Breaking News : 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના દિવસે જ ગુજરાતમાં પડશે આકરી ગરમી, અમદાવાદના 76 વિસ્તારો હોટસ્પોટ જાહેર
ગુજરાતમાં 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજનો મહાસંગ્રામ યોજવાનો છે. બધા જ પક્ષ ઇચ્છતા હોય છે કે આ દિવસે વધુમાં વધુ મતદારો મત આપવા આવે જેની તેમની પાર્ટીને વધુ મત મળે અને તે જીતી શકે. જો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના દિવસે એટલે કે 26 એપ્રિલના રોજ જ ગુજરાતમાં આકરી ગરમી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતમાં 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજનો મહાસંગ્રામ યોજવાનો છે. બધા જ પક્ષ ઇચ્છતા હોય છે કે આ દિવસે વધુમાં વધુ મતદારો મત આપવા આવે જેની તેમની પાર્ટીને વધુ મત મળે અને તે જીતી શકે. જો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના દિવસે એટલે કે 26 એપ્રિલના રોજ જ ગુજરાતમાં આકરી ગરમી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે તેની અસર મતદાન ઉપર થવાની પણ શક્યતા છે.
મતદાનના દિવસે અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી રહેવાની શક્યતા
રાજ્યમાં 26 એપ્રિલે હીટવેવની આગાહી કરવામાં આવી છે, જ્યારે એ જ દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. મતદાનના દિવસે અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી શક્યતા છે. હવામાન વિભાગે 25થી 27 એપ્રિલ દરમિયાન યલો એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ શહેરના 76 વિસ્તારોને હોટસ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર પણ હવામાન પર જોવા મળી શકે છે.