચી કિંમત શોધવી સરળ નથી. સેકન્ડ હેન્ડ કાર ખરીદતી વખતે તમારે ઘણી વસ્તુઓ તપાસવી પડે છે. પરંતુ સેકન્ડ હેન્ડ કારની સાચી કિંમત કેવી રીતે જાણી શકાય? આવો તમને જણાવીએ
Check Used Car Price : સેકન્ડ હેન્ડ કાર ખરીદીને તમે ન માત્ર પૈસા બચાવી શકો છો પરંતુ તમે તમારી પસંદગીની કાર પણ મેળવી શકો છો. પરંતુ સારો સોદો મેળવવા માટે તમારે કારની સાચી કિંમત જાણવી પડશે. અહીં અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ,. જે તમને સેકન્ડ હેન્ડ કારની યોગ્ય કિંમત શોધવામાં અને સારી ડીલ કરવામાં મદદ કરશે.
સેકન્ડ હેન્ડ કાર ખરીદવી એ આર્થિક વિકલ્પ હોઈ શકે છે, પરંતુ યોગ્ય કિંમતે યોગ્ય કાર ખરીદવી એ એક સારી ડીલ માનવામાં આવે છે. ચાલો જાણીએ કે તમે સેકન્ડ હેન્ડ કારની યોગ્ય કિંમત કેવી રીતે જાણી શકો છો.
કારની વર્તમાન સ્થિતિ કેવી હોવી જોઈએ?
- કાર બોડી : સ્ક્રેચ, ડેન્ટ્સ, રસ્ટ વગેરે માટે કાર બોડી ચેક કરો. ટાયરની સ્થિતિ, હેડલાઇટ અને ટેલલાઇટના ફંક્શન પર ધ્યાન આપો.
- એન્જિન ચેક કરો : એન્જિનની અંદર ઓઈલ લીક, કાટ અથવા ખરાબ કનેક્શનને ચેક કરો. એન્જિન ઓઈલનું લેવલ અને રંગ પણ તપાસો.
- ઈન્ટિરિયરનું ચેકિંગ કરો : કારના ઈન્ટિરિયરની સ્વચ્છતા, બેઠકોની સ્થિતિ, ડેશબોર્ડ અને અપહોલ્સ્ટ્રી ચેક કરો. એસી, ઓડિયો સિસ્ટમ વગેરે જેવી તમામ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પણ તપાસો.
- ટેસ્ટ ડ્રાઈવ : કારની ટેસ્ટ ડ્રાઈવ જરુર કરો. એન્જિનનો અવાજ, બ્રેક્સ, સ્ટીયરિંગ, ગિયર શિફ્ટિંગ વગેરેને ચેક કરો.
આ રીતે જાણો જૂની કારની કિંમત
કારનું મોડલ, વર્ષ અને વેરિઅન્ટ જાણો. આ તમને કારની કિંમત નક્કી કરવામાં મદદ કરશે. કારની માઇલેજ પણ જાણો કારણ કે તે કારની ઉંમર અને સ્થિતિનું સારું સૂચક છે. કારનો સર્વિસ રેકોર્ડ તમને કારની જાળવણી વિશે જણાવે છે જે કારને નિયમિત સર્વિસ મળે છે તે સામાન્ય રીતે સારી સ્થિતિમાં હોય છે.
ઑનલાઇન ટુલ્સનો ઉપયોગ કરો
ઇન્ટરનેટ પર ઘણા ઓનલાઈન ટૂલ્સ ઉપલબ્ધ છે. જે તમને કારની કિંમતનો અંદાજ કાઢવામાં મદદ કરે છે. તમે કારનું મોડેલ, વર્ષ, માઇલેજ અને અન્ય વિગતો દાખલ કરીને તેની અંદાજિત કિંમત જાણી શકો છો.
લોકલ બજાર અને એક્સપર્ટ
તમારા વિસ્તારમાં સમાન કારની કિંમતોની તુલના કરો. તમે સ્થાનિક ડીલરશીપ અથવા ઓનલાઈન માર્કેટપ્લેસની મુલાકાત લઈને કિંમતોની તુલના કરી શકો છો. જો તમે કાર વિશે વધુ જાણતા ન હોવ, તો કારને મિકેનિક દ્વારા ચેક કરાવો. એક સારો મિકેનિક તમને કારની વાસ્તવિક સ્થિતિ વિશે જણાવી શકે છે.