AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nitin Gadkari YouTube Income: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી યુ-ટ્યૂબથી કરે છે તગડી કમાણી, 5 લાખથી વધુ છે સબ્સ્ક્રાઈબર્સ

Nitin Gadkari YouTube Income: IEC 2023માં પરિવહન મંત્રીએ કહ્યું કે લોકો તેમની યુટ્યુબ ચેનલ પરના વીડિયોને ખૂબ પસંદ કરે છે. તેમના દરેક વીડિયો પર હજારો વ્યૂઝ, લાઈક્સ અને કોમેન્ટ્સ આવે છે.

Nitin Gadkari YouTube Income: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી યુ-ટ્યૂબથી કરે છે તગડી કમાણી, 5 લાખથી વધુ છે સબ્સ્ક્રાઈબર્સ
Nitin Gadkari
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 6:25 PM
Share

Nitin Gadkari YouTube Income: કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) સોશિયલ મીડિયાના માસ્ટર છે. તે યુટ્યુબથી દર મહિને 4 લાખ રૂપિયાની કમાણી કરે છે. તેમણે પોતે ઈન્ડિયન ઈકોનોમિક કોન્ક્લેવ IEC 2023માં આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે યુટ્યુબ પર તેમના લાખો ફોલોઅર્સ છે અને તે દર મહિને તેમના ભાષણો, લેક્ચર્સ અને વીડિયોથી લાખોની કમાણી કરે છે.

IEC 2023માં પરિવહન મંત્રીએ કહ્યું કે લોકો તેમની યુટ્યુબ ચેનલ પરના વીડિયોને ખૂબ પસંદ કરે છે. તેમના દરેક વીડિયો પર હજારો વ્યૂઝ, લાઈક્સ અને કોમેન્ટ્સ આવે છે. તે જ સમયે, તેમની યુટ્યુબ ચેનલ પર 5 લાખથી વધુ સબ્સ્ક્રાઈબર્સ છે. આજકાલ સોશિયલ મીડિયા કમાણીનો સરળ રસ્તો બની ગયો છે. દરેક વ્યક્તિ પોતાની ટેલેન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબથી કમાણી કરે છે.

આ પણ વાંચો: Rahul Gandhi USA Visit: રાહુલ ગાંધી સામે આકરા પાણીએ ધર્મેન્દ્ર પ્રધાન કહ્યું ‘દેશની બહાર વારંવાર દેશનું અપમાન કરવાનું બંધ કરો’

પરિવહન મંત્રી દર મહિને 4 લાખ રૂપિયાની કરે છે કમાણી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઈન્ડિયન ઈકોનોમિક કોન્ક્લેવ 2023માં જણાવ્યું હતું કે તેમણે વર્ષ 2015માં પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. જેનાથી તે હવે દર મહિને 4 લાખ રૂપિયાની કમાણી કરે છે. તેમને યુટ્યુબ પરથી દર મહિને રોયલ્ટી તરીકે 4 લાખ રૂપિયા મળે છે. કોરોનાકાળ દરમિયાન તેમણે તેમની ચેનલ પર ઘણુ બધુ કન્ટેન્ટ શેર કર્યુ છે, જેને દર્શકોએ પસંદ કર્યુ છે.

950 લેક્ચર અને ફૂડ ટીપ્સ આપવામાં આવી

નીતિન ગડકરીએ કહ્યું કે કોરોના દરમિયાન તેમણે લોકો સાથે તેમનો સહયોગ વધાર્યો હતો. નીતિન ગડકરીને પણ રસોઈ બનાવવી ગમે છે. તેથી કોરોના દરમિયાન તેમણે તેમની ચેનલ પર રસોઈથી લઈને લેક્ચર સુધીના વીડિયો મુકવાનું શરૂ કર્યું. માત્ર કોરોના દરમિયાન જ તેમણે લગભગ 950 ઓનલાઈન લેક્ચર આપ્યા છે. તેમણે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં ભણતા બાળકોને પણ લેક્ચર આપ્યા હતા. બાદમાં તેમણે વિદ્યાર્થીઓ માટે તમામ લેક્ચર તેમની ચેનલ પર મૂક્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">