વિશ્વ નારી દિવસે ઓળખો એક નારી તરીકે દેવી ‘સીતા’નું અદભુત સામર્થ્ય !

|

Mar 08, 2021 | 2:01 PM

જેને પાંચ હજાર લોકો મળીને હલાવી પણ ન હતા શકતા, તેવાં ‘શિવધનુષ’ને ઉંચકીને સીતા તેનાથી રમતા ! પોતાની વાતને સ્પષ્ટપણે અને અડગતાથી કહેવાનું સીતાજીમાં સામર્થ્ય હતું, તો સાથે જ, રાવણ જેવાં અસુરને તેની જ લંકામાં તે ખુલ્લેઆમ ધમકાવતા !

વિશ્વ નારી દિવસે ઓળખો એક નારી તરીકે દેવી ‘સીતાનું અદભુત સામર્થ્ય !
અનેક મુશ્કેલીઓ વચ્ચે અડીખમ રહ્યા દેવી સીતા!

Follow us on

સીતા (SITA) એટલે તો એ નામ કે જે ખુદ ‘સતી’ શબ્દનો જ પર્યાય બની ચૂક્યું છે. દરેક પરિસ્થિતિમાં શ્રી રામચંદ્રજીની સાથે અડીખમ ઊભા રહેનારા સીતાજીના ગુણોથી તો સૌ કોઈ પરિચિત છે જ. પણ, આજે વાત કરીએ વાલ્મીકિ રામાયણમાં વર્ણિત કેટલાંક એવાં કથાનકોની કે જે દેવી સીતાના અદભુત સામર્થ્યનો અને સ્વમાની સ્વભાવનો પરિચય આપે છે.

વાલ્મીકિ રામાયણ અનુસાર સીતા અત્યંત સામર્થ્યવાન હતા ! રામાયણના બાલ્યકાંડના 66માં સર્ગમાં સ્પષ્ટ વર્ણન છે, કે જેને પાંચ હજાર લોકો મળીને હલાવી પણ ન હતા શકતા, તેવાં ‘શિવધનુષ’ને ઉંચકીને સીતા તેનાથી રમતા ! એટલે જ તો રાજા દશરથે આ ધનુષ પર પ્રત્યંચા ચઢાવનાર સાથે જ સીતા પરણાવવાનું પ્રણ લીધું હતું. એટલું જ નહીં, દેવી સીતામાં તો હતી અદભુત નિર્ણય શક્તિ !

હજારો લોકો ભેગા મળીને પણ ન ઊંચકી શકતા શિવધનુષથી સીતાજી રમતા !

વાલ્મીકિ રામાયણના અયોધ્યાકાંડના 27માં સર્ગમાં દેવી સીતાની અદભુત નિર્ણય શક્તિનો પરચો મળે છે. શ્રી રામ જ્યારે દેવી સીતાને તેમની સાથે વનવાસમાં ન આવવા સમજાવે છે, ત્યારે સીતા શ્રીરામને સ્પષ્ટપણે કહી દે છે કે…

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

સીતા:
“હે રાઘવ ! સ્ત્રી તો તેના પતિના કર્મફળ ભોગવવા માટે સહાધિકારીણી છે. તમારા માતા-પિતાએ જ્યારે તમને વનવાસની આજ્ઞા આપી, તે જ ઘડીએ તે મને પણ મળી ગઈ. એટલે હવે તમામ શંકા ત્યાગી મને તમારી સાથે તેડી જાઓ. યાદ રાખો, મારો આ નિર્ણય કોઈપણ સંજોગોમાં ડગવાનો નથી.”

દેવી સીતા કોઈ જ ફરિયાદ વિના શ્રી રામ સાથે વનવાસમાં રહ્યા હોવાની અને અસુર રાવણ દ્વારા તેમના હરણની કથા તો સૌ કોઈ જાણે જ છે. પણ, મહત્વની વાત તો એ છે, કે રાવણની કેદમાં હોવા છતાં પણ દેવી સીતાએ ન હતો ત્યજ્યો તેમનો નિર્ભયતાનો ગુણ. વાલ્મીકિ રામાયણના અરણ્યકાંડના 56માં સર્ગને વાંચતા જણાય છે, કે દેવી સીતામાં તો લંકામાં રહીને ખુદ ‘લંકાપતિ’ને ધમકાવવાનું પણ સામર્થ્ય હતું. લંકામાં તે રાવણને સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે કે…

સીતા:
“હે રાવણ ! તું ભલે દેવતાઓ અને અસુરોથી અવધ્ય હો, પરંતુ, મારા સ્વામી રામથી તું ક્યારેય બચી શકવાનો નથી. એટલે તું આજથી જ જીવવાની આશા છોડી દે જે.”

કદાચ એ દેવી સીતાનું સામર્થ્ય તો જ હતું, કે જેને લીધે રાવણ ક્યારેય તેમને સ્પર્શી ન શક્યો. તેમ છતાં શ્રી રામની પ્રતિષ્ઠા જળવાય તે માટે દેવી સીતાએ અગ્નિપરિક્ષા પણ આપી. અને એ જ પ્રતિષ્ઠાને જાળવવા શ્રી રામ દ્વારા થયેલા તેમના ત્યાગનો અડગતાથી સ્વીકાર પણ કર્યો !

વાલ્મીકિ રામાયણના ઉત્તરકાંડના 48માં સર્ગમાં વર્ણન છે તે મુજબ જ્યારે શ્રી રામે પોતાનો ત્યાગ કર્યો હોવાનું સીતાજીને લક્ષ્મણ પાસેથી જાણવા મળ્યું, ત્યારે તો તે પહેલાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. પણ, પછી સ્વસ્થ થતાં તેમણે લક્ષ્મણને કહ્યું…

સીતા:
“હે વત્સ ! મારા નાથને કહેજો, કે લોકાપવાદના ભયથી તમે મને ત્યજી છે, તે હું જાણું છું. પણ, તેમ છતાં મારી અંતિમ ગતિ તમે જ છો. હે લક્ષ્મણ ! તમારા રાજાને કહેજો, કે જેમ તમે બંધુઓ સાથે વર્તો છો, તે જ રીતે તમારી પ્રજા સાથે વર્તજો. કારણ કે, એ જ તમારો પરમ ધર્મ છે !”

વિકટ સંજોગો વચ્ચે પણ માત્ર ‘પતિ’ની અને પ્રજાના સુખની જ ચિંતા.
‘સતી સીતા’ વિના આવું સામર્થ્ય ભલાં બીજું કોણ દાખવી શકે ? દેવી સીતાએ વનવાસી બની પુત્ર લવ-કુશને એકલા હાથે ઉછેર્યા ! અને છતાં તેમને અત્યંત સામર્થ્યશાળી બનાવ્યા ! દેવી સીતાના અત્યંત સ્વમાની સ્વભાવનો પરિચય મળે છે રામાયણના અંતમાં. કે જ્યારે તેઓ પોતાના પાતિવ્રત્યની અંતિમ સાબિતી આપતા ભૂમિમાં જ એકરૂપ થઈ ગયા !

Next Article