ગુજરાતમાં ગઈકાલની સરખામણીએ આજે ગરમીના પ્રમાણમાં આંશિક ઘટાડો, જાણો કયા શહેરમાં કેટલું નોંધાયું મહત્તમ તાપમાન

ગુજરાતમાં બુધવારની સરખામણીએ ગરમીના પ્રમાણમાં આંશિક ધટાડો નોંધાયો છે. આમ છતા, અમરેલીમાં સૌથી વધુ ગરમીનું પ્રમાણ નોંધાયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આવતીકાલ શુક્રવારે બનાસકાંઠા અને આણંદના કેટલાક વિસ્તારોમાં ગરમીનુ પ્રમાણ વધુ રહેશે.

ગુજરાતમાં ગઈકાલની સરખામણીએ આજે ગરમીના પ્રમાણમાં આંશિક ઘટાડો, જાણો કયા શહેરમાં કેટલું નોંધાયું મહત્તમ તાપમાન
Image Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2024 | 8:48 PM

ગુજરાતમાં દિવસેને દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જો કે, ગઈકાલ બુધવારની સરખામણીએ આજે ગુરુવારે ગુજરાતમાં ગરમીના પ્રમાણમાં આંશિક ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ ગરમી અમરેલીમાં નોંધાઈ છે. અમરેલીમાં આજે 40.8 ડિગ્રી ગરમી નોંધાઈ છે. જો કે રાત્રીનુ તાપમાન સામાન્ય કરતા 2.2 ડિગ્રી વધુ એટલે કે, 23.8 ડિગ્રી નોંધાયું હતું.

અમદાવાદમાં આજે રાત્રીનુ તાપમાન સામાન્ય કરતા 4.3 ડિગ્રી વધુ એટલે કે, 26.2 ડિગ્રી નોંધાયું હતું. જેના કારણે દિવસના તાપમાનનો પારો ઉચકાઈને 40 ડિગ્રીએ અટક્યો હતો. જે સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ તાપમાન છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 39.6 ડિગ્રી ગરમીનું પ્રમાણ રહ્યું હતું. ગાંધીનગરમાં રાત્રીનું તાપમાન સામાન્ય કરતા 4.7 ડિગ્રી વધુ એટલે કે, 26.8 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે રાત્રે અસહ્ય બાફ અને ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો.

સૌરાષ્ટ્રના વિવિધ શહેરોના આજે નોંધાયેલા મહત્તમ તાપમાન જોઈએ તો, રાજકોટમાં 39.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ અટક્યો હતો. વેરાવળમાં 30.6 ડિગ્રી, જામનગરમાં 34.4 ડિગ્રી, પોરબંદરમાં 36 ડિગ્રી, ભાવનગરમાં 38.2 ડિગ્રી અને કચ્છના ભૂજમાં 39.2 ડિગ્રી ગરમીનુ પ્રમાણ નોંધાયું હતું. નલિયામાં મહત્તમ તાપમાનનો પારો 34 ડીગ્રીએ અટક્યો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વડોદરામાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે સામાન્ય કરતા એક ડિગ્રી વધુ છે. છોટા ઉદેપુરમાં 39.2 ડિગ્રી અને દાહોદમાં 38.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે સુરતમાં 37.6 ડિગ્રી અને વલસાડમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે, આવતીકાલ શુક્રવારના રોજ બનાસકાંઠા અને આણંદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગરમીનુ પ્રમાણ વધુ રહેવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનને કારણે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, લેહ ગીલગીટ બાલટીસ્તાન, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં આવતીકાલ 28 માર્ચથી લઈને 31મી માર્ચ સુધીના સમયગાળામાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.

રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ સુધીમાં હળવો વરસાદ વરસી શકે છે.

28 માર્ચના રોજ વિવિધ શહેરમાં નોંધાયેલ ગરમીનુ પ્રમાણ ( ડિગ્રીમાં)

  • અમદાવાદ-40
  • અમરેલી 40.8
  • વડોદરા 39.6
  • ભાવનગર 38.2
  • ભૂજ 39.2
  • છોટા ઉદેપુર 39.2
  • દાહોદ 38.3
  • ડીસા 39.1
  • ગાંધીનગર 39.6
  • જામનગર 34.4
  • નલિયા 34
  • પોરબંદર 36
  • રાજકોટ 39.8
  • સુરત 37.6
  • સુરેન્દ્રનગર 40
  • વલસાડ 35
  • વેરાવળ 30.6

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">