Surat: ભરનિંદ્રામાં સુતેલા પરિવાર પર છતનો પોપડો પડતા માસુમ બાળકીએ જીવ ગુમાવ્યો, જર્જરિત આવાસ સામે ઉઠ્યા સવાલ

Surat : પાંડેસરા વિસ્તારમાં આવેલી સરસ્વતી આવાસમાં (Saraswati Awas) ભરઉંઘમાં સુતેલા પરિવાર પર સિલિંગના પોપડા પડતા એક બાળકીએ જીવ ગુમાવ્યો છે. તો મૃતક બાળકીના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.

Charmi Katira
| Edited By: | Updated on: Jun 21, 2021 | 12:48 PM

Surat : પાંડેસરા વિસ્તારમાં આવેલી સરસ્વતી આવાસમાં (Saraswati Awas) ભરઉંઘમાં સુતેલા પરિવાર પર સિલિંગના પોપડા પડતા એક બાળકીએ જીવ ગુમાવ્યો છે. તો મૃતક બાળકીના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક સિયા પ્રદીપ પાંડે પરિવાર સાથે સરસ્વતી આવાસમાં રહેતી હતી. રવિવારે રાતે ભોજન કર્યા બાદ બાળકી તેના પરિવાર સાથે સુઈ ગઈ હતી. બિલ્ડિંગના છતનાં પોપડાં ધડાકાભેર તૂટી પડયા હતા.

માતા-પિતા અને માસુમ બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બાળકીનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા તાત્કાલિક આવાસ યોજનાના લોકો ભેગા થઇ ગયા હતા. તો પરિવારે આરોપ લગાડયો હતો કે, પોપડા પડવાની ઘટના વારંવાર બને છે પરંતુ અધિકારીઓના પાપે આ માસુમ બાળકીએ જીવ ગુમાવ્યો હતો.

તો બાળકીના પરિવારજનોએ જણાવ્યું હતું કે, આ મામલે જ્યાં સુધી ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. સરસ્વતી આવાસ જર્જરિત થયા હોય રી ડેવલપમેન્ટમાં ફરી બનાવી આપવા માગ કરી છે. નોંધનીય છે કે, સિયાની મોટી બહેન નાના ના ઘરે હોય તે બચી જવા પામી હતી. સિયાના પિતા ટેમ્પોચાલક હોવાનું અને માતા ધર સંભાળતી હોવાનું જાણવા મળ્યું છે.

Follow Us:
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
g clip-path="url(#clip0_868_265)">