AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News :આંદામાન પહોંચી ગયુ ચોમાસુ, જાણો કેરળ અને ગુજરાતમાં કઈ તારીખે કરશે એન્ટ્રી?

આ એક મોટી રાહત અને ગરમીથી પીડાતા ખેડૂતો અને નાગરિકો માટે સારા સમાચાર છે. આ વર્ષે, દક્ષિણપશ્ચિમ ચોમાસુ દેશમાં સમય કરતાં વહેલું આવી ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસુ આવી ગયું છે.

Breaking News :આંદામાન પહોંચી ગયુ ચોમાસુ, જાણો કેરળ અને ગુજરાતમાં કઈ તારીખે કરશે એન્ટ્રી?
TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2026 | 9:53 AM
Share

દેશભરમાં પ્રચંડ ગરમી વચ્ચે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણપશ્ચિમ ચોમાસુ આ વર્ષે સામાન્ય સમય કરતાં વહેલું સક્રિય બન્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ, 16 મે, 2026ના રોજ ચોમાસાએ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં સત્તાવાર એન્ટ્રી કરી દીધી હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું અનુકૂળ પરિસ્થિતિઓ વચ્ચે ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. હાલ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર, દક્ષિણપશ્ચિમ અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી, આંદામાન સમુદ્રના મોટા ભાગ, સમગ્ર નિકોબાર ટાપુઓ તેમજ શ્રી વિજયપુરમ સહિત આંદામાન ટાપુઓના વિસ્તારોમાં ચોમાસું સક્રિય બન્યું છે.

આ વર્ષે વહેલું આવશે ચોમાસું

સામાન્ય રીતે દક્ષિણપશ્ચિમ ચોમાસું દર વર્ષે 1 જૂનની આસપાસ કેરળમાં પ્રવેશ કરે છે, પરંતુ આ વર્ષે ચોમાસાની ગતિને જોતા તે લગભગ 6 દિવસ વહેલું એટલે કે 26 મે સુધી કેરળના દરિયાકાંઠે પહોંચી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હંમેશા કેરળમાં ચોમાસુ પ્રવેશ કરવાના થોડા દિવસમાં ગુજરાતમાં પણ તે પ્રવેશ કરે છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસાના આગમનની સંભાવિત તારીખ 26 મે છે, જોકે તે ચાર દિવસ વહેલું અથવા ચાર દિવસ મોડું પણ આવી શકે છે.

ખેડૂતોમાં ખુશીનો માહોલ

ચોમાસાની વહેલી એન્ટ્રીના સમાચારથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કૃષિ ક્ષેત્ર માટે સમયસર વરસાદ અત્યંત મહત્વનો માનવામાં આવે છે. વહેલા ચોમાસાથી ખેતીની તૈયારી, વાવણી અને પાણીની ઉપલબ્ધિમાં ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગયા વર્ષે પણ વહેલું આવ્યું હતું ચોમાસું

હવામાન વિભાગના આંકડા મુજબ, ગયા વર્ષે ચોમાસું 24 મેના રોજ કેરળમાં પહોંચ્યું હતું. આ વર્ષે પણ ચોમાસું સામાન્ય સમય કરતાં વહેલું આવવાની શક્યતા હોવાથી કૃષિ, પાણી વ્યવસ્થાપન અને હવામાન નિષ્ણાતો સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. દેશભરના લોકો હવે ગરમીમાંથી રાહત અને વરસાદી માહોલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો- Breaking News : ગરમી તો ઠીક, આ બફારાનું શું કરવું? સાયક્લોનિક સર્ક્યુલેશને ગુજરાતવાસીઓનો પરસેવો છોડાવ્યો! જુઓ Video

Follow Us
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
g clip-path="url(#clip0_868_265)">