આ ઉંમરની 45% મહિલાઓ 2030 સુધી સિંગલ રહેવાનું પસંદ કરશે, માતા બનવાનો ટ્રેન્ડ પણ ઘટશે ! સર્વેમાં થયો મોટો ખુલાસો

|

Sep 11, 2024 | 3:38 PM

New Study About Women: મહિલાઓને લઈને એક નવા સર્વેમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. એવું બહાર આવ્યું છે કે આગામી 6 વર્ષમાં કરોડો મહિલાઓ લગ્ન કરવાને બદલે કુંવારા રહેવાનું પસંદ કરશે. સંતાન પ્રાપ્તિનું વલણ પણ ઘટી શકે છે.

આ ઉંમરની 45% મહિલાઓ 2030 સુધી સિંગલ રહેવાનું પસંદ કરશે, માતા બનવાનો ટ્રેન્ડ પણ ઘટશે ! સર્વેમાં થયો મોટો ખુલાસો
45 Percentage women of this age would prefer to remain single till 2030

Follow us on

Morgan Stanley Study on Women: આપણા સમાજમાં સતત પરિવર્તન આવી રહ્યું છે. એક સમય હતો જ્યારે મહિલાઓ રસોડામાં જ સીમિત રહેતી હતી, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. આજકાલ મહિલાઓ જમીનથી આસમાન સુધી પાંખો ફેલાવીને પોતાના સપના પૂરા કરી રહી છે. કેટલાક દાયકાઓ પહેલા સુધી, મોટાભાગની છોકરીઓના લગ્ન 20 થી 30 વર્ષની ઉંમરે કરવામાં આવતા હતા. જોકે હવે છોકરીઓની પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ છે. તેને લગ્ન કરવાને બદલે સારી કારકિર્દી બનાવવામાં વધુ રસ છે. તાજેતરમાં થયેલા એક સર્વેમાં આ વાત સામે આવી છે. આ સર્વેમાં એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે આગામી 6 વર્ષમાં યુવા વયની લગભગ અડધી મહિલાઓ અવિવાહિત અને બાળકો વિના રહેવાનું પસંદ કરશે. જેના કારણે સમગ્ર વિશ્વમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.

એક અહેવાલ મુજબ, મોર્ગન સ્ટેનલીના સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે વર્ષ 2030 સુધીમાં, 25 થી 44 વર્ષની વયની લગભગ 45% મહિલાઓ અવિવાહિત અને નિઃસંતાન રહી શકે છે. આ રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે આ પરિવર્તન સામાજિક અને આર્થિક કારણોસર થઈ રહ્યું છે. દુનિયાભરમાં લગ્ન ન કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. જેઓ સિંગલ છે તેમાં મોટી સંખ્યામાં મહિલાઓ છે. મહિલાઓ હવે લગ્ન કરવાને બદલે પોતાની વ્યક્તિગત વૃદ્ધિ અને કારકિર્દીને પ્રથમ સ્થાન આપી રહી છે. મહિલાઓ અપરિણીત હોવાનો આનંદ માણી રહી છે. આ ટ્રેન્ડ તમામ દેશોમાં જોવા મળી રહ્યો છે.

આ સર્વેમાં સામે આવ્યું છે કે નાની ઉંમરે લગ્ન કર્યા પછી 30-40 વર્ષની વયની મહિલાઓ છૂટાછેડા લે છે અને ફરીથી લગ્ન ન કરવાનો નિર્ણય લે છે. આર્થિક સ્વતંત્રતા અને વ્યક્તિગત પસંદગીઓ પણ તેનું કારણ બની રહી છે. આવનારા સમયમાં મહિલાઓ વધુ સ્વતંત્ર અને આત્મનિર્ભર બનશે, જેની સીધી અસર સમાજ અને અર્થવ્યવસ્થા પર પડશે. આ સર્વે સમાજમાં ચાલી રહેલા બદલાવને દર્શાવે છે અને તે સંકેત આપી રહ્યો છે કે ભવિષ્યમાં મહિલાઓની જીવનશૈલી અને પરિવાર પ્રત્યેના તેમના વલણમાં ઘણો બદલાવ આવી શકે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

હાલમાં મહિલાઓ પ્રેગ્નન્સી ટાળી રહી છે અને 30-40 વર્ષની ઉંમર પછી માતા બનવાનું પસંદ કરે છે. વર્ક લાઈફ બેલેન્સ, કરિયરમાં વૃદ્ધિ અને સંતાનો પછી વધતો નાણાકીય બોજ મહિલાઓના આ નિર્ણયના કારણો હોઈ શકે છે. આજકાલ, મોટાભાગની મહિલાઓ તેમના ઘરની મુખ્ય કમાઇ કરનાર બની છે. આ પરિવર્તને મહિલાઓને તેમની વ્યક્તિગત ખુશી અને કારકિર્દી વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નાણાકીય સ્વતંત્રતા આપી છે. મહિલાઓ ધીમે ધીમે સામાજિક માળખાથી ઉપર આવી રહી છે અને પોતાની જાત પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

Next Article