AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન પર કર્યો પ્રહાર, કહ્યું- 'શિકાગો જઈને પણ જ્ઞાન જાળવી શક્યા નહીં', જુઓ Video

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન પર કર્યો પ્રહાર, કહ્યું- ‘શિકાગો જઈને પણ જ્ઞાન જાળવી શક્યા નહીં’, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 8:45 PM
Share

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જ્યારે પણ રઘુરામ રાજન ભારતના મોબાઈલ મેન્યુફેક્ચરિંગની ટીકા કરે છે, ત્યારે એવું લાગે છે કે જે વ્યક્તિ આટલી સારી શિકાગો યુનિવર્સિટીમાં જઈને પણ જ્ઞાન જાળવી શકી નથી તેનો શું ઉપયોગ છે.

Delhi: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન (Raghuram Rajan) પર પ્રહારો કર્યા છે. તેમને કહ્યું કે રઘુરામ રાજન 2014 પહેલા કેવા હતા અને 2014 પછી શું બની ગયા છે. તેઓ આ વાત સારી રીતે જાણે છે. વાસ્તવમાં, રાજને થોડા મહિના પહેલા રાહુલ ગાંધી સાથેની વાતચીત દરમિયાન આગાહી કરી હતી કે જો ભારત આવતા વર્ષે 5 ટકાનો વિકાસ દર હાંસલ કરે છે તો પણ તે એક મોટી વાત હશે, જ્યારે તેમની આગાહી સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. આ વર્ષે જીડીપીનો વિકાસ દર 7.2 ટકા રહ્યો છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જ્યારે પણ રઘુરામ રાજન ભારતના મોબાઈલ મેન્યુફેક્ચરિંગની ટીકા કરે છે, ત્યારે એવું લાગે છે કે જે વ્યક્તિ આટલી સારી શિકાગો યુનિવર્સિટીમાં જઈને પણ જ્ઞાન જાળવી શકી નથી તેનો શું ઉપયોગ છે. તેમણે કહ્યું કે આજે ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગમાં 25 લાખ નોકરીઓ છે. દરેક ફેક્ટરીમાં 20-20 હજાર લોકો કામ કરે છે. લગભગ 70-80 ટકા મહિલાઓ કામ કરે છે. આટલુ મોટુ પરિવર્તન આવ્યુ છે.

આ પણ વાંચો: Nitin Gadkari YouTube Income: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી યુ-ટ્યૂબથી કરે છે તગડી કમાણી, 5 લાખથી વધુ છે સબ્સ્ક્રાઈબર્સ

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દર મહિને કોઈને કોઈ કંપની એવું કહી રહી છે કે તેઓ ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ શરૂ કરી રહી છે. હાલમાં જ સિસ્કોએ જાહેરાત કરી હતી. ટેલિકોમ ટેક્નોલોજી માટે ભારત હંમેશા વિશ્વ પર નિર્ભર હતું, પરંતુ આજે મેડ ઈન ઈન્ડિયાના કારણે ભારતની ટેક્નોલોજી વિશ્વના સૌથી સમૃદ્ધ દેશોમાં નિકાસ થઈ રહી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">