ઈલેક્ટ્રિક વાહનોમાં આગ કેમ લાગે છે ? જાણો શું છે કારણ
પેટ્રોલ-ડીઝલના બદલે ઈલેક્ટ્રિક વાહનો ખરીદવા સરકાર પણ લોકેને પ્રેરિત કરી રહી છે. EV ભવિષ્યમાં પરિવહનનો વધુ સારો વિકલ્પ બની શકે છે. જો કે છેલ્લા કેટલાક દિવસોમાં ઈલેક્ટ્રીક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર જોવા મળી રહી છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, ઈલેક્ટ્રિક વાહનોમાં આગ કેમ લાગે છે.
પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો અને પર્યાવરણના પ્રદૂષણને ઘટાડવા માટે ઈલેક્ટ્રિક વાહનોને વધુ સારો વિકલ્પ માનવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ લોકોને પેટ્રોલ-ડીઝલના બદલે ઈલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે પ્રેરિત કરી રહી છે. EV ભવિષ્યમાં પરિવહનનો વધુ સારો વિકલ્પ બની શકે છે.
જો કે છેલ્લા કેટલાક દિવસોમાં ઈલેક્ટ્રીક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર જોવા મળી રહી છે. આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને સરકારે પણ ઇલેક્ટ્રિક કંપનીઓને આદેશ આપ્યા છે કે આ મામલે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. સરકાર માટે સુરક્ષા અત્યંત મહત્વની છે અને માનવ જીવન સાથે કોઈ બાંધછોડ થઈ શકે નહીં. ત્યારે આ વીડિયોમાં અમે ઈલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવા પાછળનું કારણ શું છે, તે અંગે વિસ્તારથી સમજાવ્યું છે.
આ પણ વાંચો ભારતીય નૌકાદળના એ બળવાની કહાની, જેના પછી અંગ્રેજોને છોડવું પડ્યું ભારત