AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Today: ગુજરાતમાં આગામી 7 દિવસ રહેશે વરસાદી માહોલ, આજથી 3 દિવસ અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે અને અનેક જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાઈ રહ્યો છે. જોકે, રાજ્યમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 20 જૂનથી 26 જૂન દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

Weather Today: ગુજરાતમાં આગામી 7 દિવસ રહેશે વરસાદી માહોલ, આજથી 3 દિવસ અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા
| Updated on: Jun 22, 2026 | 8:56 AM
Share

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને અન્ય હવામાની પરિબળોના કારણે અનેક જિલ્લાઓમાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના

હવામાન વિભાગના અનુમાન મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સાથે જ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. વરસાદી પ્રવૃત્તિના કારણે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને ભેજનું પ્રમાણ વધવાની શક્યતા છે.

અમદાવાદમાં ત્રણ દિવસ હળવા વરસાદની આગાહી

અમદાવાદ શહેરમાં આજથી આગામી ત્રણ દિવસ સુધી હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. 22થી 24 જૂન દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે વાતાવરણમાં આંશિક ઠંડકનો અનુભવ થઈ શકે છે.

બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભેજવાળા પવનો

હાલમાં એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્ય તરફ ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે. સાઇક્લોનિક સરક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંયુક્ત અસરના કારણે વરસાદી માહોલ સર્જાયો છે. આગામી દિવસોમાં પણ આ સિસ્ટમોની અસર યથાવત રહેવાની શક્યતા છે.

વાદળિયા વાતાવરણ વચ્ચે ગરમી યથાવત

વરસાદી માહોલ અને વાદળછાયા વાતાવરણ છતાં ગરમીમાંથી સંપૂર્ણ રાહત મળવાની શક્યતા ઓછી છે. ભેજનું પ્રમાણ વધતાં ઉકળાટનો અનુભવ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદમાં આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 38થી 40 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે.

ખેડૂતોની નજર વરસાદ પર

રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ વધે તો ખેતીની કામગીરીને વેગ મળી શકે છે. વરસાદની આગાહીને પગલે ખેડૂતો સહિત સામાન્ય લોકોની નજર હવે આગામી હવામાન પર ટકેલી છે.

આ પણ વાંચો- Rain News : ચોમાસું 23 જૂનથી સક્રિય થશે, ગુજરાતમાં 27 થી 30 જૂન વચ્ચે આગમનની સંભાવના, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">