World’s Tallest Rail Bridge: હવે ઈતિહાસ બનશે! ભારતમાં બન્યો એફિલ ટાવરથી ઉંચો રેલવે બ્રિજ, શ્રીનગર જવું સરળ થશે
Chenab Rail Bridge : આશાની ટ્રેન આખરે કાશ્મીર માટે શરૂ થવા જઈ રહી છે અને માત્ર 2 દિવસ પછી આ પુલ પર ટ્રેનો દોડવા લાગશે. કારણ કે 6 જૂને, પીએમ મોદી ચિનાબ રેલ બ્રિજ દ્વારા કાશ્મીરને જોડતી ટ્રેનને લીલી ઝંડી આપવા જઈ રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે તેમના X એકાઉન્ટ પર ચિનાબ રેલ બ્રિજનો એક વીડિયો શેર કર્યો છે.
6 જૂને આ પુલ પરથી કાશ્મીર માટે ટ્રેનો દોડવા લાગશે. આ એક ઇતિહાસ બનવા જઈ રહ્યો છે. ફક્ત 3 દિવસ બાકી છે! વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે પુલ, શક્તિશાળી ચેનાબ પુલ, જમ્મુ અને કાશ્મીરમાં ઉભો છે. તે ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલવે લિંક (USBRL) નો ભાગ છે. તે કુદરતની સૌથી કઠિન કસોટીઓનો સામનો કરવા માટે બનાવવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 જૂન 2025 ના રોજ ચેનાબ પુલનું ઉદ્ઘાટન કરશે.
ચેનાબ પુલ વિશે મહત્વપૂર્ણ મુદ્દાઓ
1250 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો આ પુલ ચેનાબ નદીના તળિયાથી 359 મીટર ઉપર અને પેરિસના પ્રખ્યાત એફિલ ટાવર કરતા 35 મીટર ઊંચો છે.
આટલું જ નહીં, આ રેલવે પુલ રિક્ટર સ્કેલ પર 8ની તીવ્રતાના ભૂકંપ અને ઉચ્ચ તીવ્રતાના વિસ્ફોટનો સામનો કરી શકશે.
રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ તેમાં સંભવિત આતંકવાદી ખતરા અને ભૂકંપ માટે સુરક્ષા વ્યવસ્થા (security setup) પણ છે.
પુલની કુલ લંબાઈ 1315 મીટર છે.
USSBRL પ્રોજેક્ટ આ રીતે પૂર્ણ થયો
2009માં પ્રથમ 118 કિમી (બારામુલા-કાઝીગુંડ) બનાવવામાં આવ્યો હતો, જ્યાં DMU ચાલે છે. આ ટ્રેક કાશ્મીરમાં જ આવે છે. તેનું ઉદ્ઘાટન ઓક્ટોબર 2009 માં જ કરવામાં આવ્યું હતું.
2013 માં, કાશ્મીર અને જમ્મુ વિભાગને જોડવા માટે 18 કિમી (કાઝીગુંડ-બનિહાલ) માટે એક ટ્રેન શરૂ કરવામાં આવી હતી. DMU ને અહીં સુધી લંબાવવામાં આવ્યું હતું.
આ પછી, ઉધમપુરથી કટરા સુધી 25 કિમી માટે વંદે ભારત સહિત ઘણી ટ્રેનો શરૂ કરવામાં આવી હતી. તે જુલાઈ 2014 થી શરૂ થઈ હતી.
20 ફેબ્રુઆરી 2024 ના રોજ, પીએમ મોદીએ 48 કિમી (બનિહાર-ખારી-સાંગલદાન) રેલ ટ્રેક પર ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું. આ ટ્રેક પણ જમ્મુ વિભાગમાં આવેલો છે અને હવે 63 કિમી કટરા રિયાસી-સાંગલદાન ટ્રેક પણ સંપૂર્ણપણે તૈયાર છે.
6 જૂનથી આ ટ્રેક પર રેલ કામગીરી શરૂ થશે અને કાશ્મીર સાથે જોડાતાની સાથે જ પ્રોજેક્ટ પૂર્ણ થશે.
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..