AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Ramayana’ ની OTT રિલીઝે સૌનું ધ્યાન ખેંચ્યું, શું સબ્સ્ક્રિપ્શન હોવા છતાં અલગથી આપવા પડશે પૈસા?

દેશભરમાં ચર્ચાનો વિષય બનેલી રણબીર કપૂર અને યશની ફિલ્મ ‘રામાયણ’ ની રિલીઝ પહેલા જ ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભારતીય સિનેમાની સૌથી મોંઘી અને લગભગ 40 ભાષાઓમાં ડબ થયેલી આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. આ બધા વચ્ચે તેની OTT રિલીઝની રણનીતિએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.

‘Ramayana’ ની OTT રિલીઝે સૌનું ધ્યાન ખેંચ્યું, શું સબ્સ્ક્રિપ્શન હોવા છતાં અલગથી આપવા પડશે પૈસા?
| Updated on: Oct 23, 2026 | 9:15 PM
Share

બૉલિવૂડ સ્ટાર રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશની ફિલ્મ ‘Ramayana’ પર સૌની નજર ટકેલી છે. ફિલ્મ રામાયણ રિલીઝ પહેલાં જ ચર્ચામાં આવી છે.

ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ એટલે કે રામાયણને લઈને હવે OTT રિલીઝની એક નવી યોજના સામે આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલ આ ફિલ્મનો પહેલો ભાગ સામાન્ય ફિલ્મોની જેમ OTT પર રિલીઝ નહીં થાય.

રામાયણને લઈને આવ્યું ‘Update’

રામાયણની OTT રિલીઝ દર્શકો માટે નવો અનુભવ લઈને આવી શકે છે. રિપોર્ટ મુજબ, રણબીર કપૂરની આ ફિલ્મને JioHotstar પર જોવા માટે દર્શકોએ સબ્સ્ક્રિપ્શન ઉપરાંત પણ પૈસા ખર્ચવા પડી શકે છે. ટૂંકમાં, પ્લેટફોર્મનું સબ્સ્ક્રિપ્શન હોવા છતાં ફિલ્મ જોવા માટે અલગથી ચૂકવણી કરવી પડી શકે છે. જો કે, મેકર્સે હજુ સુધી આ યોજનાની સત્તાવાર જાહેરાત કરી નથી.

OTT રિલીઝનો નવો રસ્તો ખુલશે?

ફિલ્મ જોવાની કિંમત અને ચૂકવણી કર્યા પછી તેને કેટલા સમય સુધી જોઈ શકાશે, તે અંગે પણ માહિતી મળી નથી. જો આ યોજના લાગુ થાય છે, તો ‘રામાયણ’ મોટી ભારતીય ફિલ્મો માટે OTT રિલીઝનો નવો રસ્તો ખોલી શકે છે.

આના પહેલાં આમિર ખાનની ‘સિતારે જમીન પર’ પણ આ રીતથી યુટ્યુબ પર રિલીઝ થઈ હતી, જ્યાં દર્શકોએ તેને જોવા માટે પૈસા આપવા પડ્યા હતા. બાદમાં ફિલ્મ Sony LIV પર પણ આવી.

રિપોર્ટ મુજબ, ‘રામાયણ’નું OTT પ્રીમિયર ક્રિસમસની આસપાસ થઈ શકે છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે અને અત્યાર સુધી દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.

40 ભાષાઓમાં ડબ થઈ ‘રામાયણ’

મોટા બજેટને જોતા મેકર્સો પહેલા સિનેમાઘરોથી વધુ કમાણી કરવા ઈચ્છશે અને ત્યારબાદ ફિલ્મને OTT પર લાવશે. જાણકારી માટે જણાવી દઈએ કે, ‘રામાયણ’ને હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ સહિત લગભગ 40 ભાષાઓમાં ડબ કરવામાં આવી છે.

Breaking News : અમિતાભ બચ્ચનના જલસા બંગલાને ગ્રેનેડથી ઉડાવી દેવાની ધમકી! દિલજીતના કોન્સર્ટને પણ નિશાન બનાવવાનો દાવો

Follow Us
15 કરોડના પ્લોટ મુદ્દે કોંગ્રેસે યુસુફ પઠાણને 'પ્લોટ ચોર' ગણાવ્યા
15 કરોડના પ્લોટ મુદ્દે કોંગ્રેસે યુસુફ પઠાણને 'પ્લોટ ચોર' ગણાવ્યા
DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
અરે વાહ! ગુજરાતી ગરબામાં પંજાબી યુવકો ઝૂમી ઉઠ્યા
અરે વાહ! ગુજરાતી ગરબામાં પંજાબી યુવકો ઝૂમી ઉઠ્યા
કમોડમાં આઇસ્ક્રીમ અને યુરીનલમાં ડ્રિંક્સ, દુનિયાનું સૌથી 'અનોખું કેફે'
કમોડમાં આઇસ્ક્રીમ અને યુરીનલમાં ડ્રિંક્સ, દુનિયાનું સૌથી 'અનોખું કેફે'
પ્રજા પાણીનો પોકાર પાડે તે પહેલા સરકાર મધ્યસત્ર ચૂંટણી યોજી મત લઈ લેશે
પ્રજા પાણીનો પોકાર પાડે તે પહેલા સરકાર મધ્યસત્ર ચૂંટણી યોજી મત લઈ લેશે
અમરેલી ગોલ્ડ લોનના વિવાદમાં બેંકમાં તોડફોડ, મેનેજરને ઇજા
અમરેલી ગોલ્ડ લોનના વિવાદમાં બેંકમાં તોડફોડ, મેનેજરને ઇજા
જામનગરમાં કુલ 229 કિલો વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરાયો
જામનગરમાં કુલ 229 કિલો વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરાયો
ગુજરાત ST નિગમ દ્વારા દિવાળી સ્પેશિયલ 8,000થી વધુ વધારાની ટ્રિપ્સ
ગુજરાત ST નિગમ દ્વારા દિવાળી સ્પેશિયલ 8,000થી વધુ વધારાની ટ્રિપ્સ
આણંદના PI રાજદીપસિંહ વનાર ₹40,000ની લાંચ લેતા ઝડપાયા
આણંદના PI રાજદીપસિંહ વનાર ₹40,000ની લાંચ લેતા ઝડપાયા
શાળા પ્રવેશ નિયમો અને બાળકોની સુરક્ષા મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર
શાળા પ્રવેશ નિયમો અને બાળકોની સુરક્ષા મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">