AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Old Cooler Tips: જૂનું કુલર પણ આપશે જોરદાર ઠંડી હવા, આજે જ અજમાવો આ બે સરળ પદ્ધતિઓ

ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. આ જ કારણે કુલરનો વપરાશ પણ વધી ગયો છે. જ્યારે ગરમીમાં વધારો થાય છે ત્યારે કુલર પણ ઘણીવાર ઠંડી હવા આપતો નથી. આવી સ્થિતિમાં કેટલીક સરળ પદ્ધતિઓ તમને ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. જેનાથી તમારૂ કુલર તમને ઠંડી હવા આપવાનું શરૂ કરી શકે છે.

Old Cooler Tips: જૂનું કુલર પણ આપશે જોરદાર ઠંડી હવા, આજે જ અજમાવો આ બે સરળ પદ્ધતિઓ
Cooler TipsImage Credit source: Getty Images
| Updated on: Apr 21, 2026 | 12:52 PM
Share

વધારે ગરમીમાં ઘરના રૂમનું તાપમાન પણ વધી જાય છે. આજ કારણે મોટાભાગના લોકો સીલીંગ ફેનના જગ્યા પર કુલરનો વપરાશ કરે છે અને છતા પણ તેનાથી વધારે ઠંડી હવા આવતી નથી. આના ઘણા કારણો હોઈ શકે છે જેને ધ્યાનમાં લેવા જરૂરી છે. જેમ કે કૂલિંગ પેડ્સ ગંદા થવા (જે ઠંડી હવાને અટકાવે છે) અથવા તેનું ઘાસ જૂનું થવું (જે પાણી પરિભ્રમણને અટકાવે છે). વધુમાં જો કુલરનો પંપ યોગ્ય રીતે કામ ન કરતો હોય તો પણ કુલરમાંથી ગરમ હવા આવી શકે છે.

આ બાબતોની ચકાસણી કર્ચા પછી પણ, જો કુલર હજુ પણ ગરમ હવા આપી રહ્યું છે, તો કેટલીક સરળ બાબતો તમારી મદદ કરી શકે છે. થોડા સરળ હેક્સ જાણવાથી ઘરના મુશ્કેલ કાર્યો પણ સરળ બની શકે છે. તેવી જ રીતે જો તમારું કુલર ઉનાળામાં ગરમ ​​હવા આપતું હોય તો, તમે તેને થોડીવારમાં જ ઠીક કરી શકો છો, એટલે કે તમારું જૂનું કુલર પણ ઠંડી હવા આપવાનું શરૂ કરી શકે છે. તો ચાલો જાણીએ આ સરળ ઉપાયો.

ફટકડી આવશે કામમાં

કુલરની ટાંકીમાં ફટકડીનો મોટો ટુકડો મૂકવો જોઈએ. ફટકડીમાં ક્લીંજિંગ કરનારા ગુણધર્મો હોય છે જે પાણીને સાફ કરે છે. જ્યારે પાણી સાફ હોય છે, ત્યારે તમારું કુલર ઠંડી હવા આપવાનું શરૂ કરે છે. ગંદા પાણીથી કુલરની હવા ભેજવાળી થઈ શકે છે અને કુલરના પેડ પણ ખરાબ થઈ શકે છે, જેનાથી ગરમ હવા આવે છે.

કુલર મૂકવાની સાચી જગ્યા

સાચી જગ્યા પર કુલર મુકવાથી હવામાં મોટો ફેરફાર જોવા મળે છે. જ્યારે તમે કુલરને બંધ જગ્યામાં મૂકો છો ત્યારે તેમાંથી ખૂબ જ ગરમ હવા આવી શકે છે. કુલરને એવી જગ્યાએ મૂકો જ્યાં તેનો પાછળનો ભાગ ખુલ્લા વિસ્તારમાં હોય. તેથી, તેને બારી કે દરવાજા પાસે મૂકવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.

