AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજનું હવામાન : 48 કલાક બાદ ત્રાટકશે વાવાઝોડું ! જાણો ગુજરાત પર કેવી અસર થશે

રાજ્યમાં હાલ વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે હજુ પણ આવી જ ઠંડી આગામી કેટલાક દિવસો યથાવત્ રહી શકે છે. હવામાન વિભાગની આગાહી છે કે ઠંડીથી હાલ કોઇ રાહત મળવાની નથી. જો કે આગામી દિવસોમાં હજુ પણ ઠંડી કહેર મચાવી શકે છે.

આજનું હવામાન : 48 કલાક બાદ ત્રાટકશે વાવાઝોડું ! જાણો ગુજરાત પર કેવી અસર થશે
| Updated on: Nov 24, 2025 | 9:08 AM
Share

આગામી 24થી 48 કલાકમાં રાજ્યમાં ઠંડી કહેર મચાવી શકે છે. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. જેના કારણે માનવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં ઠંડી વધી શકે છે. જો કે વાવાઝોડાની અસરના કારણે ઠંડીમાં રાહત મળવાની શકયતાઓ છે. રાજ્યમાં હાલ વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે હજુ પણ આવી જ ઠંડી આગામી કેટલાક દિવસો યથાવત્ રહી શકે છે. હવામાન વિભાગની આગાહી છે કે ઠંડીથી હાલ કોઇ રાહત મળવાની નથી. જો કે આગામી દિવસોમાં હજુ પણ ઠંડી કહેર મચાવી શકે છે.

બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય

બંગાળની ખાડી હાલ સક્રિય થઇ ગઇ છે. એક મજબૂત સિસ્ટમ પણ બની ગઇ છે અને હવે આ સિસ્ટમ થોડા જ સમયમાં વાવાઝોડું બની જશે અને પછી વાવાઝોડું દેશના અનેક રાજ્યોમાં મચાવી શકે છે ભીષણ કહેર. હવામાન વિભાગની આગાહી પ્રમાણે. 26 તારીખે આ વાવાઝોડું તામિલાનાડુ અથવા આંધ્રપ્રદેશના તટ પર ત્રાટકી શકે છે.

‘સેન્યાર’ નામના શક્તિશાળી ચક્રવાતમાં પરિવર્તિત થઈ શકે

બંગાળની ખાડીમાં રચાયેલી ચક્રવાતી સિસ્ટમ 24 નવેમ્બર એટલે કે આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે અને પછી ‘સેન્યાર’ નામના શક્તિશાળી ચક્રવાતમાં પરિવર્તિત થઈ શકે છે. ભારે વરસાદ, ભારે પવન અને તોફાની સમુદ્ર આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પરિસ્થિતિને વધુ ખરાબ કરી રહ્યા છે.  જ્યારે આંધ્રપ્રદેશના જિલ્લાઓને 27-30 નવેમ્બરના રોજ સંભવિત લેન્ડફોલ માટે હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

26 નવેમ્બરે લેન્ડફોલ કરી શકે

જો વાવાઝોડું રચાય છે. તો તે 26 નવેમ્બરે લેન્ડફોલ કરી શકે છે. હવામાનશાસ્ત્રીઓ કહી રહ્યા છે કે વાવાઝોડા વિશે ચોક્કસ માહિતી ત્યારે જ મળશે જ્યારે સિસ્ટમ 24 નવેમ્બરની આસપાસ ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશનના સ્તરે પહોંચશે. જો તે રચાય છે, તો તે આ સિઝનમાં બંગાળની ખાડીમાં બીજું ચક્રવાતી તોફાન હશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર એક દબાણનો વિસ્તાર બનવાની સંભાવના છે, જે 24 નવેમ્બર સુધીમાં ડિપ્રેશનમાં તીવ્ર બનવાની ધારણા છે. અગાઉ, તીવ્ર ચક્રવાતી વાવાઝોડું મોન્થા ત્રાટક્યું હતું. આંદામાન સમુદ્ર અને ઉત્તર બંગાળની ખાડીમાં બનતા તોફાનો ઘણીવાર ઓડિશા અને પશ્ચિમ બંગાળ તરફ આગળ વધે છે. જોકે, હાલમાં જે સિસ્ટમ રચાઈ રહી છે તે વિષુવવૃત્તની ખૂબ નજીક છે, જેના કારણે તે તમિલનાડુ અને આંધ્રપ્રદેશ તરફ વળે તેવી શક્યતા વધુ છે.

બીજી તરફ નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં દેશભરમાં ઠંડીનો માહોલ છવાઈ ગયો છે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં તાપમાન સતત ઘટી રહ્યું છે, જ્યારે દક્ષિણના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી છે. ભારતીય હવામાન વિભાગે રાજધાની દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત અનેક રાજ્યો માટે કાતિલ ઠંડીનું એલર્ટ જાહેર કર્યું છે.

રવિવારથી ઠંડી વધુ તીવ્ર બનશે. સવારે હળવું ધુમ્મસ રહેશે, સવારે અને રાત્રે ઠંડી રહેશે. મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. પવનની ગતિ 10-15 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">