બરફનો વપરાશ

મોટાભાગના લોકો કુલરના ટાંકીમાં બરફ નાખે છે. તેનાથી હવા ઠંડી રહે છે. બહારથી આવતી હવા પાણીના સંપર્કમાં આવતા ઠંડી થાય છે. વધુમાં તમે બરફમાં મીઠું ઉમેરી શકો છો. મીઠું બરફને ઝડપથી ઓગળવા દેતું નથી અને તે લાંબા સમય સુધી ઠંડુ રાખે છે.

આ ટ્રિક પણ અજમાવો

કુલરના હવાને ઠંડી કરવાની તમે બે રીતો જાણી લીધી છે. પરંતુ તમે આ રીત પણ અજમાવી શકો છો. એક માટીનો મટકો લો અને તેના નીચેના ભાગમાં નાના-નાના છિદ્રો કરો. પછી, તેને કુલરની ટાંકીની અંદર મૂકો અને પંપને મટકાની અંદર રાખો. મટકો પાણીને ઠંડું રાખે છે, જેથી જ્યારે મટકામાંથી પાણી કૂલરના પેડ્સ પર પડે છે ત્યારે ઠંડી હવા મળે છે.

AC Service Tips: વોરંટી સમાપ્ત થયા પછી AC બગડે તો કોની જોડે સર્વિસ કરાવવી? લોકલ કે કંપનીના સર્વિસ મેન જોડે, જાણો અહીં ક્લિક કરો

Follow Us
પનીરના વેપારના નામે ચાલતું હતું સુરતનું હવાલા નેટવર્ક
પનીરના વેપારના નામે ચાલતું હતું સુરતનું હવાલા નેટવર્ક
છેલ્લા દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનશિપમાં છું : કાજલ મહેરિયા
છેલ્લા દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનશિપમાં છું : કાજલ મહેરિયા
એક ઘટનાએ મચાવ્યો હાહાકાર! ધંધુકામાં બુલડોઝરથી શરૂ થયો સફાયો
એક ઘટનાએ મચાવ્યો હાહાકાર! ધંધુકામાં બુલડોઝરથી શરૂ થયો સફાયો
સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, દાન તમને માનસિક શાંતિ આપશે
સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, દાન તમને માનસિક શાંતિ આપશે
RSS વડા મોહન ભાગવતે માય હોમ MD જુપલ્લી રણજીત રાવનું કર્યું સન્માન
RSS વડા મોહન ભાગવતે માય હોમ MD જુપલ્લી રણજીત રાવનું કર્યું સન્માન
સુવિધાઓના અભાવે લોકો 'લાલઘૂમ', કોંગ્રેસના ઉમેદવારનો કર્યો 'વિરોધ'
સુવિધાઓના અભાવે લોકો 'લાલઘૂમ', કોંગ્રેસના ઉમેદવારનો કર્યો 'વિરોધ'
અંબાજી દર્શન માટે જવાના હોવ તો આ વાત પહેલા જાણી લો, જુઓ Video
અંબાજી દર્શન માટે જવાના હોવ તો આ વાત પહેલા જાણી લો, જુઓ Video
ગુજરાતમાં રાજકીય મહાભારત: દેરાણી વિરુદ્ધ જેઠાણી, કોણ જીતશે જંગ?
ગુજરાતમાં રાજકીય મહાભારત: દેરાણી વિરુદ્ધ જેઠાણી, કોણ જીતશે જંગ?
બાલોતરા રિફાઈનરીમાં ભીષણ આગ: PM મોદીના લોકાર્પણ પહેલા મોટી દુર્ઘટના
બાલોતરા રિફાઈનરીમાં ભીષણ આગ: PM મોદીના લોકાર્પણ પહેલા મોટી દુર્ઘટના
ખેડા: આરોગ્ય વિભાગમાં બદલીના નામે ઉઘાડી લૂંટ ? વીડિયો વાયરલ
ખેડા: આરોગ્ય વિભાગમાં બદલીના નામે ઉઘાડી લૂંટ ? વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">